October 22nd 2018
. .કર્મનો સંબંધ
તાઃ૨૨/૧૦/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરેલ કર્મ એજ જીવની છે કેડી,જે મળેલ દેહના સ્પર્શથી અનુભવાય
પરમાત્માની પરમકૃપા મળે દેહને,જે જીવનમાં પાવનકર્મ આપી જાય
....ના કદી માયા અડે જીવનમાં,કે ના કોઇ મોહની સાંકળ પણ સ્પર્શી જાય.
જગતપરનુ આગમન જીવનુ,જે થયેલ કર્મના સંબંધે દેહ આપી જાય
ના કોઇ જીવની તાકાત જગતપર,કે ના કોઇ અપેક્ષાની માયા થાય
માનવદેહ એ કૃપા છે પ્રભુની,જે દેહને સમજણનો સાથ આપી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે નિર્મળ ભક્તિરાહ દઈ જાય
....ના કદી માયા અડે જીવનમાં,કે ના કોઇ મોહની સાંકળ પણ સ્પર્શી જાય.
શક્તિનો સંગાથ મળે દેહને અવનીપર,જે પાવનકર્મ થતા અનુભવાય
આવી આંગણે પાવનકર્મની રાહ મળે,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
મળેલદેહને શાંન્તિનોસંગાથ મળતા,જીવનમાં પવિત્રભક્તિરાહ મેળવાય
સત્કર્મનો સંગાથ મળતાજ દેહને,પાવન પ્રેમની ગંગા પણ મળતી જાય
....ના કદી માયા અડે જીવનમાં,કે ના કોઇ મોહની સાંકળ પણ સ્પર્શી જાય.
===========================================================