પકડી કેડી
. .પકડી કેડી
તાઃ૨૫/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ પકડી કેડી પ્રેમની જીવનમાં,જે મળેલદેહને અનંત શાંંતિ આપી જાય પાવનકર્મની રાહ મળતા દેહને,જીવનમાં સત્કર્મનો સંગાથ મળી જાય ....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય. મળેલદેહ એ જીવના થયેલ કર્મ છે,જે અનેક દેહ મળતા જ સમજાય શ્રધ્ધા ભાવથી જીવનમાં કરેલ પુંજા,માનવ જીવનને પવિત્રરાહે દેખાય સરળ જીવનનો સંગાથ મળતાજ દેહને,ના કોઇ અપેક્ષાની ચિંતા થાય અવનીપરના આગમનને શાંંતિ મળે,જે દેહને સુખનો સંગાથ દઈ જાય ....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય. સુખદુઃખની કેડીનો સાથ દેહને,જે થઈ રહેલ કર્મથી જીવને અનુભવાય પરમાત્માને કરેલપ્રાર્થના જીવનમાં,જીવને મળેલદેહને સદમાર્ગે લઈ જાય અવનીપર આગમન વિદાયનો સંબંધ,દેહના થઈ રહેલ કર્મથી મેળવાય પાવનરાહે થઈ રહેલ ભક્તિ જીવનમાં,મળેલ દેહને પવિત્રરાહ દઈ જાય ....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય. ===========================================================