માતાજીને વંદન
... માતાજીને વંદન તાઃ૨૯/૯/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ જય અંબે માતા મા જય કાળકા માતા,વંદન છે માતાને નવરાત્રીના પવિત્ર દીવસે,તાલીપાડી સૌગરબે ઘુમતા જાય ......એવા પ્રેમાળ કૃપાળુ માતાના અનેક સ્વરૂપે દર્શન થઈ જાય. તાલીઓના તાલે માતાને વંદન કરતા ભક્તો સૌ હરખાય ગરબે ઘુમતા ભક્તજનો પર માનીકૃપાએ શાંંતિ મળીજાય પવિત્ર ધર્મની રાહ મળે દેહને,જે સમય સમયેજ સમજાય પાવનરાહની કેડીમળે જીવનમા,જ્યાં નવરાત્રીએ માપુંજાય ......એવા પ્રેમાળ કૃપાળુ માતાના અનેક સ્વરૂપે દર્શન થઈ જાય. અનેક સ્વરૂપે આવ્યા માતા ભારતમાં,ધરતી પાવન થાય મળેલદેહને પાવનકરે માતા,જ્યાં નવરાત્રિએ ગરબા ગવાય તાલીઓના તાલે ઘુમતા ભક્તો પર માતાનોપ્રેમ મળી જાય સરળજીવનની રાહ મળે જીવને,પાવનકર્મનો સંગ થઈ જાય ......એવા પ્રેમાળ કૃપાળુ માતાના અનેક સ્વરૂપે દર્શન થઈ જાય. ====================================================