March 17th 2020

કુદરતનીલીલા

.             .કુદરતની લીલા     

તાઃ૧૭/૩/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કુદરતની છે અદભુતલીલા અવનીપર,સમયસંગે ચાલતા માનવને દેખાય
મળેલ માનવદેહને સ્પર્શ કરે જીવનમાં,જે અનેક અનુભવને આપી જાય
......એજ અજબલીલા પરમાત્માની કહેવાય,જે માનવતા મહેંકાવી જાય.
કળીયુગની સાંકળ માનવથી પકડાય,જ્યાં સરળ જીવનની રાહે જીવાય
મળે કુદરતનીકેડી દેહને જીવનમાં,જે કોરોના વાયરસથી અનુભવ થાય
માન અને સન્માનને પકડી રાખતા,માનવીને અપેક્ષાનાવાદળ અથડાય
મળેલદેહને સ્પર્શે વાયરસ અવનીએ,જે અનેકદુઃખનો સ્પર્શ આપી જાય
......એજ અજબલીલા પરમાત્માની કહેવાય,જે માનવતા મહેંકાવી જાય.
સતયુગ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળેલદેહને પવિત્રરાહે લઈજાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,અનંત શાંંતિની વર્ષા થઈ જાય
કળીયુગ કુદરત સંગે જીવને અપેક્ષા સ્પર્શે,જે માનવદેહને ભટકવી જાય
આફતનો સ્પર્શ થાય દેહને જીવનમાં,જે અનેક રાહે દેહને દુઃખ દઈજાય
......એજ અજબલીલા પરમાત્માની કહેવાય,જે માનવતા મહેંકાવી જાય.
=========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment