April 10th 2020

વ્હાલાની બર્થડે

.           .વ્હાલાની બર્થડે   

તાઃ૧૦/૪/૨૦    (ચીં.વીર)     પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપ્રેમ મળ્યો કુળદેવીનો,જે દીકરા રવિને સંતાન આપી જાય 
પવિત્ર કેડીએ જીવતી પત્નિ હિમા,ચી.વીરને જન્મ આપી જાય
.......એજ કૃપા માતા કાળકાની કુટુંબપર,જે કુળને આગળ લઈ જાય.
અનંતપ્રેમાળ વ્હાલો વીર છે,જે નિર્મળભાવનાએ પ્રેમઆપી જાય
કુળદેવીની કુપાએ અમારાકુળને,સંતાનના દેહથી આગળલઈ જાય
પાવનરાહે જીવતો લાડલો વીર,દેહના છવર્ષ આજેપુરા કરી જાય
જન્મદીવસને પકડી ચાલતા,જગતપર એપેઢીને આગળ લઈ જાય
.......એજ કૃપા માતા કાળકાની કુટુંબપર,જે કુળને આગળ લઈ જાય.
સરળ જીવનની રાહ મળતા વ્હાલો વીર,ભણતરની કેડીએ જાય
સુખશાંંતિના વાદળની કૃપા મળે અમને,જે અનંતશાંંતિએ દેખાય
ના કોઇજ અપેક્ષા રહે અમારા જીવનમાં,સંગે રવીનેય મળી જાય
સંત જલાસાંઇની કૃપા મળતાઅમને,માનવતાની મહેંક પ્રસરી જાય
.......એજ કૃપા માતા કાળકાની કુટુંબપર,જે કુળને આગળ લઈ જાય.
==========================================================