May 17th 2024
. પ્રભુની પાવનકૃપા
તાઃ૧૭/૫/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાથી જીવનમાં પ્રભુનીભક્તિ કરાય,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને જન્મથી માનવદેહ મળે જીવનમાં,જે ગત જન્મના પવિત્રકર્મથી મળી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધ સમયે,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
મળેલદેહને કર્મનોસંબંધ શ્રધ્ધા ભાવનાથીજ ભક્તિ કરતા,પ્રભુકૃપાએ જીવન જીવાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
પ્રવિત્ર પ્રેરણા મળી ભગવાનની ભક્તોને,જગતમાં અનેકપવિત્ર મંદીર બનાવી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં પવિત્રદેહથી,ભગવાન ભારતદેશમાંજ જન્મી જાય
ભગવાને પવિત્ર ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી પુંજાકરાય,સમયે મંદીર જઈ આરતીકરાય
પવિત્રહીંદુધર્મ કહેવાય પવિત્ર ભક્તોની પ્રેરણા મળતા,જગતમાં હિંદુમદીરબનીજાય
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
********************************************************************