June 15th 2021
++
++
. .આંગળીને પકડી
તાઃ૧૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમથી જીવતા માબાપને,પ્રભુકૃપાએ પવિત્રજીવ સંતાનથી જન્મી જાય
પાવનરાહએ પવિત્રકૃપાએ મળે સંતાનને,જે સમયને સમજાવી જીવાડી જાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
સમયની સાથે ચાલવા માબાપની પ્રેરણા મળે,જે દેહને સાચવીનેજ ચલાવી જાય
મળૅલદેહને સમયનો સંગાથ રહે,જે બાળપણમાં ભણતરની શરૂઆતથી સમજાય
ભણતર એજીવનાદેહનુ ચણતર કહેવાય,જે જીવનમાં કર્મની લાયકાત આપી જાય
અવનીપરના આગમનને પારખીને,માબાપના પ્રેમથી દેહને પવિત્રપ્રેરણા મળીજાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
સંતાનને પવિત્રરાહ મળે સમયે,એ પરમાત્માની કૃપાએ મળેલ દેહને મળતી જાય
પિતાની આંગળી પકડીને ચાલતા સંતાનને,ભણતરની રાહેજ આંગળી ચીંધી જાય
ઉંમરનીસાથે સમજીનેચાલતા જીવનમાં,સત્કર્મનો સંગાથ જીવનમાંશાંંતિ આપીજાય
એજ પવિત્રકૃપા પરમાત્માની દેહપર,જે માબાપની કૃપાએ દેહને સુખ મળી જાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
===================================================================
June 14th 2021
***
***
. .પવિત્ર કુદરતની કૃપા
તાઃ૧૪/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર પુંજા કરાય
જીવના મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે અવનીપર કર્મ આપી જાય
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
અવનીપર જન્મમળતા દેહનેસમય મળીજાય,જે જીવનમાં અનેકકર્મ આપીજાય
પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો પરમાત્માએ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય
ભજનભક્તિનો સંગાથ રાખીને જીવન જીવતા,મળેલ દેહના જીવપર કૃપા થાય
પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જે ઘરમાં પરમાત્માની પુંજા ધુપદીપથી કરાય
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,જે સમયની સાથે દેહ પર કૃપા કરી જાય
પ્રભુએ લીધેલદેહના નામથી માળાજપતા,જીવના દેહપર પ્રભુની પવિત્રકૃપાથાય
શ્રધ્ધારાખીને સરસ્વતી માતાને વંદન કરતા,માતાની કૃપાએ કલમપકડાઇ જાય
પરમકૄપા હિન્દુધર્મમાં દેવ અને દેવીઓની,જે જગતમાં ધર્મને પવિત્ર કરી જાય
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
###################################################################
June 13th 2021
###
###
. .ઉજવળ જીવન
તાઃ૧૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમપ્રેમીઓના પ્રેમથી પાવનરાહ મળે,જે કૃપાએ ઉજવળ જીવન આપી જાય
મળેલપ્રેમ જીવનમાં પવિત્ર કલમની કેડીનો,જે કલમની રચનાથી સમજાઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
આંગણી માગણી નાજીવનમાં રખાય,જ્યાં કલમપ્રેમીઓ સંગે માતાનીકૃપા થાય
સમયની સાથે ચાલતા પાવનરાહમળે,જે માતા સરસ્વતીની પરમકૃપા પણ થાય
મળેલ માનવ દેહના જીવને સંબધ ગતજન્મના કર્મનો,જે દેહ મળતાજ સમજાય
અવનીપરનુ આગમન એ દેહના કર્મનુ,જે ના કોઇજ જીવથી અવનીપર છટકાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
મળ્યો માતાનો પ્રેમ માનવદેહને જીવનમાં,જે કલમની પવિત્રરાહેજ સમજાઈ જાય
આવી આંગણે કૃપા મળે મળેલદેહને,એ માતાનીજ કૃપાનો અનુભવ આપી જાય
જીવનમાં સમયની સાથે ચાલતા દેહને રાહ મળે,જે મળેલ જન્મપાવન કરી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ જીવને મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
===================================================================
June 13th 2021
**
**
. ં.માતાની કૃપા મળે
તાઃ૧૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખી દુર્ગા માતાની પુંજા કરતા,મળેલ દેહ પર પવિત્ર કૃપા થાય
પવિત્રકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે જીવપર કૃપા કરતા સુખ મળી જાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
ધુપદીપથી પુંજન કરતા માતાનોપ્રેમ મળે,જે જીવના દેહને અનુભવ થાય
કૃપાથી જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય,ના તકલીફ કે અપેક્ષા અડી જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરતા,માતાની કૃપાજ મળી જાય
મળેલદેહપર પવિત્રકૃપામળે માતાની,જે જીવનમાં પવિત્રશાંંતિ આપી જાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
અનંત કૃપાળુ દુર્ગામાતા છે,જે હિંદુધર્મમાં નવરાત્રીના નવદીવસ પુંજા કરાય
માતાના પવિત્રશક્તિ નવ સ્વરૂપ છે,જેમની ગરબેઘુમીને વંદના કરી પુંજાય
ભારતદેશમાં અનેકદેહથી દેવ અને દેવીઓથી પધાર્યા,જે પુંજાથી અનુભવાય
દુર્ગા માતાનો પ્રેમ અને કૃપા મળતા,જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરીને જીવાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
#################################################################
June 13th 2021
##
##
. . પ્રેમને પકડજો
તાઃ૧૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને પાવનપ્રેમની રાહ મળે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
પવિત્રરાહે જીવનજીવવા આંગળીચીંધી,ભક્ત જલારામ પ્રેરણા આપી જાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
જીવને સંબંધ અવનીપરના દેહથી,એ સમયસંગે મળેલદેહના કર્મથી મેળવાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાત,જે જીવનમાં ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા જીવનમાં,પરમાત્માનો પવિત્રપ્રેમ દેહને મળી જાય
અદભુત કૃપાળુ પરમાત્મા અનેકદેહથી.ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મ લઈજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
સમય સમજીને ચાલતા દેહપર પ્રેભુની કૃપા થાય,જે દેહને સદમાર્ગે લઈ જાય
ભક્ત જલારામની પ્રેરણા મળેલ માનવદેહને,પવિત્રરાહે જીવવા પ્રેરણા કરીજાય
પવિત્ર શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,સમયે પરમાત્મા દેહની પરીક્ષાય કરી જાય
જગતમાં મળેલદેહને નાકોઇ અપેક્ષાથી જીવતા,કૃપાએ જીવને મુક્તિ મળીજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
***************************************************************
June 12th 2021
##
##
. .કળીયુગની કાતર
તાઃ૧૨/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલદેહને સમયસાથે ચાલવુ પડે,નાકોઇજ જીવથી છટકાય
કુદરતની આ લીલા જગતપર,જ્યાં જીવના દેહને શ્રધ્ધાથી વંદન કરાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
અવનીપરના જીવના દેહને સમયની સાથે ચાલતા,પ્રભુની કૃપાથી બચાય
જગતપર મળેલદેહ ના કોઇની તાકાત છે,જે સમયની અસરથી છટકાય
પરમકૃપાનો સાગરવહે ધરતીપર,જ્યાં શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજા કરાય
પવિત્ર શાંંતિ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએજ મળતી જાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
જીવને મળેદેહ એગતજન્મના થયેલકર્મ,એ જીવને આવનજાવન દઈ જાય
માનવદેહ એ કૃપાપ્રભુની,જે જીવને પશુપક્ષીપ્રાણીના દેહથી બચાવી જાય
મનુષ્યદેહને સમયની સાથે ચાલતા,મળેલદેહને ઉંમરથી સમય પસાર થાય
જે દેહને કળીયુગની કાતરથી બચાવે,એપ્રભુકૃપાએ મળેલજન્મ પવિત્ર થાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
##################################################################
June 11th 2021
##
##
. .પ્રેમની પકડ મળી
તાઃ૧૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપાની રાહ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જે જીવપર કૃપા કરી જાય
મળેલકૃપા એમાનવદેહને સમયની સમજણથી,એનાથી પ્રેમની પકડ મળીજાય
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
કળીયુગની આ લીલા જે દેખાવની રાહે લઈ જાય,જે મળેલદેહને ના સમજાય
જન્મો જન્મનો સંબંધ જીવને અવનીપર,અનેક દેહને માનવદેહથીજ બચાવાય
ના કોઇજ અપેક્ષા જીવને મળેલદેહની,કે ના મોહ માયા જીવનમાં અડી જાય
કુદરતની આ લીલા જગતપર જે નિખાલસ,ભાવનાને જીવનમાં રાખીને જીવાય
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
જીવને પાવનપ્રેરણા મળૅલ આશિર્વાદથી,જેથી નિર્મળ પ્રેમની પકડ મળી જાય
ના કોઇજ માગણીનો સ્પર્શ થાય,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણા આપી જાય
સમયનો સ્પર્શથાય જીવના મળેલદેહને,એ પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ દઈ જાય
પરમાત્માની કૃપા મળે સમયે જીવનમાં,જ્યાં ભક્તિ ભાવનાથી પ્રભુને વંદન થાય
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
,
June 11th 2021

. .પરમકૃપાળુ મહાદેવ
તાઃ૧૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને શ્રીમહાદેવની પુંજા કરતા,પરમકૃપા ભક્તપર થાય
સંગેમાતા પાર્વતીનોય પ્રેમ મળે,જે પરિવારને સુખ આપી જાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
પવિત્ર માતાપિતા હતા પવિત્રપુત્ર,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
ભારતની ધરતીને પવિત્રકરવા,ગંગાનદીને શંકરભગવાન વહાવીજાય
જન્મલીધો પવિત્ર નામથી,જે ભોલેનાથ,મહાદેવ,શંકરથી ઓળખાય
હિમાલયના પુત્રી પાર્વતી હતા,જે શંકર ભગવાનની પત્ની કહેવાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
અજબ પવિત્ર શક્તિશાળી દેહ લીધા,જે ૐ નમઃ શિવાયથી પુંજાય
સાથે બમ બમ ભોલે મહાદેવ,અને પાર્વતી પતિ મહાદેવથીય પુંજાય
પરિવારમા બીજા પુત્ર કાર્તિકેય જન્મ્યા,પુત્રી અશોકસુંદરી જન્મીજાય
ભારતમાં પરમાત્માએ પવિત્રદેહ લીધા,જે શ્રધ્ધાભક્તિથી પુંજા કરાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
##########################################################
June 10th 2021

. .આંગળી ચીંધી
તાઃ૧૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને આંગળી ચીંધી જીવનમાં,જે મળેલ જન્મને પ્રેરણા આપી જાય
હિંદુધર્મમાં પરમાત્માની પરમકૃપા મળી,જયાં શ્રધ્ધાથી ભક્તિરાહ મળીજાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
ભારતનીભુમીને પવિત્રકરવા પાથરીગામમાં,જન્મલીધો જે પવિત્રજીવ કહેવાય
મળેલદેહની માનવતા પ્રસરાવવાની પ્રેરણાકરી,શ્રધ્ધાસબુરીને સમજતા દેખાય
પરમાત્માની પાવન આંગળીચીંધી સાંઇએ,જે પવિત્રસંત સાંઇબાબા થઈજાય
માનવદેહને હિંદુમુસ્લીમનો સંબંધનાઅડે,એ શ્રધ્ધાસબુરીની પવિત્રરાહે દેખાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મ પર થઈ,જે પવિત્ર સંતના જીવથી જન્મ લઈ જાય
વિરપુરગામમાં ઠક્કર કુળમાં જન્મલીધો,જે હિંન્દુ ધર્મમાં જલારામથીઓળખાય
મળેલ માનવદેહને આંગળી ચીંધી જીવનમાં,જે ભુખ્યાને ભોજનથી પ્રેરી જાય
ના કોઇજ અપેક્ષાથી ભોજન આપતા,પ્રભુનો પાવનકૃપાજ દેહને મળતી જાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
################################################################
June 9th 2021
###
###
. .કળીયુગની કેડી
તાઃ૯/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
સમયની સમજણ એ પ્રભુકૃપા માનવદેહપર,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
કુદરતની આ પાવનલીલા જગતપર થાય,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને પુંજાય
માનવદેહને સમજણનો સંગાથ મળે જીવનમાં,જ્યાં માબાપને વંદન કરાય
જીવનમાં પવિત્રરાહે જીવવા,પવિત્ર પરમાત્માના દેહની ધુપદીપથીપુંજાથાય
કળીયુગમાં નાકોઇની તાકાત અવનીપર,જે સમયની આફતથી બચી જાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
કુદરતની આ લીલા ધરતીપર આવી,ના કોઇની તાકાત કે દુરરહી જવાય
કળીયુગની આ કેડી સમયસંગે ચાલે,જગતપર ના કોઇથી સમયને છોડાય
પવિત્ર સમયે પરમાત્માએ કૃપા કરી,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
મળેલદેહને સમયથી બચાવવા,પ્રભુની પુંજાકરી પરિવાર સહિત વંદનકરાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@