January 20th 2016
. .લગ્નજીવન

. Happy Marriage Anniversary
તાઃ૨૦/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની અસીમ કૃપાએ,રાહુલને સાચો સંગાથ મળી જાય
કર્મની પવિત્રકેડી લઇ જીવતા,પત્ની મીતાનો સાથ મળી જાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળ્યો જ્યાં પ્રેમ માબાપનો,ત્યાં રાહુલને નિર્મળ રાહ મળી જાય
ભણતર એ જીવનની કેડી,જે મેળવતા સાચીસમજણ મળી જાય
મળી ગયો માબાપનો પ્રેમ,સંગે ભાઈ બહેનની પ્રીત મળી જાય
કૃપા મળી ભગવાનની તેને,જે મીતાના લગ્ન બંધનથી દેખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
પવિત્રજીવનની રાહે જીવતા,માતાપિતાનોપ્રેમ પણ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી પકડતા, પુત્ર યુગ સાચી રાહ ચાલી જાય
એજ રાહે જીવન જીવતી દીકરી ક્રિશ્ના,માબાપને વંદન કરી જાય
સફળતાનો સંગાથ મળે જીવનમાં,જ્યાં સાચી નિર્મળભક્તિ થાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળે પ્રેમ માબાપનો રાહુલને,જ્યાં નિખાલસ સેવા એ કરી જાય
અ.સૌ.મીતાને પણ મળે પ્રેમ તેમનો,જ્યાં સંસ્કાર સાચવી જાય
સુખ શાંન્તીની રાહે જીવન જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
ભાઈ પ્રદીપને આનંદઅનેરો,સંગે રમા,રવિ,દીપલ પણ હરખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
. .મારા નાનાભાઈ રાહુલના ૨૦મી જાન્યુઆરીના રોજ જીવનસંગીની
અ.સૌ.મીતાની સાથે લગ્ન થયા.તે દીવસની યાદ રૂપે આ કાવ્ય સપ્રેમ
જય શ્રી સ્વામીનારાયણ સહિત ભેંટ. જાન્યુઆરી ૨૦,૨૦૧૬
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના જય જલારામ.
August 21st 2015
……………. . મમ્મી મારી
તાઃ૨૨/૮/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મમ્મી મારી મધુર પ્રેમ લઈને,હ્યુસ્ટન મળવા આવી ગઈ
ઉંમરને ના આંબે કોઇ જગતમાં,મા ચોરાણુ વર્ષની થઈ
………એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.
આવ્યા આંગણે પ્રેમ લઈને,સૌને અનંત પ્રેમ આપ્યો અહીં
જલાસાંઇની અસીમ કૃપાએ,નિર્મળજીવન એ જીવે છે અહીં
ભણતરની ઉજ્વળકેડી પ્રદીપની,જ્યાં પિતાથી રાહ ચીંધાય
મળી ભક્તિરાહ જીવનમાં,જ્યાં માતાના સંસ્કારને સચવાય
……….એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.
હ્યુસ્ટન આવી આશિર્વાદ દીધા,જે અમારા નસીબ કહેવાય
રમા,રવિ,દીપલ,હિમાને વ્હાલકરે,ને વિરને પ્રેમકરી જાય
નિશીતકુમારને આશિર્વાદઆપે,જ્યાં એચરણને સ્પર્શી જાય
દીકરા પ્રદીપને હરખતોજોઇ,કમળાબાને અનંત આનંદથાય
………..એજ અમારો પ્રેમ માબાપથી,ખેંચી લાવ્યો પ્રેમથી અહીં.
============================================
. .મારા મમ્મી કમળાબા અમારો પ્રેમ પારખી અમારે ઘેર પધારી ઘર
પવિત્ર કર્યુ તે અમારા ધન્યભાગ્ય.મારાપુત્ર રવિના પુત્ર વિર જે કુટુંબની
ચોથી પેઢી થઈ તેને પ્રેમથી વ્હાલ કરી આશિર્વાદ આપી અમને પવિત્ર રાહે
લઈ જાયછે તેમાટે મારા માબાપનો ખુબજ આભાર.મારા ભાઈ બહેનોનો પ્રેમ
મળે છે તે માટે પણ તેમને પ્રેમથી વંદન સહિત જય જલારામ,જય સાંઇબાબા.
લી. પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,હીમા સહિત વિરના વંદન.
July 3rd 2015

. .જીવનસંગીની
તાઃ૩/૭/૨૦૧૫ (તાઃ૩/૭/૧૯૬૦) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મદીન છે આજે રમાનો,જે મારી જીવનસંગીની કહેવાય
પ્રેમ ભાવથી જીવન જીવીને,અંતરથી એ સાથ આપી જાય
…………..મળ્યો જ્યારથી સહવાસ જીવનમાં,સુખશાંન્તિ મળી જાય.
ડગલે પગલે નિર્મળ સાથ આપતા,અનેક વર્ષો વહી જાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો,જ્યાં રમાનો સાથ મળી જાય
ભક્તિનો સંગ સાથે રાખતાજ,ઉજ્વળરાહ પણ મળી જાય
જલાસાંઇની અસીમ કૃપાએ,મળેલ જીવન સરળ થઈ જાય
…………..મળ્યો જ્યારથી સહવાસ જીવનમાં,સુખશાંન્તિ મળી જાય.
ઉજ્વળ જીવનનીરાહ મળી,દીકરા રવિને જે ભણતરે દેખાય
દીકરી દીપલ વ્હાલ કરી,મમ્મીનો જન્મ દીવસ ઉજવી જાય
પ્રવિત્ર દીને પ્રાર્થના જલાસાંઇને,રમાને પવિત્રરાહ દઈ જાય
મોહમાયા નાસ્પર્શે રમાને,ત્યાંજ ઘરમાં સુખશાંન્તિમળી જાય
…………..મળ્યો જ્યારથી સહવાસ જીવનમાં,સુખશાંન્તિ મળી જાય.
=============================================
. ……આજે મારી પત્નિ રમાનો જન્મદીવસ છે.સંત પુજ્ય જલાસાંઇને અને
પિતા ભોલેનાથને વંદન કરી પ્રાર્થના કરુ છુ કે મને અને મારા સંતાન રવિ
અને દીપલને મળેલ જન્મ સાર્થક કરી તન,મન,ધનથી શાંન્તિ આપી સદાય
પ્રેમની વર્ષા વરસાવે.
લી. પ્રદીપના જય જલારામ સહિત રમાને હેપ્પી બર્થ ડે.
February 2nd 2015
. ચી.નીલની કેડી
તાઃ૨૦/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમની ગંગા લઈને,ચી.નીલ પવિત્ર સ્નેહ આપી જાય
સંસ્કારની શીતળકેડી માબાપની,ઉજ્વળ જીવનએ જીવી જાય
. …………………..નિર્મળ પ્રેમની ગંગા લઈને.
આજકાલને ના પકડાતા જીવનમાં,ચોત્રીસ વર્ષને આંબી જાય
લઈને સાચીકેડી ભણતરની,સરસ્વતીમાની કૃપાએપામી જાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,માનવ જન્મને સફળ એ કરી જાય
પાવનપ્રેમની જ્યોત મળતા સૌની,પવિત્રરાહને સાચવી જાય
. …………………….નિર્મળ પ્રેમની ગંગા લઈને.
લાગણી મોહના કદી સ્પર્શે નીલને,નિર્મળરાહ એ મેળવી જાય
મમ્મી સુરેખાબેનના ચરણને સ્પર્શી,સંસ્કારને એ સાચવી જાય
પિતા રાજનભાઇની ભણતરની કેડી,ઉજ્વળરાહને મેળવી જાય
વંદન વડીલોને કરી જીવનમાં,જલાસાંઇની કૃપાએ પામી જાય
. …………………….નિર્મળ પ્રેમની ગંગા લઈને.
પ્રેમ લીધો માબાપનો નીલે,જ્યાં કુટુંબને પ્રેમે માર્ગદર્શન દેવાય
બહેન સેજલનો પ્રેમઅનેરો,ભાઈ નીલની આંખો ભીની કરી જાય
જયકુમાર તો વહાલા બનેવી,સૌને નિર્મળપ્રેમ પણ આપી જાય
જીજાજીનો પ્રેમ મળતા નીલને,હૈયામાં આનંદનીવર્ષા થઈ જાય
. ………………………નિર્મળ પ્રેમની ગંગા લઈને.
માનવતાની મહેંક મળી માબાપથી,જે સંસ્કારને સાચવી જાય
ઉજ્વળ જીવનની રાહ મળે કૃપાએ,જે સાચી માનવતા કહેવાય
મહેનત મનથી કરે જીવનમાં,માબાપનેય અનંત આનંદ થાય
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,આ જીવન પણ ઉજ્વળ થાય
. …………………….નિર્મળ પ્રેમની ગંગા લઈને.
—————————————————————————
. મમ્મી સુરેખાબેન,પપ્પા શ્રી રાજનભાઇ શાહ વ્હાલા પુત્ર ચી. નીલને
આશીર્વાદ સહિત તેના લગ્નદીનની યાદ રૂપે સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી જય જલાસાંઇ.
November 21st 2014

.
.
.
.
.
. લગ્ન જીવન
તાઃ૧૮/૧૧/૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. . (લગ્ન તાઃ૨૧/૧૧/૨૦૧૧)
કર્મનાબંધન છે જીવની જોડી,કુદરતના પ્રેમથી મળી જાય
જન્મલગ્ન એયાદ છે જીવની,અનંત આનંદે એને ઉજવાય
…એવી આવી રવિ હિમાના લગ્નની તારીખ,પપ્પા મમ્મી ખુબ હરખાય.
પ્રેમ નિખાલસ પામી લેતા,જીવનમાં આનંદ મળી જાય
હિમા રવિની ઉજ્વળ કેડીએ,સંસારમાં મહેંક પ્રસરી જાય
સંસ્કારને સાચવી જીવન જીવતા,મમ્મી પપ્પાય હરખાય
અંતરથી આશીર્વાદ મળતાં જ,વિરનુ આગમન થઇ જાય
…એવી આવી રવિ હિમાના લગ્નની તારીખ,પપ્પા મમ્મી ખુબ હરખાય.
અજબશ્રધ્ધા રવિની જલાસાંઇ કૃપાએ,સાચીરાહ મેળવાય
ઉજ્વળ જીવનની કેડીએજ,હિમા જીવનસંગીની મળી જાય
આશીર્વાદ મેળવી માબાપના,અમારી પુત્રવધુએ થઈ જાય
હ્યુસ્ટન આવી સંસ્કારસાચવી,ઉજ્વળ જીવનએ મેળવીજાય
…એવી આવી રવિ હિમાના લગ્નની તારીખ,પપ્પા મમ્મી ખુબ હરખાય.
==========================================
. અમારા વ્હાલા પુત્ર ચી.રવિના લગ્ન ચી.અ.સૌ.હિમાની સાથે આ તારીખે થયા
જેની યાદ રૂપે આ કાવ્ય અંતરના પ્રેમથી સંત પુજય જલારામ બાપા અને સંત પુજ્ય
શ્રી સાંઇબાબાની અસીમકૃપા મેળવી પવિત્ર અને ઉજ્વળ જીવન મેળવે તેજ અમારા
આશિર્વાદ સહિત આ લખાયેલ કાવ્ય અર્પણ.
લી.પપ્પા,મમ્મી,ના જય જલારામ અને જય સાંઇરબાબા સહિત આશિર્વાદ.
અને મોટીબહેન દીપલબેન અને બનેવી નીશીતકુમારના જય જલારામ
November 4th 2014

.
.
.
.
.
.
.
.
.
.
. દીકરીની બર્થડે
તાઃ૪/૧૧/૨૦૧૪ (૪/૧૧/૧૯૮૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાડલી વ્હાલી દીકરી દીપલનો,આજે જન્મ દીવસ ઉજવાય
આજકાલની નિર્મળકેડીએ જીવતા,આજે એ ત્રીસવર્ષની થાય
…એવી વ્હાલી દીકરી નિશીતકુમાર સંગે ઉજ્વળ જીવન જીવી જાય.
પાપાપગલી કરતી નાની દીપલ,પપ્પાને જોઇને દોડી જાય
આવે દોડી હગ કરી વ્હાલ પામતી,એ જ પ્રેમ સાચો કહેવાય
ભણતરની કેડી પકડીને જીવનમાં,ઉજ્વળમાર્ગ મેળવી જાય
હ્યુસ્ટનઆવી લાયકાતમેળવી,જીવનમાં સાચીરાહ મળી જાય
…એવી વ્હાલી દીકરી નિશીતકુમાર સંગે ઉજ્વળ જીવન જીવી જાય.
જલાસાંઇની અસીમકૃપાએ,નિશીતકુમારની સંગીનીએ થાય
પ્રેમ લાગણી અંતરથી મળતાં,પંકજભાઇને નીલાબેન હરખાય
કર્મના બંધનની છે નિર્મળ કેડી,એ લગ્નના બંધનથી મેળવાય
પરમકૃપા શ્રી સ્વામીનારાયણની,જે હ્યુસ્ટન આવતા મળી જાય
…એવી વ્હાલી દીકરી નિશીતકુમાર સંગે ઉજ્વળ જીવન જીવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++
. .આજે મારી વ્હાલી દીકરી દીપલનો ત્રીસમો જન્મદીવસ છે.તે નિમિત્તે આ
લખાણ તેને ભેંટ.સાથે જમાઇ નિશીતકુમારને તેમના પપ્પા પંકજભાઇ મમ્મી નીલાબેનને
પ્રદીપ અને રમાના જલારામ જય સાંઇબાબા સહિત જય શ્રી સ્વામીનારાયણ.
November 1st 2014
. સિધ્ધિવિનાયક દેવ

.
.
.
.
.
.
.
. .સિધ્ધિવિનાયકદેવ
તાઃ૧/૧૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચી શ્રધ્ધાએ ભક્તિ કરતા જ,શિવપુત્ર શ્રીગણપતિજી હરખાય
સિધ્ધિવિનાયક દેવ મુંબઈથી હ્યુસ્ટન આવ્યા,એજ કૃપા કહેવાય
…………………. એજ સાચી ભક્તિ મહારાજ શ્રી પ્રદીપ પંડ્યાની કહેવાય.
મોહમાયાને દુર રાખીને પુંજનકરતા,ભક્તોનો સાચોપ્રેમ આવી જાય
સુખશાંન્તિની પવિત્ર જ્યોતે જીવનમાં,પત્ની પુંજાનો પ્રેમ મળી જાય
અખંડપ્રેમની કેડી મળી માબાપથી,એ ભક્તિએજ હ્યુસ્ટન આવી જાય
અનંતલાયકાત અને કૃપાએ,સિધ્ધિવિનાયક મંદીર પણ એ કરીજાય
…………………… એજ સાચી ભક્તિ મહારાજ શ્રી પ્રદીપ પંડ્યાની કહેવાય.
ઉજ્વળ સોપાન લીધા ભણતરમાં,જે પવિત્રધર્મની લાયકાત કહેવાય
સાચો પ્રેમ મળ્યો છે સૌ ભક્તોનો,જે જીવનમાં ઉજ્વળરાહ આપી જાય
નાઅપેક્ષા નાકોઇ માગણી,પરમકૃપાએ સિદ્ધિવિનાયક મંદીર થઇ જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની સાચીકૃપા મળી જાય
…………………… એજ સાચી ભક્તિ મહારાજ શ્રી પ્રદીપ પંડ્યાની કહેવાય.
**********************************************************
. હ્યુસ્ટનમાં શ્રી સિધ્ધિવિનાયકદેવનુ સર્વ પ્રથમ મંદીર પંડીત શ્રી પ્રદીપભાઇ પંડ્યાએ
કર્યું જે એક પવિત્ર કામ કહેવાય તે નિમીત્તે આ કાવ્ય સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
August 20th 2014

. .અમીતને આનંદ
તાઃ૯/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અરવિંદકુમારને આનંદ અનેરો,ને કૈલાસબેન પણ હરખાય
મળે પ્રેમ સંતાનોનો અંતરથી,ના માગણી કોઇ ક્યાંય રખાય
…એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય
લગ્ન જીવનની નિર્મળકેડીએ,કૌટુમ્બીક વૃક્ષ ઉજવળ દેખાય
દિકરી વ્હાલી જયશ્રીને જીવન સંગાથી,જય કુમાર મળી જાય
પ્રેમની પાવનકેડી સુનીલકુમારથી,દીકરી પિન્કુને મળી જાય
વ્હાલી દીકરી મિતલ પણ,પતિ હીતેનકુમારના પ્રેમે હરખાય
વિશાલકુમારની પ્રેમાળ જીવન રાહે,વૈશાલીને પ્રેમમળી જાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય
અમીતને ઉજ્વળકેડી માબાપના આશીર્વાદથી મળી જાય
અ.સૌ.શ્વેતાને જીવનસંગીની બનાવી,એટલાન્ટાય લવાય
મનથી મહેનત કરી જીવતા સંતાનથી માબાપ ખુબ હરખાય
કૈલાસબેનની નાની બેન રમાને,મળતા અનંત આનંદ થાય
પ્રદીપમાસા આવી રવિ,દીપલ,નિશીત,હિમાનો પ્રેમ આપીજાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય
====================================================
. .પુજ્ય અરવિંદલાલ અને કૈલાસબેનના વ્હાલા પુત્ર અમીતને જીવનસંગાથી
તરીકે અ.સૌ.શ્વેતાનો સંગાથ મળતા સંત જલારામબાપા અને સંત સાંઇબાબા તનમન
ઘનથી શાંન્તિ આપી ઉજ્વળ જીવનનીરાહ આપે તે પવિત્ર ભાવનાએ આ લખાણ સપ્રેમ
હ્યુસ્ટનથી પ્રદીપમાસા,રમામાસી તરફથી ભેંટ તાઃ૯/૭/૨૦૧૪
February 16th 2014

. . મોટીબેનનો પ્રેમ
તાઃ૧૫/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમની આંગળી પકડી,આવ્યા હ્યુસ્ટન રમાને ઘેર
એવા રમાના મોટા કૈલાસબેન,અમને આપ્યો સાચો પ્રેમ
. …………………..નિર્મળ પ્રેમની આંગળી પકડી.
લાગણી પ્રેમ નિખાલસ રાખી,આવી બેનને આપ્યો પ્રેમ
બનેવી અરવિંદલાલની કેડીએ,પ્રેમ દીધો અંતરથી એમ
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,મળ્યા જીવનમાં નિર્મળ વ્હેણ
દીકરા અમીતની પ્રેમાળ જ્યોતે,મમ્મી હ્યુસ્ટન લાવી પ્રેમ
. ………………….. નિર્મળ પ્રેમની આંગળી પકડી.
સમય નાપકડાતા કોઇથી,અઢાર વર્ષે આવી મળ્યા બંન્ને બેન
આશીર્વાદ અંતરથી દેતા,મળ્યો રવિ,દીપલને માસીનો પ્રેમ
મળ્યા સંસ્કાર મમ્મી પપ્પાના સંતાનને વર્તનથીજ દેખાય
જયશ્રી,પીન્કુ, મીત્તલ,વૈશાલીના,માસીને ફોન પણઆવી જાય
. ……………………નિર્મળ પ્રેમની આંગળી પકડી.
++++++++++++++++++++++++++++++++++=
. .રમાના મોટીબેન પુજ્ય કૈલાસબેન વર્ષો બાદ તેને હ્યુસ્ટન આવી મળ્યા
તેની યાદ રૂપે આ કાવ્ય અમારા તરફથી જય જલારામ સહિત સપ્રેમ ભેંટ
લી.પ્રદીપ,રમા રવિ,હીમા,દીપલ,નિશીતકુમાર હ્યુસ્ટન.તાઃ૧૫/૨/૨૦૧૪
August 7th 2013

. . કુળદેવી કાળકા
તાઃ૭/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા કાળકા કુળદેવી મારી,ઉજ્વળ જીવન મને દેનારી
પ્રેમભાવના સંગે ભક્તિ જોઇ,સદા અમારી સંગે રહેનારી
. …………………માતા કાળકા કુળદેવી મારી.
અજબ શક્તિ છે એ ધરનારી,પાવનરાહ ભક્તિએ દેનારી
તન મન ધનને એ સંભાળતી,પ્રદીપની શ્રધ્ધાને સ્વીકારી
આવીઆંગણે રક્ષણ કરનારી,સૌનેપાવન જીવનએ દેનારી
સદા નિર્મળ દ્રષ્ટિ રાખી,રમા રવિ દીપલને એ સંભાળનારી
. ………………….માતા કાળકા કુળદેવી મારી.
કર્મને સાચી ગતી એ દેનારી,ઉજ્વળ જીવન પણ કરનારી
મોહમાયાથી સૌને બચાવનારી,જીવને સદમાર્ગે દોરનારી
ભુતપ્રેતને એ ભગાડનારી,પવિત્રકર્મથી જીવ બચાવનારી
કુળનીલાજ સદા રાખનારી,મુક્તિ જીવને એજ અપાવનારી
. ………………….માતા કાળકા કુળદેવી મારી.
***********************************************
ૐ ક્રીંમ કાલીયે નમઃ ૐ ક્રીંમ કાલીયે નમઃ ૐ ક્રીંમ કાલીયે નમઃ
++++++++++++++++++++++++++++++++++++