February 1st 2009

વ્હાલી એકતા

                       વ્હાલી એકતા
                         (જન્મદીન)
તાઃ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૦૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાપાપગલી ભરતી ચાલે અમારી નાની નાની એકતા
ડગમગ ડગમગ કરતી ચાલે, નાની નાની એકતા

પ્યાલી પ્યાલી વ્હાલી લાગે નાની નાની એકતા
પપ્પા મમ્મી કલતી દોડે વ્હાલી નાની નાની એકતા

મમ્મીના ખોળામાં રમતી અમારી નાની નાની એકતા
રોમીલની આંગળી પકડી ચાલે બેની નાની નાની એકતા

આનંદઆનંદ સૌને હૈયે જોઇને નાની નાની એકતા
વ્હાલ રમાને હૈયે ઉભરે જોઇને ભાઇની નાની એકતા

દીપલ પકડી જકડી રાખે નાનકડી વ્હાલી એકતા
રવિ,પ્રદીપને આનંદ હૈયે જોઇને નાની નાની એકતા

ઘણી જ વ્હાલી સુંદર લાગે સૌને નાની નાની એકતા
એકવર્ષની આજે થઇતોય લાગેમોટી નાની નાની એકતા

ઇષ્ટદેવને વંદન કરતા પ્રાર્થે સૌ સ્નેહી જનો
સુખ સમૃધ્ધિમય વૈભવી જીવન પામે અમારી વ્હાલી…
……… નાની નાની એકતા…….
____________________________________________
અમારી વ્હાલી એકતાના આગમનને આ કુટુંબમાં એક વર્ષ થતાં
યાદ રુપે ભેંટ. જન્મ તાઃ ૧૦મી ફેબ્રુઆરી ૨૦૦૦. હ્યુસ્ટન

April 19th 2008

સ્વ.હિરાબાની યાદ

                                 jalaram.jpg                  

 જય શ્રી રામ                                         જય જલારામબાપા
૧૫/૪/૨૦૦૮      સ્વ.હિરાબાની યાદ      પ્રદીપ બ્રહ્મભટ્ટ
                                     હ્યુસ્ટન.
જન્મ ધર્યો તમે  વીરપુરમાં, ને પાવન  કર્યો  આ જન્મ
જલાબાપાના વ્હાલા દિકરી,નેઅર્ધાગીનીહર્ષદભાઇના
                શ્રધ્ધાભક્તિ પ્રેમમળે ત્યાં ને ઉભરે સદાય હ્રદયેહેત
                લાગણી મળતા મળી અમને ને મળ્યોછે સાચોસ્નેહ
ગુરુવાર જલાબાપાને વ્હાલો,ને દીકરી એ મુક્યો સંસાર
સાલ૨૦૦૮નીદસમીએપ્રીલના,મુક્તિ મળી આ દેહથી
                   પવિત્રપાવન જીવનજીવીને,રાખેપ્રદીપરમાપરહેત
                   ક્યાંથીક્યાંઅમનેલાવી દીધાનેમળ્યા હ્યુસ્ટનમાછેક
મુક્તિ મળી છે આ દેહ થકી,નેછોડી ગયાઆ નાશ્વંતદેહ
સ્નેહ સુગંધ પ્રસરાવી ગયા,ને ઉભર્યા હૈયા સ્નેહે અનેક
                    અગ્નીદાહ મળશે આજે, ને મળશે પંચભુતે આ દેહ
                    વિલિન થશે આનશ્વરદેહ,ને ભક્તિનો સથવારો છેક
લાગણી સંતાનોની મળશે,ને આનંદ કિલ્લોલ છે મુક્યા
સંતાનોના સંતાનને દીઠા,ને સફળ બનાવ્યો આ જન્મ
                   હૈયા અમારા ભરાયા આજે, આ દેહ અમને નહી દિસે
                  આત્મા અજર અમર છે તેનો,મળે જલાબાપાનો સ્નેહ.

###########################################
     વીરપુર ગામના દિકરી પુ.હિરાબાએ તાઃ૧૦મી એપ્રીલ,૨૦૦૮ના ગુરુવારનાપવિત્ર
દીવસે હ્યુસ્ટનમાં પુજ્ય જલારામ બાપાની સેવા કરવા આ નશ્વર દેહે તેમના પતિ
શ્રી હર્ષદભાઇ તથા તેમના સંતાનોના હસતા ખેલતા સંસારનો ત્યાગ કરી સ્વર્ગતરફ
પ્રયાણ કર્યું.અને આજે આ દેહને અગ્નિસંસ્કાર મળશે તે પ્રસંગની યાદ રુપે અમારા
તરફથી આ કાવ્ય ભેંટ.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ તરફથી જય જલારામ સહિત પવિત્ર દેહને વંદન.

December 19th 2007

માબાપની માયા.

………………………માબાપની માયા
૧૩/૧૨/૦૭……………………………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

છાયા મમતાની જ્યાં, મળતી આ કાયાને;
ઉભરે અનંત હેત હૈયે,શબ્દ મળેના સર્જકને.
………………………………….ઓ મા તારો પ્રેમ પ્રેમથી દેજે.

બાળપણમાં ઘુંટણે ચાલતા,આંગળી તેં પકડી મારી;
પાપાપગલી કરતાં પડતો,ત્યારે હાથ પકડતી મારો.
……………………………………ઓ મા મારા હૈયે હેત ભરજે.

બારાખડીમાં હું જ્યાં ગુંચવાતો,પપ્પા સુધારી લેતા;
કખગમમાં હું ખચકાતો ત્યાં,પેન પાટી ધરી દેતા.
……………………………………પપ્પા ભુલ સુધારવા કહેતા.

પેનપાટીને થેલો લઇ હું,પ્રથમ પગથીયે ઉભો;
માબાપને શ્રધ્ધા મનમાં,દીકરો ભણશે અમારો.
…………………………………….ને હેત હૈયે વરસાવી દેતા.

વરસતી વર્ષા પ્રેમનીને,આર્શીવચન પણ મળતા;
લાગણી પારખી માબાપની,મન મક્કમ કરી લેતા.
…………………………………..ને માબાપની લાગણી જોતા.

ભુલ બાળક કરતાં જાણી,માફ માબાપ જ કરતાં;
હૈયેહેત રાખી મનથી અમને,ભુલ સુઘારવા કહેતા.
…………………………………..એવા છે માબાપ અમારાવ્હાલા.

પ્રદીપને માથે હાથ માબાપાના,ને આશીશ મનથી દેતા;
ઉજળું જીવન રમા,રવિનું,ને પ્રેમે વ્હાલ દીપલને કરતાં.
…………………………………..એવા વ્હાલા મારા મમ્મીપપ્પા.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

April 20th 2007

વ્હાલા સંતાન

                                  વ્હાલા સંતાન

                rajadipal.jpg

          નિરખી  જેને  મનડું  મારું  નિસદીન  છે મલકાય

              દૂર મુજથી થોડું જાતા ત્યાં આંખો આંસુથી છલકાય

                                      એવા વ્હાલા છે સંતાન મારા વ્હાલા છે સંતાન.

         માયા મુજને લાગી એવી જેની વાત મુજથી ન કહેવાય

              દીલમાં જેનું સ્થાન છે એવા પ્યારા વ્હાલા  છે દેખાય

                                                                          એવા વ્હાલા છે સંતાન.

         રોજ સવારે  ઉઠતાં જેનું  મુખડું હસતું છે દેખાય

              જયજલારામ કહેતા રવિનું મુખડું હંમેશા મલકાય

                                                                          એવા વ્હાલા છે સંતાન.

         પ્રેમ ભાઈનો મેળવતાં બહેન દિપલ પણ હરખાય

              ભાઈબહેનના હેતને જોઈને અમારા મનડા ઠરી જાય

                                                                         એવા વ્હાલા છે સંતાન.

         જ્યોત પ્રેમની અમે પ્રગટાવી  નિરખી રાજી થાજો

              મળેલા  સગપણને સાચવી  ભવોભવ  તરી જાશો

                                                                        એવા વ્હાલા છે સંતાન.

         પ્રભુભક્તિને સાથે રાખી ભણતર છે જીવનનું ચણતર

              આદરમાન તો સૌ કોઈને દેતા પ્યાર બાળકોનો લેતા

                                                                       એવા વ્હાલા છે સંતાન.

         છે અમારો સતત પ્રયત્ન સંભાળે સંસ્કારોને હરપળ

              માયામોહને રાખી દૂરજ વળગી રહે એ ધ્યેયે જીવનના

                                                                      એવા વ્હાલા છે સંતાન.

        પ્રભુભક્તિનું શરણું અમારે ભક્ત જલાની લગની અમને

             દાદા વ્હાલા પ્રદીપ રમાને તેથી માયા ન અમને છે વળગી

                                                                      એવા વ્હાલા છે સંતાન.

                                                       ———-

« Previous Page