February 6th 2015
. . પ્રેમની પપુડી
તાઃ૬/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગી આ દુનીયામાં ભઈ,પ્રેમની પપુડી વાગતી જાય
સરળ જીવન જીવવાને કાજે,નામળતા પ્રેમથી હરખાવાય
…………..એજ સાચી સમજણ કળીયુગમાં,જે શ્રધ્ધાએ સમજાય.
મળે માબાપનો પ્રેમસંતાનને,જેમળેલ જન્મસફળ કરીજાય
આંગળી પકડી પરમાત્માની ચાલતા,કર્મ સફળ થઈ જાય
આવતી આફતને આંબી લેવા,સંત જલાસાંઇની પુંજા થાય
સાચી ભક્તિરાહ પકડતા,આવતી પ્રેમની પપુડી ભાગીજાય
……………એજ સાચી સમજણ કળીયુગમાં,જે શ્રધ્ધાએ સમજાય.
લઘરવઘર કળીયુગી જીવન,ના કોઇ સંતસાધુથીય છટકાય
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં પાવનકર્મ જીવથી થાય
સાચાપ્રેમની વર્ષાએ,જીવપરઆવતી વ્યાધીઓ ભાગીજાય
ના પપુડી ખોટા પ્રેમની વાગે,કે નાકળીયુગી રાહ મળીજાય
…………..એજ સાચી સમજણ કળીયુગમાં,જે શ્રધ્ધાએ સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++
January 21st 2015
. . જ્ઞાન જ્યોત
તાઃ૨૧/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમ કૃપાએ,જીવને પાવનરાહ મળી જાય
અંતરથી મળેલ પ્રેમે,જીવનની જ્ઞાન જ્યોત પ્રગટી જાય
…….નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં પ્રેમની ગંગા વહી જાય.
માનવ જીવનની મહેંક પ્રસરતા,મળેલ જન્મ સાર્થક થાય
પળે પળની સરળ કેડીએ જીવતા,ઉજ્વળ રાહ મળી જાય
અવની પરના આગમનને, કર્મના બંધનથી જ સમજાય
પવિત્ર કર્મની કેડીએ જીવતા,જલા સાંઇની કૃપા થઈ જાય
…….નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં પ્રેમની ગંગા વહી જાય.
સરળ જીવનની કેડી મળે,જ્યાં મોહ માયાથી દુર જવાય
રામનામની પવિત્ર રાહે,મળેલ માનવ જીવન મહેંકી જાય
કુદરતની પરમ કૃપાએ જીવતા, ના ખોટી રાહ મળી જાય
અવની પરથી વિદાય મળતા,જીવથી મુક્તિ માર્ગે જવાય
…….નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં પ્રેમની ગંગા વહી જાય.
===================================
January 8th 2015
. .જીવનની ઝંઝટ
તાઃ૮/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતા માનવદેહ અવનીએ,પરમાત્માની પ્રેરણા થાય
કર્મબંધન જીવને જકડે,જે માનવીના વર્તનથી સમજાય
…….જીવને ઝંઝટ પળેપળ સ્પર્શે, એજ કળીયુગી કાતર કહેવાય.
થયેલ કર્મનાબંધન જીવના,અવનીના આગમને દેખાય
પામરપ્રેમની કેડી લઇને ચાલતા,તકલીફો ભાગતી જાય
અંતરમાં આનંદ ઉભરે નિરાળો,જ્યાં પરમાત્માકૃપા થાય
મળે ભક્તિરાહ જીવને,જે કર્મના બંધનને દુર કરતી જાય
……..જીવને ઝંઝટ પળેપળ સ્પર્શે, એજ કળીયુગી કાતર કહેવાય.
અવનીપરના આગમને દેહને ,ઉંમરની સીડી સ્પર્શી જાય
સમયની કેડી છે નિરાળી,જલાસાંઇની ભક્તિએ મેળવાય
નિર્મળ ભાવે જીવન જીવતા,કર્મની કેડી સરળ થતી જાય
સરળ રાહે જીવનજીવતા,જીવનની ઝંઝટ દુર ચાલી જાય
……..જીવને ઝંઝટ પળેપળ સ્પર્શે, એજ કળીયુગી કાતર કહેવાય.
=====================================
January 4th 2015
. .પરખ નજરની
તાઃ૪/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગળી પકડી ચાલતા જીવનમાં,અનેક અનુભવો થઈ જાય
સમયની સમજ મનથી મેળવતા,અનુભવ વર્તનથી મેળવાય
………………….એજ સાચી પરખ છે સમયની,જે જીવનમાં દોરી જાય.
માનવ જીવનની મહેંકપ્રસરે,જ્યાં પવિત્રરાહ જીવને મળી જાય
પ્રેમનીચાદર જીવનમાં પ્રસરતા,નિર્મળ માનવજીવનમળીજાય
અપેક્ષાની જ્યાં કેડી છુટે જીવનમાં,નિર્મળપ્રેમની પરખથઈજાય
માનવજીવન એ કૃપા પ્રભુની,જે અવનીએ આગમનથી સમજાય
…………………..એજ સાચી પરખ છે સમયની,જે જીવનમાં દોરી જાય.
સત્કર્મને પકડી ચાલતા જીવને,સંત જલાસાંઇની કૃપા થઈ જાય
સંસારને પકડી ભક્તિરાહ પકડતા,ના કુકર્મ જવનમાં અડી જાય
ભક્તિભાવના સંગે જીવતા,કુટુંબને સતતસાચો પ્રેમ મળતોજાય
અંતરથી મળેલ પ્રેમની સાચીપરખ,જીવને અનુભવથીમળીજાય
…………………..એજ સાચી પરખ છે સમયની,જે જીવનમાં દોરી જાય.
==================================
January 3rd 2015
. .સ્નેહ જ્યોત
તાઃ૩/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી ચાલતા પ્રેમને જીવનમાં,મળે સફળતાના સોપાન
ના માગણી કે કોઇ અપેક્ષાએ,ના આફત કદીય મેળવાય
………. એજ મહેંક માનવદેહની,જીવનમાં સ્નેહ જ્યોત પ્રગટી જાય.
આગમન જીવનુ માનવદેહથી,જ્યાં પરમાત્માની કૃપા થાય
કર્મની કેડી એ બંધન જીવના,જે સંબંધથી જીવને મળી જાય
ભક્તિ માર્ગની ઉજ્વળ કેડીએ,સાચી ભક્તિ પ્રેમથી થઈજાય
નિર્મળસ્નેહ એ કૃપા કુદરતની,જીવનીજ્યોત પ્રગટાવી જાય
………… એજ મહેંક માનવદેહની,જીવનમાં સ્નેહ જ્યોત પ્રગટી જાય.
સરળ જીવનની રાહ મળતા,મળેલ માનવ દેહ સાર્થક થાય
મળે જીવનમાં જ્યોતપ્રેમની,જલાસાંઇની ભક્તિએદોરીજાય
પ્રેમભાવના શ્રધ્ધાના સંગે,પાવન કર્મની કેડી જ આપી જાય
એજ પવિત્રભાવનાએ જીવતા,જીવનીજ્યોત સરળથઈજાય
…… એજ મહેંક માનવદેહની,જીવનમાં સ્નેહ જ્યોત પ્રગટી જાય.
########################################
January 3rd 2015
. .વિદાય આગમન
તાઃ૨/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિદાય આગમન છે સમયની કેડી,નિર્મળ જીવનથી સમજાય
પામી પ્રેમ પરમાત્માનો જીવને,જન્મમરણથી એ સ્પર્શી જાય
……………….એજ બંધન જીવના જગતમાં,જેને કર્મબંધન કહેવાય.
પાવનકર્મની કેડીએજ જીવતા,મળેલ જન્મ સાર્થક થઈ જાય
મોહમાયાના સ્પર્શે જીવને,જે જીવને મુક્તિમાર્ગે જ દોરી જાય
ભગવાની નાજરૂર દેહને,કે ના કુટુંબ કે સંસારને છોડી જવાય
પરમાત્માની કૃપા પામવાને,સંસારી જલાસાંઇની ભક્તિથાય
……………….એજ બંધન જીવના જગતમાં,જેને કર્મબંધન કહેવાય.
સત્કર્મની સાંકળ છે નિરાળીજે,જીવનમાં સાચીરાહ આપીજાય
મનથી કરેલ ભક્તિ શ્રધ્ધાએ,ના આફત કળીયુગની અથડાય
મારૂ તારૂની માયા ના સ્પર્શે,કે ના આગમન અવનીએ થાય્
જીવનેવિદાય અવનીથી મળતા,વિદાય આગમનથી છટકાય
……………….એજ બંધન જીવના જગતમાં,જેને કર્મબંધન કહેવાય.
================================
December 23rd 2014
. . ડમડમ વાગે
તાઃ૨૩/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ડમડમ ડમડમા ડમરુ વાગે,નિર્મળ જીવનમાં જ્યોત જાગે
પામર ભાવના પ્રેમનીઆવે,ઉજ્વળ જીવનમાં શાંન્તિઆપે
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
કુદરતનીજ્યાં કૃપાઆવે, જીવનમાંભક્તિભાવની કેડી લાવે
સરળ જીવનની સાંકળ સંગે,જલાસાંઇની કૃપાને લઇ આવે
મનથીકરેલ ભક્તિ તનથીકરેલ મહેનત,માનવતા મહેકાવે
આવે પ્રેમની વર્ષા જીવનમાં ના જગતની કોઇ આંધી લાવે
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
સ્નેહાળ જીવનના સોપાન મળે,નામળે અપેક્ષાની કોઇ કેડી
માનવતાનો સંગ જીવનને સ્પર્શે,નાકળીયુગની કોઇ ચાદર
તન મન ધન એ કૃપા કરતારની,સાચી ભક્તિને સંગે રાખે ,
મળે પળેપળ આનંદ જીવને.જ્યાં પરમાત્માની કૃપાએ પામે
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
મોહમાયા લાકડી કળીયુગની,ના કોઇ જીવને એ દુર રાખે
મળેમાર્ગ જ્યાં નિર્મળભક્તિનો,સાચી સમજણથી સમજાય
પ્રેમનીપાવનકેડી મળે જીવનમાં,જ્યાં જયશ્રી કૃષ્ણબોલાય
આવી આંગણે કૃપામળે જીવને,સાચો મુક્તિમાર્ગ મળી જાય
……………મળે ના માયા મોહ જીવને,ના અભિમાનની સોટી વાગે.
+++++++++++++++++++++++++++++++++++++++
December 22nd 2014
. .લાગણી કે લાકડી
તાઃ૨૨/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રીતપ્રેમની શીતળ રાહ મળે,ત્યાં માનવતા મહેકી જાય
પાવન કર્મનીકેડી મળે જીવને,નાઝંઝટ કોઇ આપીજાય
………….આવી આંગણે પ્રેમ મળે,જે જીવન નિખાલસ કરી જાય.
નિર્મળતાના વાદળ છટકે,જ્યાં લાગણી ખોટી અડીજાય
પરમાત્માની પામે કૃપા,જ્યાં જીવથી ભક્તિપ્રેમથી થાય
પડે લાકડી દેહ પર ત્યારે,જ્યારે મોહમાયા વળગી જાય
નાઅંત આવેતેનો જીવનમાં,કે નાકોઇ આફતથી છટકાય
………….આવી આંગણે પ્રેમ મળે,જે જીવન નિખાલસ કરી જાય.
અંતરમાં આનંદ રહે જીવનમાં,ને ઉજ્વળ રાહ મળી જાય
શીતળસ્નેહની સરગમમળે,જે નિખાલસ જીવનઆપી જાય
મળે જીવનમાં શાંન્તિ અનેરી,અંતે નિર્મળ રાહ મળી જાય
મોહમાયાનીકેડી છુટતા,અંતે જીવથી મુક્તિમાર્ગ મેળવાય
………..આવી આંગણે પ્રેમ મળે,જે જીવન નિખાલસ કરી જાય.
=========================================
November 8th 2014
. નિર્મળ જ્યોત
તાઃ૮/૧૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ જ્યોત જીવનમાં પ્રગટે,જ્યાં સરળતાએ જીવાય
કળીયુગની કેડીમાં સમજણથી,આધી વ્યાધીથી છટકાય
………મનથી રાખી શ્રધ્ધાએ જીવતા,ભક્તિ જ્યોત પ્રગટી જાય.
માનવ જીવનમાં અનેક મુંઝવણ,દરેક પળે મળતી જાય
સમય સમજી પગલુ ભરતા,આવતી તકલીફથી બચાય
મળે કૃપા જલાસાંઇની જીવને,એ પાવન રાહ આપી જાય
મોહમાયાને દુર રાખતા,કળીયુગની નાકેડી કોઇમેળવાય
………….ત્યાં જ સાચી રાહ મેળવાય,જે પાવન કર્મ કરાવી જાય.
ઉજ્વળ જીવન એ પ્રભુ કૃપા,જે માનવજીવનમાં મેળવાય
મળતી અપેક્ષાએ જકડે જીવને,ના કોઇ દેખાવથી છટકાય
કર્મબંધન એ જીવના સંબંધ,અવનીએ આવનજાવન થાય
ભાવનારાખી ભક્તિ કરતાં,જીવને નિર્મળ જ્યોત મળી જાય
…………મળેલ માનવદેહ અવનીએ,કર્મના બંધનથી છુટી જાય
=======================================
November 3rd 2014
. .કાયા એ માયા
તાઃ૩/૧૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મરણના બંધન જીવને,અવનીએ આગમને સમજાય
પરમકૃપાળુ પરમાત્માની એલીલાએ,માનવદેહ મળી જાય
……………..શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,જીવ મુક્તિમાર્ગે દોરાય.
કર્મની કેડી એ જીવના બંધન,અનેક દેહે અવનીએ અવાય
નિર્મળતાની સાચી રાહે જીવતા,અંતે માનવદેહ મળી જાય
કર્મના બંધનએતો સંબંધ દેહના,ના કોઇથીય કદી છટકાય
માનવજીવન એ કૃપા પ્રભુની,જે સાચી ભક્તિએ સમજાય
…………….શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,જીવ મુક્તિમાર્ગે દોરાય.
માગણીમોહ એજીવનેજકડે,કળીયુગમાં કોઇથી નાછટકાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવથી નિર્મળ ભક્તિ થાય
જલાસાંઇની જ્યોતપ્રગટે,મળેલ માનવજીવન મહેંકીજાય
શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,મળેલ જીવન સાર્થક થઈ જાય
……………..શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,જીવ મુક્તિમાર્ગે દોરાય.
========================================