November 8th 2014

નિર્મળ જ્યોત

.                   નિર્મળ જ્યોત

તાઃ૮/૧૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ જ્યોત જીવનમાં પ્રગટે,જ્યાં સરળતાએ  જીવાય
કળીયુગની કેડીમાં સમજણથી,આધી વ્યાધીથી છટકાય
………મનથી રાખી શ્રધ્ધાએ જીવતા,ભક્તિ જ્યોત પ્રગટી જાય.
માનવ જીવનમાં અનેક મુંઝવણ,દરેક પળે મળતી જાય
સમય સમજી પગલુ ભરતા,આવતી તકલીફથી બચાય
મળે કૃપા જલાસાંઇની જીવને,એ પાવન રાહ આપી જાય
મોહમાયાને દુર રાખતા,કળીયુગની નાકેડી કોઇમેળવાય
………….ત્યાં જ સાચી રાહ મેળવાય,જે પાવન કર્મ કરાવી જાય.
ઉજ્વળ જીવન એ પ્રભુ કૃપા,જે માનવજીવનમાં મેળવાય
મળતી અપેક્ષાએ જકડે જીવને,ના કોઇ દેખાવથી છટકાય
કર્મબંધન એ જીવના સંબંધ,અવનીએ આવનજાવન થાય
ભાવનારાખી ભક્તિ કરતાં,જીવને નિર્મળ જ્યોત મળી જાય
…………મળેલ માનવદેહ અવનીએ,કર્મના બંધનથી છુટી જાય

=======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment