November 4th 2014

દીકરીની બર્થડે

Nish Dipal

 

 

.

.

.

.

.

.

.

.

.

.

.                      દીકરીની બર્થડે

તાઃ૪/૧૧/૨૦૧૪    (૪/૧૧/૧૯૮૩)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાડલી વ્હાલી દીકરી દીપલનો,આજે  જન્મ દીવસ ઉજવાય
આજકાલની નિર્મળકેડીએ જીવતા,આજે એ ત્રીસવર્ષની થાય
…એવી વ્હાલી દીકરી નિશીતકુમાર સંગે ઉજ્વળ જીવન જીવી જાય.
પાપાપગલી કરતી નાની દીપલ,પપ્પાને જોઇને દોડી જાય
આવે દોડી હગ કરી વ્હાલ પામતી,એ જ  પ્રેમ સાચો કહેવાય
ભણતરની કેડી પકડીને જીવનમાં,ઉજ્વળમાર્ગ મેળવી જાય
હ્યુસ્ટનઆવી લાયકાતમેળવી,જીવનમાં સાચીરાહ મળી જાય
…એવી વ્હાલી દીકરી નિશીતકુમાર સંગે ઉજ્વળ જીવન જીવી જાય.
જલાસાંઇની અસીમકૃપાએ,નિશીતકુમારની સંગીનીએ થાય
પ્રેમ લાગણી અંતરથી મળતાં,પંકજભાઇને નીલાબેન હરખાય
કર્મના બંધનની છે નિર્મળ કેડી,એ લગ્નના બંધનથી મેળવાય
પરમકૃપા શ્રી સ્વામીનારાયણની,જે હ્યુસ્ટન આવતા મળી જાય
…એવી વ્હાલી દીકરી નિશીતકુમાર સંગે ઉજ્વળ જીવન જીવી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++
.                      .આજે મારી વ્હાલી દીકરી દીપલનો ત્રીસમો જન્મદીવસ છે.તે નિમિત્તે આ
લખાણ  તેને ભેંટ.સાથે જમાઇ નિશીતકુમારને તેમના પપ્પા પંકજભાઇ મમ્મી નીલાબેનને
પ્રદીપ અને રમાના  જલારામ જય સાંઇબાબા સહિત જય શ્રી સ્વામીનારાયણ.

November 4th 2014

સમયની પરખ

.                   સમયની પરખ

તાઃ૪/૧૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની શીતળ કેડી મળે જીવનમાં,જ્યાં સમજીને ચલાય
માનવદેહને મતીમળીછે,જે જીવનની સરળરાહ બની જાય
…………….સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.
મળે સમજ અને સંસ્કાર માબાપથી,જીવને રાહ આપી જાય
માનવતાની નિર્મળકેડી મળે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિથાય
અવનીપરનુ આગમન એતો કર્મના બંધન,સમયે સમજાય
સરળ જીવનની કેડી મળે જીવને,જ્યાં સમયની પરખ થાય
………………સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.
બાળપણમાં સંસ્કાર સાચવતા,જીવથી  નિર્મળ રાહ મેળવાય
જુવાનીના પગથીયે ચડતાં,સાચી મહેનતે ભણતરને લેવાય
મળે જીવનમાં રાહસાચી અવનીએ,જે ઉજ્વળતા આપી જાય
ના માગણી ના અપેક્ષા રહેતાં,માનવજીવન સાર્થક થઇ જાય
……………..સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.

======================================