November 3rd 2014

કાયા એ માયા

.                  .કાયા એ માયા       

તાઃ૩/૧૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધન જીવને,અવનીએ આગમને સમજાય
પરમકૃપાળુ પરમાત્માની એલીલાએ,માનવદેહ મળી જાય
……………..શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,જીવ મુક્તિમાર્ગે દોરાય.
કર્મની કેડી એ જીવના બંધન,અનેક દેહે અવનીએ અવાય
નિર્મળતાની સાચી રાહે જીવતા,અંતે માનવદેહ મળી જાય
કર્મના બંધનએતો સંબંધ દેહના,ના કોઇથીય કદી છટકાય
માનવજીવન એ કૃપા પ્રભુની,જે સાચી ભક્તિએ  સમજાય
…………….શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,જીવ મુક્તિમાર્ગે દોરાય.
માગણીમોહ એજીવનેજકડે,કળીયુગમાં કોઇથી નાછટકાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવથી નિર્મળ ભક્તિ થાય
જલાસાંઇની જ્યોતપ્રગટે,મળેલ માનવજીવન મહેંકીજાય
શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,મળેલ જીવન સાર્થક થઈ જાય
……………..શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,જીવ મુક્તિમાર્ગે દોરાય.

========================================