November 1st 2014

સિધ્ધિવિનાયક દેવ

.                                સિધ્ધિવિનાયક દેવ             

Sidhdhi

.

.

.

.

.

.

.

.                       .સિધ્ધિવિનાયકદેવ

તાઃ૧/૧૧/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી શ્રધ્ધાએ ભક્તિ કરતા જ,શિવપુત્ર શ્રીગણપતિજી હરખાય
સિધ્ધિવિનાયક દેવ મુંબઈથી હ્યુસ્ટન આવ્યા,એજ કૃપા કહેવાય
…………………. એજ સાચી ભક્તિ મહારાજ શ્રી પ્રદીપ પંડ્યાની કહેવાય.
મોહમાયાને દુર રાખીને પુંજનકરતા,ભક્તોનો સાચોપ્રેમ આવી જાય
સુખશાંન્તિની પવિત્ર જ્યોતે જીવનમાં,પત્ની પુંજાનો પ્રેમ મળી જાય
અખંડપ્રેમની કેડી મળી માબાપથી,એ ભક્તિએજ હ્યુસ્ટન આવી જાય
અનંતલાયકાત અને કૃપાએ,સિધ્ધિવિનાયક મંદીર પણ એ કરીજાય
…………………… એજ સાચી ભક્તિ મહારાજ શ્રી પ્રદીપ પંડ્યાની કહેવાય.
ઉજ્વળ સોપાન લીધા ભણતરમાં,જે પવિત્રધર્મની લાયકાત કહેવાય
સાચો પ્રેમ મળ્યો છે સૌ ભક્તોનો,જે જીવનમાં ઉજ્વળરાહ આપી જાય
નાઅપેક્ષા નાકોઇ માગણી,પરમકૃપાએ સિદ્ધિવિનાયક મંદીર થઇ જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની સાચીકૃપા મળી જાય
…………………… એજ સાચી ભક્તિ મહારાજ શ્રી પ્રદીપ પંડ્યાની કહેવાય.

**********************************************************
.            હ્યુસ્ટનમાં શ્રી સિધ્ધિવિનાયકદેવનુ સર્વ પ્રથમ મંદીર પંડીત શ્રી પ્રદીપભાઇ પંડ્યાએ
કર્યું જે એક પવિત્ર કામ કહેવાય તે નિમીત્તે આ કાવ્ય સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.