November 5th 2014

શ્રી અદમ ટંકારવી

Adambhai

 

 

.

.

.

.

.

.

.

.

.                   શ્રી અદમ ટંકારવી         

તાઃ૬/૧૧/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માન અને સન્માનની કેડી મળે,જ્યાં કલમ પકડાઇ જાય
ઉજ્વળજ્યોત જીવનમાં પ્રગટી,ત્યાં અભિમાન છટકીજાય
…….એવા સરસ્વતી સંતાન અદમભાઇને, સૌના પ્રેમથી વંદન થાય.
માતાપિતાના સંસ્કારને સાચવી,ભણતરની કેડી પકડી જાય
મનથીમહેનત કરી લેતા,વિદ્યાનગરમાં પ્રોફેસરએ થઈજાય
કલમની ઉજ્વળ કેડી પકડતા,શબ્દોના સર્જકથી  ઓળખાય
ગઝલ સંમ્રાટને આંગણે જોતા,હ્યુસ્ટનના કલમપ્રેમી હરખાય
……….એવા સરસ્વતી સંતાન પ્રેમ લઈ,આજે હ્યુસ્ટનમાં આવી જાય.
કલમની શીતળ જ્યોત પ્રગટે,કુદરતની અજબકૃપા થઇ જાય
માનવતાની મહેંક પ્રસરતા,પાવન રાહ જીવનમાં મળી જાય
મળેલ માનવદેહને અદમભાઇએ,કલમથી ઉજ્વળ દીધી રાહ
સાચા પ્રેમે કલમપ્રેમીને મળતા, પ્રદીપને અનંત આનંદથાય
………..એવા સરસ્વતી સંતાનને સાંભળતા,કલમપ્રેમીઓ હરખાય.

++++++++++++++++++++++++++++++++++++++++=

.        .કલમની ઉજ્વળ કેડી પકડીને ચાલતા ગુજરાતી શ્રી અદમભાઇ ટંકારવીજીએ
અમારા હ્યુસ્ટનમાં પધારી અહીના કલમ પ્રેમીઓને માતા સરસ્વતીની કૃપાનો આનંદ
કરાવ્યો તે તેમના અંતરના પ્રેમને સ્વીકારી આ પ્રસંગની યાદ રૂપે આ લખાણ સપ્રેમ ભેંટ.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલમપ્રેમીઓના વંદન