November 2nd 2014

સિધ્ધિની સાંકળ

yogi

kala

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                      .સિધ્ધિની સાંકળ

તાઃ૨/૧૧/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે સિધ્ધિના સોપાન જીવને,જ્યાં મા સરસ્વતીની કૃપા થાય
ઉજ્વળ જીવનનીરાહ પકડતા,યોગીનાબેનને હૈયે આનંદ થાય
…..કૃપાએ લાયકાત મેળવતા,હ્યુસ્ટનમાં સમાજના પ્રમુખ એ થઈ જાય.
ગુજરાતીની શાન નિરાળી જગતમાં,ના મોહમાયા કદીય અથડાય
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,નરેન્દ્રભાઇ વડાપ્રધાન થઇ જાય
કલમની કેડી અને કલાને પકડતા,જગતમાં કૃપાએ માનમળી જાય
કલાકુંજની ઉજ્વળ રાહે હ્યુસ્ટનમાં  જ,પપ્પા પણ પાગલ થઈ જાય
……એવી સરળ જીવનની રાહ પકડતા,માતા સરસ્વતી રાજી થઈ જાય.
કુદરતની અપાર કૃપા યોગીનાબેન પર,જે લાયકાત મળતા દેખાય
કલાની ઉજ્વળ કેડીએ ચાલતા હ્યુસ્ટનમાં,સન્માન તેમનુ થઈ જાય
અનંત આનંદ પ્રદીપને આજે,સંગે  કલમપ્રેમીઓ પણ ખુબ હરખાય
કલાનીકેડી એલાયકાત રસેશભાઇની,જે સમાજમાં કલા વહેંચી જાય
…….એવી સરળ જીવનની રાહ પકડતા,માતા સરસ્વતી રાજી થઈ જાય.

*********************************************************
.                 .હ્યુસ્ટનના ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે શ્રીમતી યોગીનાબેનનુ સન્માન થયુ
એ હ્યુસ્ટનના સરસ્વતી સંતાનો માટે આનંદ અને અભિમાન જેવુ છે કારણ તેઓએ કલાની કેડી
પકડી હ્યુસ્ટનમાં કલાકુંજને પણ ખુબ જ સાચો સાથ આપેલ છે અને નાટકમાં ખુબજ સાથ આપેલ છે.
જે સરસ્વતી સંતાનો માટે ખુબ જ આનંદનો સમય છે.તે પવિત્રપ્રેમની યાદ રૂપે  આ કાવ્ય ભેંટ છે
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ અને હ્યુસ્ટનના સરસ્વતી સંતાનોના જય જલારામ.