February 23rd 2014

પ્રથમ પ્રેમ

.                          પ્રથમ પ્રેમ

તાઃ૨૩/૨/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ પ્રેમ મળે સંતાનને,જે માબાપનો પ્રેમ કહેવાય
ઉજ્વળ જીવનનીરાહ મળે,જે માબાપનેખુશ કરી જાય
.                    ………………….પ્રથમ પ્રેમ મળે સંતાનને.
ભણતરની કેડી મળે,જે મા સરસ્વતીની કૃપા કહેવાય
સાચી મહેનત મનથી કરતાં,લાયકાત મેળવાઇ જાય
.                     …………………પ્રથમ પ્રેમ મળે સંતાનને.
આંગણેઆવી કૃપામળે,જ્યાં સાચીભક્તિ મનથી થાય
જલાસાંઇની અસીમકૃપા રહે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
.                   …………………..પ્રથમ પ્રેમ મળે સંતાનને.
જીવન સંગીનીનોપ્રેમ મળે,જ્યાં નિર્મળ જીવન જીવાય
એકબીજાનેસાથસંગાથ રહે,જ્યાં દેખાવથી દુર રહેવાય
.                   …………………..પ્રથમ પ્રેમ મળે સંતાનને.
પ્રેમની પકડી કેડી ચાલતાં,સૌનો પ્રેમ પણ મળી જાય
સાચુ માનવજીવન જીવતાં,મળેલ દેહને આનંદ થાય
.                  ……………………પ્રથમ પ્રેમ મળે સંતાનને.

=================================

 

February 15th 2014

માનવતાની કેડી

.                 માનવતાની કેડી

તાઃ૧૫/૨/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળતાને સચવાય
પાવનકર્મની રાહમળે જીવને,જે જન્મસફળ કરીજાય
.          ……………………માનવતાની મહેંક પ્રસરે.
મળેલ સંસ્કાર માબાપથી,જે કર્મબંધનથી મેળવાય
અવનીપરના આગમને જીવને,સંબંધી મળી જાય
સરળતાની શીતળ કેડી,માનવી વર્તનથી સંધાય
આજકાલને સમજીચાલતા,કર્મનીકેડી શીતળથાય
.         ………………….. માનવતાની મહેંક પ્રસરે.
જન્મજીવના અતુટબંધન,સાચી ભક્તિએ છુટી જાય
સત્કર્મની શીતળકેડીએ,મળેલ જન્મ સફળથઈ જાય
અંતરની અભિલાષા છુટે,જ્યાંજલાસાંઇનીકૃપાથાય
મોહમાયાના બંધન છુટતા,કળીયુગથી છુટી જવાય
.           …………………..માનવતાની મહેંક પ્રસરે.

++++++++++++++++++++++++++++++++++

February 14th 2014

અપેક્ષીત પ્રેમ

.                            અપેક્ષીત પ્રેમ

 તાઃ૧૪//૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ જીવન જીવવા કાજે,જીવનમાં શ્રધ્ધાનો સંગ રખાય
કુદરતની અસીમ કૃપાએ જીવને,અપેક્ષીત પ્રેમ મળી જાય
.                   …………………..નિર્મળ જીવન જીવવા કાજે.
અંતરમાં અભિલાષા ઉભરે,દેહ મળતા જીવનેજ અડી જાય
સમજણનો સહવાસ મળે જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
મોહમાયા છે કળીયુગનીકેડી,જલાસાંઇની કૃપાએ દુર જાય
મનથી કરેલ સરળ ભક્તિ,જીવને સાચી રાહ બતાવી જાય
.                ……………………..નિર્મળ જીવન જીવવા કાજે.
આવતીકાલને ઓળખી ચાલતા,ગઈકાલ યાદ બની જાય
માનવજીવનની મહેંકપ્રસરતા,નાકોઇ આંગળી ચીંધીજાય
અવનીપરના આગમનને જીવે,સરળ ભક્તિએજ સચવાય
પ્રેમમળે અપેક્ષીત જીવને,જ્યાં સાચી નિર્મળરાહ મેળવાય
.                ……………………..નિર્મળ જીવન જીવવા કાજે.

====================================

February 11th 2014

દીવાની જ્યોત

.                  દીવાની જ્યોત     

તાઃ૧૧/૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રગટે જ્યાં દીવાની,આંખોને પ્રકાશ મળી જાય
અંધારૂ દુર થતા અવનીએ,માનવદેહ પણ હાલતો થાય
.                   ………………….જ્યોત પ્રગટે જ્યાં દીવાની.
કુદરતની છે કામણ લીલા,પ્રકાશ અંધકારથી ઓળખાય
અવનીપરનીસૃષ્ટિ અંધારામાં,ના કદી આંખોથી જોવાય
પ્રકાશનુ એકજ કિરણમળતાં,સમયનીસમજણ પડીજાય
નાતાકાત જગતમાં કોઇની,અવનીને ઉજાસ આપી જાય
.                …………………….જ્યોત પ્રગટે જ્યાં દીવાની.
પ્રેમની જ્યોત છે અજબ નિરાળી,જે જીવન મહેંકાવી જાય
મળે જીવને પ્રેમ નિખાલસ,જીવને ઉજ્વળતા આપી જાય
ભક્તિજ્યોતને પકડી ચાલતા,જલાસાંઇની કૃપા થઇ જાય
આધીવ્યાધીને આંબે છે ભક્તિ,જે આજન્મ સફળ કરી જાય
.                 …………………….જ્યોત પ્રગટે જ્યાં દીવાની.

===================================

 

February 5th 2014

આગમન જીવનુ

.                  આગમન જીવનુ

તાઃ૫/૨/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પૃથ્વી પરનુ આગમન જીવનુ,દેહ થકી અવનીએ દેખાય
સગા સંબંધીને સાચવી લેતા,આનંદ વિદાયથી સમજાય
.                   ………………….પૃથ્વી પરનુ આગમન જીવનુ.
મળતા માનવદેહ જીવને,એજ કૃપા પરમાત્માની કહેવાય
ઉજ્વળ જીવનની કેડીને લેવા,સાચી શ્રધ્ધાએ ભક્તિ થાય
સંબંધ મળેલ અવનીએ જીવને,જે કર્મના બંધનથી લેવાય
નિર્મળ રાહ રાખીને જીવતા,મળેલ જીવન સરળ થઈ જાય
.                    …………………પૃથ્વી પરનુ આગમન જીવનુ.
માનવજીવન નિખાલસતાએ જીવતા,ભક્તિમાર્ગ મેળવાય
આગમન અવનીપરનુ જીવનુ,જે કર્મના બંધને જ સહેવાય
કરેલ કર્મને ભુલી જતા જીવનમાં,અનેક સંબંધો છુટતા જાય
ભક્તિકેરા એકજ માર્ગથી,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
.                  …………………..પૃથ્વી પરનુ આગમન જીવનુ.
કર્મ લાવે ખેંચી જીવને અવનીએ,જે દેહ થકી જ દેખાઇ  જાય
આગમન થયેલ જીવને સમયે,વિદાયનીકેડી પણ મળીજાય
કર્મ જ જીવની સાંકળ છે જગતમાં,ના કોઇનાથી ય છટકાય
સાચા સંતની સેવા ભક્તિએ,જીવને  મુક્તિમાર્ગ મળી જાય
.                ……………………પૃથ્વી પરનુ આગમન જીવનુ.

===================================

February 4th 2014

ઘડપણની રાહ

.                       ઘડપણની રાહ

તાઃ૪/૨૦/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સરગમ છે ન્યારી,જ્યાં સમયને સમજીને ચલાય
મહેંકપ્રસરે માનવતાની જીવનમાં,જ્યાં કેડીકેડીને પરખાય
.                    …………………સંસારની સરગમ છે ન્યારી.
દેહ મળતા અવનીએ,દેહને બાળપણ ને જુવાની મળી જાય
સમયનીકેડી કુદરતની નિરાળી,જે ઘડપણની રાહે સમજાય
સંસ્કારની સાચીકેડી દેતા બાળકને,સમય આવતાજ દેખાય
લાગણીમોહની માયાલાગતા,માબાપને હાયબાય કરી જાય
.                …………………….સંસારની સરગમ છે ન્યારી.
ભક્તિની ઉજ્વળ કેડી જીવનમાં,જલાસાંઇની કૃપાએ દેખાય
પકડી ચાલતા નિર્મળ ભક્તિએ,ના સાધુબાવા કોઇ અથડાય
પરમાત્માની પરમકૃપાએ જ,સંતાનને રાહસાચી મળી જાય
કળીયુગી જોકેડી મળે સંતાનને,ઘડપણે દુઃખસાગર છલકાય
.                  …………………..સંસારની સરગમ છે ન્યારી.

++++++++++++++++++++++++++++++++++++

February 2nd 2014

મળેલી માયા

.                     મળેલી માયા

તાઃ૨/૨/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માયા એ કાયાને જકડે,ઉજ્વળ જીવન વેડફાઇ જાય
સરળપ્રેમની સમજ નારહેતા,લઘરવઘર જીવન થઈ જાય
.                  ………………..મળેલ માયા એ કાયાને જકડે.
માનવજીવન સમજી લેતાં,જીવને ઉજ્વળ રાહ મળી જાય
પરમકૃપાળુ જલાસાંઇને ભજતા,મળેલજીવન સાર્થકથાય
આધીવ્યાધીને આંબી લેવાજગે,સાચી ભક્તિ પ્રેમથી થાય
આવનજાવન છે કર્મની કેડી,જે મુક્તિમાર્ગથીજ છુટી જાય
.                 …………………મળેલ માયા એ કાયાને જકડે.
અવનીપરના આગમનથી,જીવને અનેક દોર મળી જાય
કઇદોરથી ક્યાંજવાય જીવથી,એ સાચીભક્તિએ સમજાય
મળતી કળીયુગી માયાને છોડવા,જલાસાંઇની પુંજા થાય
ભક્તિમાર્ગની અજબછે કેડી,જીવને અનુભવે જ સમજાય
.                 …………………મળેલ માયા એ કાયાને જકડે.

+++++++++++++++++++++++++++++++++++

 

February 1st 2014

સરળતાનો સંગાથ

.               .સરળતાનો સંગાથ

તાઃ૧/૨/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા છે કુદરતની, જીવને અનુભવે જ સમજાય
સરળતાનો સંગાથ રાખતાં,જીવ પર કૃપા પ્રભુની થાય
.                    ………………….અજબલીલા છે કુદરતની.
લોક્મોહ ને માયા ઝબકે જીવપર,નિર્મળતા સંગે બચાય
આવી અવનીપર કર્મ અડે,જીવ જન્મ મરણથી જકડાય
શાંન્તિ જીવને મળે સાચી,જ્યાં સંત જલાસાંઇને ભજાય
નિર્મળ જીવનની કેડી છે ન્યારી,નાઆફત કોઇ અથડાય
.                   …………………. અજબલીલા છે કુદરતની.
સંતની સાચીકેડી અવનીએ,જીવને ભક્તિરાહ દઇ જાય
મોહમાયાની ચાદર અડતા,પહેરેલ ભગવુ પણ ભટકાય
માનવતાની મહેંક પ્રસરતા,આ જીવન સરળ થઈ જાય
સાચી ભક્તિના એકજ પંથે,મળેલ જન્મસફળ થઈ જાય
.                  ……………………અજબલીલા છે કુદરતની.

++++++++++++++++++++++++++++++++

January 28th 2014

जीवके अरमान

.               जीवके अरमान

ताः२८/१/२०१४                     प्रदीप ब्रह्मभट्ट

मेरे दीलमे है अरमान,में पाउ जीवनमे सन्मान
करु जीवनमे ऐसा काम,प्रभु क्रुपा करे बलवान
.                       …………..मेरे दीलमे है अरमान.
निर्मल राह मीले जीवको,हो जीवन दुःखसे पार
रहेम सांइबाबाकी मीले,और क्रुपा करे जलाराम
भक्तिके संग जीवनचले,हो जाये सुखीये संसार
मोहमायाको दुर फेंक के,खुल जाये मुक्तिद्वार
.                    …………….मेरे दीलमे है अरमान.
मिला देह मानवका जीवको,येहै जीवकी ज्योत
श्रध्धाके संग ज्योतको रखके,जीवको देदो मोक्ष
सच्चे प्रेमसे भक्तिकरके,लेलो प्रभु क्रुपाही एक
मुक्ति मार्गका द्वार खोलने,वंदन करो अनेक
.                   ……………..मेरे दीलमे है अरमान.

============================

January 23rd 2014

લાયકાત

.                    લાયકાત

તાઃ૨૩/૧/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મના બંધન જીવની સંગે,જન્મ મરણના બંધને સંધાય
ક્યારે ક્યાં ને કેવો દેહમળે જીવને,પ્રભુકૃપાએજ સમજાય
.               …………………..કર્મના બંધન જીવની સંગે.
જીવને જકડે છે યુગના બંધન,ના કોઇ જ જીવથી છટકાય
સંસ્કારનું સિંચન છેકર્મનીકેડી,જ્યાં જીવબંધનથી બંધાય
રાહ સાચી જીવને મળે છે,જ્યાં પાવન રાહે જીવન દોરાય
સંત જલાસાંઇની કૃપામળે,નિખાલસ જીવન જ્યાંજીવાય
.                …………………..કર્મના બંધન જીવની સંગે.
માનવદેહને તો માયા જકડે,સમય આવતા એ સમજાય
કર્મની શીતળ કેડી જીવનમાં,મોહમાયાથી છટકાવી જાય
વડીલને વંદન પ્રેમે કરતા,આશીર્વાદની હેલી મળી જાય
ઉજ્વલકેડી ભણતરની લેતા,આ માનવજીવન મહેંકીજાય
.                 …………………..કર્મના બંધન જીવની સંગે.

==================================

 

 

« Previous PageNext Page »