January 21st 2014

લાગણીની પળ

.                  લાગણીની પળ                  

તાઃ૨૧/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી મળે જો મનથી જીવને,આજીવન ઉજ્વળ થાય
પ્રેમની સાંકળ સાચી મળતા,માનવ જીવન મહેંકી જાય
.              …………………લાગણી મળે જો મનથી જઈને.
સરળતાનો સહવાસ મળતા,જીવથી પાવન કર્મો થાય
અતુટબંધન જીવનાછુટતાં,આજીવન પણ નિર્મળ થાય
અંતરથી મળેલ સાચી લાગણી,રાહ સાચી એ લઈ જાય
અસીમકૃપા જલાસાંઇની મળતા,ના અશાંન્તિય દેખાય
.             ………………….લાગણી મળે જો મનથી જઈને.
મનથી થયેલ લાગણી સાચી,નિર્મળતાને આપી જાય
કળીયુગના છાયેલા વાદળને,પ્રેમથી દુર ભગાડીજાય
સાચી લાગણી ને સાચો સ્નેહ,જીવન આમહેંકાવી જાય
કુદરતનીલીલા અવનીએ,સમય સમયે બદલાઈ જાય
.         ……………………લાગણી મળે જો મનથી જઈને.

===================================

January 11th 2014

માનવી મન

.                      માનવી મન                              

તાઃ૧૧/૧/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ અને માયાની ચાદર,માનવમનને દઈ દેશે દુઃખ સાગર
ઉજ્વળ જીવનની કેડી છુટતા,લઘરવઘર થઈ જીવો ભમતા
.                       ……………………મોહ અને માયાની ચાદર.
નિર્મળતાના વાદળ વરસે,જ્યાં ભક્તિ સંગે આ જીવન રહેશે
કળીયુગની કેડી લાગે છે શીતળ,જીવન વેડફે એ અવનીપર
જલાસાંઇની જ્યોત નિરાળી,માનવજીવનને એ રાહ દેનારી
કર્મની શીતળકેડી મળે જીવનમાં,સુખશાંન્તિ જીવે સહેવાની
.                        …………………..મોહ અને માયાની ચાદર.
સરળ જીવન ના માગે મળતું,ના કદી એ મોહમાયાને અડતું
મનથી કરેલ સાચી મહેનત,જીવને દે સુખસાગરની સહેમત
અજબદ્રષ્ટિ અવિનાશીની અવનીએ,સાચીભક્તિએ એ સ્પર્શે
શ્રધ્ધાનો સંગાથ ભક્તિએ,ઉજ્વળરાહ જીવને આપે અવનીએ
.                       ……………………મોહ અને માયાની ચાદર.
=====================================

 

January 8th 2014

જાગો જાગો

.                     જાગો જાગો

તાઃ૮/૧/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગો જાગો સવાર પડી ભઈ,લઈ લેજો સુર્યકીરણનો સાથ
ઉજ્વળ જીવનનીએ કેડી ચીંધે,કરજો પાવન જીવન આજ
.             …………………….જાગો જાગો સવાર પડી ભઈ.
પ્રભાત પહોરના પહેલા કિરણે,દેહને પવિત્રતા સ્પર્શી જાય
આંગળી ચીંધે પરમાત્મા જીવને,ત્યાંમોહમાયા ભાગી જાય
સરળ જીવનની નિર્મળ કેડી,જલાસાંઇની કૃપાએ મેળવાય
ભક્તિ કેરો સંગ જીવનમાં રહેતા,મળેલ જીવન પવિત્રથાય
.               ……………………જાગો જાગો સવાર પડી ભઈ.
નિર્મળ પ્રેમની ગંગા વહેતા,જીવને રાહ સાચી મળી જાય
પરમાત્માની કૃપા સ્પર્શતા,મળેલ આજીવન પાવન થાય
લાગણીમોહને દુર રાખતા,કળીયુગથી આકાયા બચી જાય
જન્મમરણના અનેક બંધન છુટતા,જીવ મુક્તિમાર્ગે દોરાય
.               ……………………જાગો જાગો સવાર પડી ભઈ.

=====================================

January 4th 2014

શીતળ સંગ

.                    શીતળ સંગ

તાઃ૪/૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા માનવ દેહ અવનીએ,જીવને અનેક રાહ મળી જાય
નિર્મળભાવે ભક્તિ કરતા,જીવનમાં શીતળ સંગ મળી જાય
.              ………………….મળતા માનવ દેહ અવનીએ.
કર્મ બંધન એ કેડી જીવની,અવનીએ આવન જાવન થાય
માનવદેહને સમજી ચાલતા,જીવે લાગણી મોહ તરછોડાય
અવનીપરનુ આગમન જીવનુ,માનવદેહથી ઉજ્વળ થાય
કર્મનીકેડી ભક્તિ સંગ બાંધતા,મળેલ જન્મસફળ થઇ જાય
.            ……………………મળતા માનવ દેહ અવનીએ.
સંબંધની સીડી છે અનેરી,નાકોઇ જીવથી જગે છટકાવાય
માનવ જીવનમાં શીતળ સંગ મેળવવા,ભક્તિને પકડાય
ઉજ્વળ રાહ મળે જીવનમાં,જ્યાં જલાસાંઇની કૃપા થાય
પ્રેમની વર્ષા અંતરથી મળતા,ના મોહમાયા સ્પર્શી જાય
.             …………………..મળતા માનવ દેહ અવનીએ.

=====================================

January 2nd 2014

પ્રેમથી પકડ

.                       પ્રેમથી પકડ

તાઃ૨/૧/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સંબંધ છે પ્રેમથી,જે મનને શાંન્તિ આપી જાય
માનવજીવનની મહેંક મળે,જ્યાં નિર્મળતા સચવાય
.                     ………………….જીવને સંબંધ છે પ્રેમથી.
આંટી ઘુંટી એ પરમાત્માથી,જે કળીયુગમાં બાંધી જાય
દેહ મળતા અવનીએ જીવને,સંબંધથી એ સાંધી જાય
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં જીવે પ્રેમથી પકડ થાય
સરળ કેડી મળે જીવનમાં,જ્યાં જલાસાઈની કૃપા થાય
.                  …………………….જીવને સંબંધ છે પ્રેમથી.
કર્મબંધન અવનીના બંધન,ના રાજા રાવણથી તોડાય
અભિમાનને આદર કરતાં,માનવ જીવન વેડફાઇ જાય
મળેલ પ્રેમ અંતરનો જીવને,સદમાર્ગે જ એ દોરી જાય
લાગણી મોહની કાતર છુટતા,જગના બંધન છુટી જાય
.                  …………………… જીવને સંબંધ છે પ્રેમથી.

===================================

December 28th 2013

સાચુ સગપણ

.                 સાચુ સગપણ

તાઃ૨૮/૧૨/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,જે દેહના સંબંધે સચવાય
સાચુ સગપણ પ્રેમનું જીવનમાં,જે સમય આવે સમજાય
.             …………………..મળે માબાપનો પ્રેમ સંતાનને.
ભાઇ બહેનનો પ્રેમ જીવનમાં,ક્યાંક સમયથી અટકાવાય
કળીયુગની નાની કાતરે,સાચો સંબંધ પણ વેડફાઇ  જાય
ના લાગણી કે પ્રેમ મળે જીવને,જ્યાં મોહમાયા છલકાય
દમડીની જ્યાં માયા લાગે,ત્યાંજ સંબંધને ભુલી જવાય
.             …………………..મળે માબાપનો પ્રેમ સંતાનને.
વણ કલ્પેલી આફતમળે જીવને,સગાસંબંધી ભાગીજાય
મળે પ્રેમનો સાથ સ્નેહીઓનો,જે સાચુ સગપણ કહેવાય
નિર્મળ ભાવના સંગે રાખીને,પ્રેમે હાથને એ પકડી જાય
પડતા તકલીફના સાગરમાં,મળેલ પ્રેમજ  ઉગારી જાય
.             …………………..મળે માબાપનો પ્રેમ સંતાનને.

+++++++++++++++++++++++++++++++++

December 22nd 2013

ધીરજની કેડી

.                  ધીરજની કેડી                                               

તાઃ૨૨/૧૨/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવને શીતળ રાહ,જ્યાં માનવતા મહેંકાય
સફળતાનો સંગ રહે,જ્યાં ધીરજની કેડી પકડાય
.                …………………મળે જીવને શીતળ રાહ.
સાગર જેવા સંસારમાં,અનંત આફત આવી જાય
નિર્મળતાનો સંગ રાખતા જ,કુદરતની કૃપા થાય
આવતી વ્યાધીને અટકાવે,જ્યાં ભક્તિપ્રેમે થાય
મોહમાયાના બંધનછુટતા, નિર્મળ રાહ મેળવાય
.               ………………….મળે જીવને શીતળ રાહ.
અપેક્ષાની કેડીને છોડતા,જલાસાંઇની કૃપા થાય
સતત સ્મરણને સાચવી લેતા,મનને શાંન્તિ થાય
આવી આંગણે સફળતા રહે,જ્યાં અપેક્ષાને છોડાય
ધીરજરાખી મહેનતકરતાં,સૌકામ સફળ થઈ જાય
.                  ………………..મળે જીવને શીતળ રાહ.

==============================

December 19th 2013

આફત મળે

.                 આફત મળે

તાઃ૧૯/૧૨/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આફતને ના માગે કોઇ,કે ના આફતે કોઇથી છટકાય
આફત એ કુદરતની કરામત,સમયથી એ સમજાય
.                      …………………આફતને ના માગે કોઇ.
જન્મમળે અવનીએ જીવને,અનેક આંટીઘુંટી અથડાય
સરળ જીવનની રાહ લેવાને,ના માગણીઓમાં ભમાય
કૃપાની કેડી પાવન જીવન કરે,જ્યાં ભક્તિસાચી થાય
મોહમાયાની રાહને છોડતા,સદમાર્ગે જીવ દોરાઇ જાય
.                      …………………આફતને ના માગે કોઇ.
આવતી આફતને ના અટકાવે કોઇ,ના કોઇથી બચાય
જીવને મળેલ ભક્તિની કેડી,પ્રભુનો પ્રેમ આપી જાય
મળે જ્યાં કૃપા જલાસાંઇની,ના વ્યાધી કોઇ અથડાય
નાઆફત મળે જીવનમાં દેહને,ઉજ્વળરાહ મળીજાય
.                     ………………….આફતને ના માગે કોઇ.

================================

 

 

December 16th 2013

ઉજ્વળ રાહ

.                    ઉજ્વળ રાહ

તાઃ૧૬/૧૨/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભણતરની સાચી  કેડીએ ચાલતા,જીવન ઉજ્વળ થાય
નિર્મળ ભક્તિ મનથી કરતાં,આ જન્મ સફળ થઈ જાય
.           ………………..ભણતરની સાચી  કેડીએ ચાલતા.
અવનીપરના આગમનથી,કળીયુગમાં આ જીવ ફસાય
મોહમાયાની ચાદર પડતાજ,કર્મની કેડી  બદલાઇ જાય
સમજણની સરળરાહ પકડતા,ભણતરનીકેડી મળી જાય
જ્ઞાનની સમજ મનનેમળતા,આવતી આફતથી છટકાય
.          …………………ભણતરની સાચી  કેડીએ ચાલતા.
ભક્તિભાવએ જ્યોત જીવની,જીવનેરાહ સાચી મળી જાય
મનથી કરેલ નિર્મળ ભક્તિએ,જલાસાંઇનીકૃપા થઈ જાય
એકજ દ્રષ્ટિ પરમાત્માનીપડતા,જીવને શાંન્તિ આપી જાય
અવનીથી જીવને વિદાય મળતા,સ્વર્ગનીસીડી મળી જાય
.         ………………….ભણતરની સાચી  કેડીએ ચાલતા.

================================

December 15th 2013

કલમની અજબકેડી

.                    . કલમની અજબકેડી

તાઃ૧૫/૧૨/૨૦૧૩                        લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ  હ્યુસ્ટન (ટેક્ષાસ,યુ.એસ.)

ના પહોંચે જ્યાં રવિ જગતમાં,ત્યાં પહોંચે ગુજરાતી કવિ
.           સંધ્યાકાળે રવિ વિદાય લઈલે,કલમ રહે અવનીએ અડી
એવી અજબ કૃપા માતાની,કલમ પકડતા અમને એ મળી
.               એજ અજબકેડી શબ્દની,જગતમાં ગુજરાતીઓથી જ મળી
.                                             ……………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.
સખત તાપ હોય કે અંધારૂ, ના કલમને એ કદી અડનારૂ
.           કલમ પકડતા જ હાથમાં,એતો આંગળી થકી જ કહેવાનુ
સરળ શબ્દની કેડીએ ચાલતા,માનવ જીવન આ મહેંકાવાનુ
.                 ના મોહમાયાની કાતર અડકે,કે ના આ જીવન વેડફાવાનુ
.                                             ……………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.
કલમની અજબ છે કેડી નિરાળી,જીવને એ સ્પર્શી જાય
.          અંતરમાં આવેલ વિશ્વાસને,એ કલમથી સમજાઇ જાય
નિર્મળ શબ્દની વહેતી એ ગંગા,પવિત્ર જીવન કરી જાય
.               મુક્તિ જીવને મળતા અવનીથી,શબ્દની ગંગા વહેતી જાય
.                                       ………………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.

+++++++++++++++++++++++++++++++++++++++++

વિશ્વમેળોના જાન્યુઆરીના માસિક  માટે આ કાવ્ય મોકલેલે છે.)

 

« Previous PageNext Page »