December 5th 2013

સાળંગપુરથી હનુમાન

 

hanukaka

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                  સાળંગપુરથી હનુમાન

તાઃ૫/૧૨/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાળંગપુરથી આવ્યા હનુમાન,જોઇ ખોટી ભક્તિની રાહ
માનવતાને  નેવે મુકી,દીવે દીવે જનતાને લુંટતા જાય
.                  …………………સાળંગપુરથી આવ્યા હનુમાન.
સાચી ભક્તિ રાહ શ્રી રામની,ગદા લઈને લંકામાં એ જાય
અજબ શક્તિશાળી રાવણને,નિર્મળ ભક્તિ સમજાવી જાય
ભોળાનાથની કૃપા મેળવી,મા સીતાજીને લંકામાંલઈ જાય
સતયુગમાં જ્યાં કળીયુગનેપકડે,ત્યાંપ્રભુનુ આગમન થાય
.                ……………………સાળંગપુરથી આવ્યા હનુમાન.
કળીયુગમાં દેખાવની ભક્તિ પકડી,અનેક મંદીરો થઈ જાય
પુંજા પાઠના નામેજ નિર્મળ જીવોને,પકડી મુડીને મેળવાય
ભગવુપહેરી ભડકાવે માનવીને,એજ તેમની સિધ્ધીકહેવાય
જન્મ દેનારી મા ને દુર રાખી,ના તેમનાથી સંયમ સચવાય
.                …………………….સાળંગપુરથી આવ્યા હનુમાન.
કળીયુગની હવાને સમજાવવા,કેદારનાથે ભુકંપ થઈ જાય
ભક્તિ  માર્ગ બતાવતા માનવી,જગતમાં ભીખ માગી  જાય
કુદરતનો જ્યાં કોપ વર્ષે,ત્યાંજ દેખાવના મંદીરો તુટતા જાય
સાળંગપુરથી  હનુમાનજીઆવતા,જીવપર રામનીકૃપા થાય
.                …………………….સાળંગપુરથી આવ્યા હનુમાન.

++++++++++++++++++++++++++++++++++++

 

December 3rd 2013

શીતળતાનો સંગ

.                   શીતળતાનો સંગ                         

તાઃ૩/૧૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મહેંકી ઉઠતા,આ જન્મ સફળ થઈ જાય
શીતળતાનો સંગ રાખતા,મળેલ જીવન ઉજ્વળ થાય
.                  ………………….માનવજીવન મહેંકી ઉઠતા.
કર્મની કેડી નિર્મળ બને,જ્યાં સમજીનેજ ડગલુ ભરાય
આવતી કાલનો વિચાર કરતાં,આજને કદીના ભુલાય
મળે જીવને માયા અવનીએ,પ્રભુની કૃપાએજ છુટાય
સમજી વિચારી જીવનજીવતા,નાવ્યાધીઓ અથડાય
.                 …………………..માનવજીવન મહેંકી ઉઠતા.
માનવ દેહ મળે જીવને,જે કર્મના બંધનથી સચવાય
ઉજ્વળ જીવનની રાહમળે,જ્યાં આશીર્વાદ મળીજાય
વડીલને વંદન પ્રેમથી કરતાં,નિર્મળ જીવન થઈ જાય
જલાસાંઇની એકજ કૃપાએ,અવનીનાબંધન છુટી જાય
.                ……………………માનવજીવન મહેંકી ઉઠતા.

++++++++++++++++++++++++++++++++++

 

December 2nd 2013

સિધ્ધીના સોપાન

.                સિધ્ધીના સોપાન

તાઃ૨/૧૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્કર્મોની કેડી પકડતા,જગતમાં મળી જાયછે સન્માન
પાવનરાહને પકડી ચાલતા,મળે છે સિધ્ધીના સોપાન
.                     …………………..સત્કર્મોની કેડી પકડતા.
મળેલ માનવ દેહ અવનીએ,જીવન નિર્મળ એ કરી જાય
સાચીરાહને સમજીચાલતા,મળેલજન્મ સાર્થકપણ થાય
મોહમાયાને દુર રાખતા,કળીયુગથી આ જીવ બચી જાય
જન્મોજન્મના બંધનને છોડવા,જલાસાંઇની ભક્તિ થાય
.                    ……………………સત્કર્મોની કેડી પકડતા.
માગણી મનથી કરતા માયાની,આ જીવન જકડાઇ જાય
નિર્મળ રાહને પામવા કાજે,જીવ જગે અહીં તહીં ભટકાય
ભક્તિની અજબશક્તિ છે જગતમાં,સાચીરાહ આપીજાય
જીવને મળેલ સદમાર્ગ અંતે,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
.                    …………………….સત્કર્મોની કેડી પકડતા.

==================================

 

November 23rd 2013

નદીના નીર

.                   નદીના નીર

તાઃ૨૩/૧૧/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કઈ નદીના કેવા છે નીર,દેહને સ્પર્શ થતાં સમજાય
કુદરતની આ અજબકૃપાએ,પવિત્ર નીરને પરખાય
.                 ………………. કઈ નદીના કેવા છે નીર.
માનવમનને મુંઝવણ અનેક,દેહ મળતા મળી જાય
સમજણનીસાંકળ નિરાળી,જીવનેકર્મથી મળી જાય
પવિત્ર પ્રેમની વર્ષાએ,મળેલ દેહ પવિત્ર થઈ જાય
મળેલ દેહ જીવને,પવિત્ર નદીના નીરે પાવન થાય
.                ………………..કઈ નદીના કેવા છે નીર.
કળીયુગની કતાર છે અનેરી,ભોળાઓ ભટકાઇ જાય
નિર્મળતાનો સંગ શોધવા,જલાસાંઇની ભક્તિ થાય
માનવતાની મહેંક પ્રસરતા જ,પવિત્રતા મળી જાય
અસીમકૃપા પ્રભુની થતાં,પાવન નીરની વર્ષા થાય
.            …………………..કઈ નદીના કેવા છે નીર.

=================================

 

November 22nd 2013

અચાનક

.                      અચાનક            

તાઃ૨૨/૧૧/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવનમાં સ્નેહ મળે,ને માનવતા મહેંકતી જાય
મળે અચાનક સુખદુઃખ જીવને,ઉજ્વળતા ભાગી જાય
.                …………………સરળ જીવનમાં સ્નેહ મળે.
કર્મની કેડી એ જ જીવના બંધન,ના કોઇથીય છટકાય
શ્રધ્ધાસાચીસંગેરાખતા,અચાનક સુખસાગર છલકાય
મળે જીવને રાહ સાચી,ત્યાં કર્મના બંધન છુટતા જાય
ભક્તિકેડી મનથીપકડતા,જલાસાંઇની કૃપા થઈ જાય
.              …………………..સરળ જીવનમાં સ્નેહ મળે.
મનથી કરેલ મહેનતે જ,અચાનક સાચી રાહ મળી જાય
નિર્મળતાના વાદળ વરસતા,જીવના ભાગ્ય ખુલી જાય
મોહમાયાની ચાદરછુટતા,જીવને પ્રેમ સાચો મળી જાય
પરમાત્માનોપ્રેમ મળતા,આંગણે ઉજ્વળતા આવી જાય
.             ……………………સરળ જીવનમાં સ્નેહ મળે.

+++++++++++++++++++++++++++++++++

November 21st 2013

નિરાધારની કેડી

.                       નિરાધારની કેડી                                  

તાઃ૨૧/૧૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મની કેડી શીતળ લાગે,ને જીવનમાં સરળતાય મળી જાય
નિરાધારનો આધાર બનતા,જીવપર જલાસાંઇનીકૃપા થાય
.                     ……………………..કર્મની કેડી શીતળ લાગે.
ભક્તિસંગ રાખીને જીવતા,જીવનમાં ઉજ્વળતા મળી જાય
શાંન્તિનો સહવાસ મળતા,પરમાત્માની કૃપાય આવી જાય
નિરાધારની નાવ છુટતા જીવનમાં,સુખ શાંન્તિ વર્ષી જાય
અવનીપરનુઆગમન સાર્થકબનતા,જન્મ સફળ થઈ જાય
.                       …………………….કર્મની કેડી શીતળ લાગે.
માનવજીવનની મહેંક પ્રસરે,ને નાકોઇ આફતપણ અથડાય
સરળતાનો સાથ મળતા માનવીને, નિર્મળતાય મળી જાય
મોહમાયાની ચાદર છુટતાં,જીવનનાસંબંધ સરળ થઈ જાય
નિરાધારની કેડી છુટતા જગે,માનવતાની મહેંક પ્રસરી જાય
.                       …………………….કર્મની કેડી શીતળ લાગે.

=====================================

November 10th 2013

જગતમાં પકડ

.                . જગતમાં પકડ

તાઃ૧૦/૧૧/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કઈ સાંકળ જીવને ક્યારે પકડે,નાકોઇથી જગમાં કહેવાય
અનુભવની એક જ કેડીએ જગતમાં,મળી જતા સમજાય
.                …………………કઈ સાંકળ જીવને ક્યારે પકડે.
પ્રેમની સાંકળ પકડે જીવને,ત્યાં અનંત આનંદ મળી જાય
નિર્મળતાના વાદળ વરસતા,આધીવ્યાધીઓ ભાગી જાય
માનવતાની મહેંક પ્રસરતા,કર્મની કેડીય સરળ થઈ જાય
નિખાલસપ્રેમની પકડ જગતમાં,આજન્મ સાર્થક કરી જાય
.               ……………………કઈ સાંકળ જીવને ક્યારે પકડે.
સાચી ભક્તિની પકડ મળતા જીવને,અનંત શાંન્તિ થઈજાય
મોહમાયાની ચાદર છુટતા,જલાસાંઇનો પ્રેમ પણ મળી જાય
આવી આંગણે જ્યાં કૃપા રહે પ્રભુની,દુઃખના ડુંગર ભાગી જાય
સત્યના નિર્મળ માર્ગે રહેતા,નાકોઇ મેલી શક્તિપણ અથડાય
.                ……………………કઈ સાંકળ જીવને ક્યારે પકડે.
લોખંડની સાંકળ પકડે દેહને,ના કોઇ હલન ચલન પણ થાય
જકડાયેલ આદેહને જીવનમાં,નાકોઇનો સાથપણ મળી જાય
દેખાવની દુનીયામાં મિત્રો ભાગે,નાઉમંગ કદી ક્યાંય દેખાય
મળેલજીવન વ્યર્થનામાર્ગે જતાં,ભીખારી થઈનેય નાજીવાય
.              ……………………..કઈ સાંકળ જીવને ક્યારે પકડે.

++++++++++++++++++++++++++++++++++++

November 7th 2013

શાંન્તિનો સંગ

.                 શાંન્તિનો સંગ

તાઃ૭/૧૧/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની એક લહેરથી,મનને શાંન્તિ મળી જાય
સરળ જીવનની સાચી કેડીએ જ,પાવન રાહ મળી જાય
.                …………………શીતળ પવનની એક લહેરથી.
માનવતાની મહેંક પ્રસરતા,જીવને શાંન્તિનો સંગ  થાય
ઉજ્વળરાહ મળતાજીવનમાં,સૌનો પ્રેમ સાચો મળી જાય
શ્રધ્ધાપ્રેમનો સાથ રહેતા,જીવની અપેક્ષાઓ ભાગી જાય
આંગણેઆવી સ્નેહવરસે,જગતની વ્યાધીઓ આઘી જાય
.               ………………….શીતળ પવનની એક લહેરથી.
ભક્તિપ્રેમનો સંગ રાખતા,મળેલ જીવન નિર્મળ થઈ જાય
શ્રધ્ધાની સાચી કેડી પકડતા,નાઆફત કોઇ આવતી જાય
પ્રેમ મળે જીવનમાં જ્યાં સાચો,ત્યાંસ્નેહગંગા વહેતી થાય
શાંન્તિનો સંગ મળતા જીવનમાં,નિર્મળ જીવન થઈ જાય
.            …………………….શીતળ પવનની એક લહેરથી.

===============================

 

November 6th 2013

અપેક્ષાના વાદળ

.                . અપેક્ષાના વાદળ

તાઃ૬/૧૧/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે અવનીએ જીવને,કર્મની કેડીએથી બંધાય
નિર્મળજીવનને શીતળરાહ,સાચી ભક્તિએ મેળવાય
.               ………………….જન્મ મળે અવનીએ જીવને.
માનવદેહની ઉજ્વળતા,સમયને સમજીને મેળવાય
અપેક્ષાના વાદળ ને છોડતાજ,મન નિર્મળ થઈ જાય
સદવિચારની શીતળ કેડીએ,માનવતા મહેંકતી જાય
વણ કલ્પેલ સફળતા એજ,પરમાત્માની કૃપા કહેવાય
.                 …………………જન્મ મળે અવનીએ જીવને.
ભણતરની રાહે જીવનમાં,જ્ઞાનની જ્યોત પ્રગટી જાય
મહેનત સાચી મનથી કરતા,સફળતાઓ મળતી જાય
ભક્તિ ભાવના મનમાં રાખતા,નિખાલસતા મળીજાય
કૃપામળે જલાસાંઇની જીવને,મુક્તિમાર્ગેએ દોરી જાય
.                …………………..જન્મ મળે અવનીએ જીવને.

=================================

November 4th 2013

માનવ મન

.                . માનવ મન     

તાઃ૪/૧૧/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ પ્રેમને પારખી ચાલતા,ઉજ્વળ રાહ મળી જાય
નિરાધારનો આધાર બનતા જ,માનવમન હરખાય
.                 ……………….પ્રભુ પ્રેમને પારખી ચાલતા.
શીતળ રાહ જીવનમાં મળતા,સુખ શાંન્તિને સ્પર્શાય
આવતી વ્યાધીઓ દુર રહેતા,નિર્મળતાનો સંગ થાય
પવિત્રજીવન ભક્તિસંગે જીવતા,ઉજ્વળતા સહેવાય
અવનીના આગમનને સમજતા,માનવમન મલકાય
.               …………………પ્રભુ પ્રેમને પારખી ચાલતા.
નિર્મળ જીવન જગે જીવતા,મળેલ આજન્મ સાર્થક થાય
અભિમાનઆદરની કેડીને મુકતા,સંત જલાસાંઇ હરખાય
આવી આંગણે કૃપા મળતા જીવને,રાહ સાચી મળી જાય
માનવજીવન ઉજ્વળ થતાં,મળેલ જન્મસફળ થઈ જાય
.               ………………….પ્રભુ પ્રેમને પારખી ચાલતા.

==============================

 

« Previous PageNext Page »