October 29th 2013

પ્રીતની પરખ

.                   .પ્રીતની પરખ

તાઃ૨૯/૧૦/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ પ્રેમની જ્યોત જીવનમાં,સુખ શાંન્તિને આપી જાય
સાચીપ્રીતની પરખ થાય,જ્યાં નિર્મળ જીવન મળી જાય
.               ………………….સરળ પ્રેમની જ્યોત જીવનમાં.
કેડી મળે છે જીવને અવનીએ,જે કર્મ બંધનથીજ પકડાય
અવનીપરનુ આગમન બને,જ્યાં કર્મનીકેડી ના સમજાય
દેહનોસંબંધ જીવને વળગે,કળીયુગમાં નાકોઇથી છટકાય
અવનીપરના દેહથી,માનવતાની મહેંક વર્તનથી દેખાય.
.               ………………….સરળ પ્રેમની જ્યોત જીવનમાં.
લાગણી પ્રેમની સરળ કેડી મળે,જ્યાં સમજણથી જીવાય
મળે પ્રીત જ્યાં નિખાલસતાએ,ત્યાં જીવન ઉજ્વળ થાય
કળીયુગની કાતર તોછે વાંકી,જીવને દુર્માર્ગેજ દોરી જાય
અંતઆવતા દેહનો અવનીથી,જીવ કર્મનીકેડીએ બંધાય
.              …………………..સરળ પ્રેમની જ્યોત જીવનમાં.

==================================

October 22nd 2013

નજરની પરખ

 

Najar

.                             ……………………….નજરની પરખ

તાઃ૨૨/૧૦/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર પડી જાય જ્યાં પ્રેમથી,સુખસાગર છલકાઇ જાય
અતુટ આફત આવી મળે,જ્યાં ઇર્ષાથી દ્રષ્ટિ પડી જાય
.                ………………….નજર પડી જાય જ્યાં પ્રેમથી.
આનંદ આનંદ મળે પળે પળ,એ નિખાલસતા કહેવાય
સાચો સંબંધ નિર્મળ પ્રેમનો,જગે માનવતાએ મેળવાય
અહીંતહીંની ઝંઝટ નાજીવે,સરળતાએપ્રભુકૃપાસહેવાય
નિર્મળતાનો સંગ રહે સંગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.
કળીયુગની કેડી છે વ્યાધીઓ,જે નાઅપેક્ષાએ મળી જાય
સરળતાનો ના સંગ રહે,જ્યાં ઇર્ષાની હેલીઓ આવી જાય
દેખાવનો દરીયો વહે જગતમાં,ક્યારે ક્યાંથી એ ભટકાય
માતાની ચૉકીને પ્રેમેપુંજતા,નાકોઇ બુરી નજર પડી જાય
.                …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.

=================================

 

October 18th 2013

શરદ પુનમ

Sharad Punam

 

 

 

 

 

 

 

 

.                         . શરદ પુનમ

તાઃ૧૮/૧૦/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરદ પુનમના ચાંદને નિરખી,શીતળતાનો સાથ આવી જાય
આવી આંખમાં કિરણ પડતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
.                 ………………….શરદ પુનમના ચાંદને નિરખી.
સુર્ય કિરણનો સહવાસ મેળવતા,અવનીએ તાપ આવી જાય
અનંત અકણામણને તોડવા,જીવ દેહ લઈ અહીં તહીં ભટકાય
પ્રેમની સુવાસ મેળવવા કાજે,વૃક્ષનો પડછાયો પકડવા જાય
ઉદય ને અસ્ત સુરજનો  અવનીએ,જીવને ટાઢક આપી જાય
.              ……………………શરદ પુનમના ચાંદને નિરખી.
ચાંદનીની શીતળતા ન્યારી લાગે,જીવની શાંન્તિએ દેખાય
મળે કિરણ જ્યાંદેહને અવનીએ,મન શાંન્તિએ હરખાઇ જાય
શરદપુનમના શીતળચાંદે,અવનીએ સુખશાંન્તિઆવી જાય
સ્નેહપ્રેમનીજ્યોત પ્રગટાવીજીવને,અનંતશાંન્તિઆપી જાય
.              ……………………શરદ પુનમના ચાંદને નિરખી.

====================================

October 15th 2013

મંગલ દીન

.                         .મંગલ દીન

તાઃ૧૫/૧૦/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળતા જીવને અવનીએ,એજ તેનો મંગલદીન કહેવાય
પરમાત્માની એજ અપાર કૃપા,જીવને માનવદેહ મળી જાય
.                     ………………….. દેહ મળતા જીવને અવનીએ.
સંસ્કાર સાચવી જીવન જીવતા,ના કળીયુગી ચોઘડીયા જોવાય
આંગળી ચીંધતા ચીંધારાઓને પણ,ના આફત કદીય છોડી જાય
જીવનીશ્રધ્ધાએકૃપા પરમાત્માની,જીવનમાંસરળતા મળી જાય
મોહમાયાને ત્યાગીદેતાં,દરેક દીન જીવનમાંમંગલદીનથઈજાય
.                    …………………….દેહ મળતા જીવને અવનીએ.
ઉજ્વલતાની સાચીકેડી મળે,જ્યાં વડીલના આશીર્વાદ મેળવાય
ડગલેપગલે સફળતા પામવા,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
નિર્મળતાનોસંગ રાખવા જીવનમાં,અભિમાનને દુર રાખતા જાવ
આવી આંગણે પ્રભુ કૃપા રહેતા,અંતે જીવ મુક્તિ માર્ગે ચાલી જાય
.                     …………………..દેહ મળતા જીવને અવનીએ.

=====================================

 

 

October 3rd 2013

અભિમાન

.                    .અભિમાન

તાઃ૩/૧૦/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અભિમાનની કેડી જીવને મળતા,દેહ અહીં તહીં ભટકી જાય
ઉજ્વળતાની રાહ છુટતાજ માનવી,નિરાશા મેળવતો જાય
.              …………………અભિમાનની કેડી જીવને મળતા.
સાચી રાહ મળે છે જીવને,જ્યાં માનવતા પકડીને જીવાય
સરળતાની સાચીકેડીને લેતાં,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનુ આગમન એજ,જીવનાકર્મના બંધન કહેવાય
અભિમાનને મુકી માળીયે જીવતાં,સાથ સૌનોય મળી જાય
.              ………………….અભિમાનની કેડી જીવને મળતા.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં મળેલ સંસ્કારનેજ સચવાય
આશિર્વાદની વર્ષા વરસતા,માનવ જન્મ સફળ થઈ જાય
સત્કર્મની કેડીને પકડીને ચાલતા,કર્મનાબંધન છુટતા જાય
અંતઆવતા દેહનો અવનીથી,અંતે પરમાત્માની કૃપાથાય
.             ………………….અભિમાનની કેડી જીવને મળતા.

+++++++++++++++++++++++++++++++++++

October 2nd 2013

માનવીમન

.                      માનવીમન                 

તાઃ૨/૧૦/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની શીતળ દ્રષ્ટિએ,માનવ જીવન મહેંકી જાય
પ્રેમની સાચી કેડી મળતા,જીવનમાં શાંન્તિ વરસી જાય
.                 …………………પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
અદભુત લીલા અવિનાશીની,જ્યાં સાચીભક્તિ પ્રેમે થાય
કળીયુગના બંધનો છુટતા,જીવને અનંતશાંન્તિ મળીજાય
પાવનકર્મની કેડી મળતાંજ,આધીવ્યાધી પણ ભાગી જાય
અનંતપ્રેમ શ્રીજલાસાંઇનો મળતા,આમાનવમન મલકાય
.                ………………….પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
સિધ્ધીના સોપાન ખુલતા જીવનમાં,સફળતા મળતી જાય
મહેનત સાચી રાહે કરતા જીવનમાં,ના તકલીફને મેળવાય
કરેલ કર્મ એ ઉજ્વળતાના વાદળ,અંતે પ્રેમ વરસાવી જાય
માનવમનની મહેંક પ્રસરતા,મળતા જીવોનેય આનંદ થાય
.              ……………………પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.

===================================

September 29th 2013

ભિખારી

.                        .ભિખારી

તાઃ૨૯/૯/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે જ્યાં અવનીએ જીવને,સઘળી બાજુથી લપટાય
ઉજ્વળતાની નાકોઇ કેડી મળતા,ભિખારી થઈને ભટકાય
.             ………………….દેહ મળે જ્યાં અવનીએ જીવને.
માગણી એ અપેક્ષા જીવની,ના કોઇ જીવથીય છટકાય
કોની કેટલી ને ક્યારે એ થાય,એતો સમયે જ સમજાય
પરમાત્માથી કૃપાની દેણ,એ સાચી ભક્તિએ મળી જાય
નામાગણી કરવી પડે જીવને,કે નાકોઇ અપેક્ષાય રખાય
.            ……………………દેહ મળે જ્યાં અવનીએ જીવને.
ભીખ માગીને જીવન જીવવુ,ના એને માનવતા કહેવાય
અખુટ સંપત્તીનો સહવાસ હોય,તોય જીવ ભિખારી થાય
મહેનતને જ્યાં નેવે મુકે,ત્યાં કળીયુગી આફતો અથડાય
દેહને કોઇ આધારના રહે,ત્યારેજ એ ભિખ માગતો થાય
.           …………………….દેહ મળે જ્યાં અવનીએ જીવને.

===================================

 

September 27th 2013

સંજોગનો સહવાસ

.               .સંજોગનો સહવાસ    

તાઃ૨૭/૯/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ લાગતા જીવનમાં,કળીયુગી કાતર આવી જાય
વણ માગેલ સંજોગમાં માનવી,અહીતહીં ભટકી જાય
.                     ………………….. સરળ લાગતા જીવનમાં.
પ્રેમ નિખાલસ પામી જીવતા,જીવન સાર્થક થઈ જાય
નિર્મળતાનો સંગ રાખતા,કુદરતની કૃપા મળતી જાય
ભાવના એકેડી અંતરની,જીવનમાં શ્રધ્ધાએમળીજાય
માનવતાની મહેંક પ્રસરતાં,સૌનોય સાથ મળતો જાય
.                    …………………….સરળ લાગતા જીવનમાં.
અવનીપરનુ આગમન,જીવની સાચી જ્યોત કહેવાય
મળે કર્મની કેડી નિર્મળ,એજ જીવના બંધન સમજાય
ભક્તિની સાચી કેડી પકડતા,ઘરમાં આનંદ મળી જાય
મોહમાયાના વાદળ છુટતા,જીવ મુકિત માર્ગેજ દોરાય
.                   …………………….સરળ લાગતા જીવનમાં.

===================================

September 23rd 2013

સત્યના બારણે

.                       . સત્યના બારણે          

તાઃ૨૩/૯/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ અતુટલીલા,સાચી માનવતાએ જ મેળવાય
સત્યના બારણે આવી રહેવા,જીવનમાં નિર્મળતાસચવાય
.                      ……………………કુદરતની આ અતુટલીલા.
ક્રોધ મોહ છે ક્ળીયુગના બંધન,શીતળતાને ભગાડી જાય
માનવી થઈને જીવન જીવવા,સાચી ભક્તિ પ્રેમથી થાય
લીધેલ કેડી જીવનમાં દેહે,લાગણી મોહને એદર્શાવી જાય
સુખશાંન્તિ છેકૃપાનાવાદળ,જલાસાંઇનીભક્તિથીલેવાય
.                      ……………………કુદરતની આ અતુટલીલા.
લાગણી એતો અંતરથી નીકળે,જ્યાં સાચો પ્રેમ વર્ષી જાય
સગાસંબંધી એ જગનાબંધન,કર્મબંધને જીવનેજકડીજાય
અવનીપરના આગમનને પકડી,જીવ અવનીએ ભટકાય
સત્યનાબારણા જીવનાખુલે,જ્યાં અસત્યના બંધ થઇજાય
.                      ……………………કુદરતની આ અતુટલીલા.

======================================

 

September 22nd 2013

સાંકળ

.                      સાંકળ

 તાઃ૨૨//૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંકળનો સંબંધ છે દેહને,અવનીએ ક્યારે ક્યાં એ બાંધી જાય
સ્નેહની સાંકળ શાંન્તિને વરસાવે,લોખંડની દેહને જકડી જાય
.                         …………………..સાંકળનો સંબંધ છે દેહને.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવનમાં સરળતા મળી જાય
પ્રેમ ભાવના જીવનમાં મળતા,મળેલ જન્મ સાર્થક થઈ જાય
પ્રભુકૃપા એ સાંકળ છે  સ્નેહની,પવિત્રરાહ જીવને આપી જાય
મળેલ સરળતા જીવનમાં,અવનીના આગમનનેપ્રસારીજાય
.                        ……………………સાંકળનો સંબંધ છે દેહને.
કળીયુગની સાંકળ છે લોખંડી,માનવના દેહને એ જકડી જાય
ત્રાસની કેડી મળે જીવનમાં,જ્યાં કોઇનો સાથ નામળતો જાય
સહન કરીને જીવન જીવતા,મળેલ જન્મ બંધન આપતો જાય
જલાસાંઇની અસીમકૃપા ત્યાં,જ્યાં નિર્મળપ્રેમથી ભક્તિ થાય
.                       …………………….સાંકળનો સંબંધ છે દેહને.

++++++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »