December 13th 2012

કીર્તીના વાદળ

.                        કીર્તીના વાદળ

તાઃ૧૩/૧૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રાવણની ના રાહ જોતા,કે ના વરસાદના કાળા વાદળ
હૈયાની એ ઉર્મી છે,જે જીવને દઇ જાય કીર્તીના વાદળ
.                    ……………………શ્રાવણની ના રાહ જોતા.
નિર્મળતાનો સંગ જીવનમાં,આપી જાય છે જગમાં પ્રેમ
સદા શાંન્તિની શીતળતાએ,ભાગી જાય છેજીવના વ્હેમ
આવી આંગણે ટકોર દઇ દે,એજ જગતમાં કીર્તીની ટેવ
મળે ના માગે પ્રેમ જીવને,જગતમાં છે એજ સાચી પ્રીત
.                    …………………… શ્રાવણની ના રાહ જોતા.
મનથી કરેલ કર્મ જીવનમાં,સાચી સિધ્ધીને આપી જાય
સફળતાનો  સંગ મળતા જીવના,સર્વ કાર્ય સુધરી જાય
મોહમાયાનો ત્યાગ થતાજ,શાંન્તિનો સંગાથ મળી જાય
આંગણુ ખોલતાજ આનંદ મળે,જ્યાં કીર્તીની વર્ષા થાય
.                     ……………………શ્રાવણની ના રાહ જોતા.

===================================

December 11th 2012

વિદાયની કેડી

.                       વિદાયની કેડી

તાઃ૧૧/૧૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય ના પકડાયો શ્યામથી,કે ના મારા વ્હાલા રામથી
સીતાજીનુ હરણ થયુ વનમાંથી,એ જ લીલા કરતારની
.                      ………………….સમય ના પકડાયો શ્યામથી.
સમયનીકેડી છે સરળ જગતમાં,ના કોઇથીય જગે છટકાય
અવનીપરના આગમનથી જગતમાં,જીવને એ જકડી જાય
આડી અવળીય નદીના વહેંણે,પૃથ્વીએ પાણી પ્રસરી જાય
આવી રહેલ એંધાણ મળતાંય,ના કદી  વિદાયથી છટકાય
.                     …………………..સમય ના પકડાયો શ્યામથી.
અવનીપર આગમન થતાં જીવ,મૃત્યુથી વિદાય પામી જાય
આજનો દીવસ ગઈકાલ બને,ના કદી આવતીકાલ કહેવાય
તકલીફના વાદળમાં ઘેરાતો જીવ,વિદાયને જ પકડવા જાય
નાપકડાય એ પ્રદીપથી હ્યુસ્ટનમાં,કેના વડીલ દીપકભાઇથી
.                     …………………..સમય ના પકડાયો શ્યામથી.

********************************************

 

 

December 9th 2012

પ્રીતની રીત

.                     .પ્રીતની રીત

તાઃ૮/૧૨/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જીવનમાં પામી લેતા,જીવનેસુખ શાંન્તિ મળી જાય
આશીર્વાદની એક જ કેડીલેતાં,આ  જન્મસફળ થઈ જાય
.                           …………………પ્રેમ જીવનમાં પામી લેતા.
મળતા પ્રેમ માબાપનો,સંતાનને જીવન રાહ આપી જાય
જ્યોત પ્રેમની જીવને મળતાં,પાવન કર્મજીવનમાં થાય
ભણતરનો જ્યાં સંગ લીધો,જીવનમાં ઉજ્વળતા લેવાય
ના મોહ માયા કે અભિમાન અડકે,જીવન નિખાલસ થાય
.                          ………………….પ્રેમ જીવનમાં પામી લેતા.
સ્વાર્થની સાંકળ દુર રાખતાં,સૌનો સ્નેહ પ્રેમ મળી જાય
આફત નાઆવે જીવનમાં,જ્યાં જલાસાંઈની ભક્તિ થાય
પ્રીત સાચી પ્રભુથી કરતાં,જીવથી મુક્તિમાર્ગ મળી જાય
પ્રીતનીરીત અનોખીભક્તિની,જ્યાંથી સ્વાર્થ ભાગી જાય
.                         …………………..પ્રેમ જીવનમાં પામી લેતા.

++++++++++++++++++++++++++++++++++++++++

December 5th 2012

સ્નેહની શીતળતા

.                  સ્નેહની  શીતળતા

તાઃ૫/૧૨/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની લહેર મળતાં,દીવસ મહેંકી જાય
શાંન્તિ આવી મનનેમળતાં,સ્નેહ શીતળ થઈ જાય
.             ………………….શીતળ પવનની લહેર મળતાં.
લાગણી કેરા વાદળ ઘુમતાં જ,પ્રેમની વર્ષા અનુભવાય
ના માયાના બંધન રહે દેહને,નેજીવને શાંન્તિ અડી જાય
પ્રભુકૃપાએ અણસાર મળે,જે સાચો ભક્તિમાર્ગ દઈ જાય
ઉજ્વળતાના સોપાન મળતાં,માનવ જીવન મહેંકી જાય
.              …………………..શીતળ પવનની લહેર મળતાં.
અનેક રૂપે સંગાથ મળે દેહને,જે સૌ કામ સરળ કરી જાય
પ્રેમની પાવન જ્યોત જલતાં,જીવનમાં ઉજાસ મળી જાય
સરળતાના વાદળ ઘેરાતા,શીતળ સ્નેહની વર્ષા થઈ જાય
મનની માગણી કોઇ નારહેતાં,ઉજ્વળ આજીવન થઈ જાય
.                …………………..શીતળ પવનની લહેર મળતાં.

===============================

December 2nd 2012

આફત આવે

.                       આફત આવે

તાઃ૨/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવે આફત દોડી જીવનમાં,જ્યાં મોહમાયા પકડાય
ઘરમાં આવે આફત દોડી,જ્યાં મનથી ભક્તિ નાથાય
.               …………………આવે આફત દોડી જીવનમાં.
જીવને મળતી કાયા જગે,ત્યાં પળપળનેના સચવાય
યુગના બંધન દેહને મળે,ક્યાંથી ક્યાં ક્યારે લઇ જાય
અદભુતછે આલીલા પ્રભુની,ના જગે કોઇથી સમજાય
ક્યારે આવે આફત દોડી,જગતમાં જીવને અડકીજાય
.              …………………આવે આફત દોડી જીવનમાં.
નિર્મળતાની સંગે ચાલતા,માનવી જીવન જીવી જાય
અવનીપર ના કોઇ અણસાર મળે,ક્યારે શુ થઈ જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.આવતી આફત થી બચાય
મળીજાય કૃપા જલાસાંઇની,તો જન્મ સફળ થઈજાય
.            ……………………આવે આફત દોડી જીવનમાં.

===================================

December 1st 2012

સમયની સાંકળ

.                       સમયની સાંકળ

તાઃ૧/૧૨/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની પકડી જ્યાં સાંકળ,ત્યાં નાઆવે જીવનમાં ડાકણ
ગતિ મતીની સમજ થતાં,મળેલ જીવન થઈ જાય પાવન
.                    …………………..સમયની પકડી જ્યાં સાંકળ.
સ્નેહ આવે જીવનમાં જ્યાંઆગળ,ત્યાં મળે સ્નેહના વાદળ
માનવતાની મહેંક પ્રસરતા,મળેલ જન્મ થઈ જાય સાર્થક
અવનીપરના આગમને,ભક્તિનીજ્યોત લઈ જાયઆગળ
મહેંક માનવતાની મહેંકતા,સમયની મળી જાય છે સાંકળ
.                   ……………………સમયની પકડી જ્યાં સાંકળ.
સરળ કેડી સમયની જગતમાં,સમજણે માનવીને  સમજાય
સુખદુઃખનાવાદળ તોવરસે,કદમકદમને સાચવીને છટકાય
ટળી જાય આફતની હેલી,ત્યાં આવી જાય  છે શાંન્તિ પહેલી
મળી જાય જ્યાં પ્રેમ જલાસાંઇનો,જીવને મુક્તિછે મળનારી
.                   …………………..સમયની પકડી જ્યાં સાંકળ.

*****************************************

November 30th 2012

લટકતી ચાલ

.                     લટકતી ચાલ

તાઃ૩૦/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારી આંખો જોઇ,તારા લટકા જોઇ,મારી કેડી બગડી ગઈ
શ્રાવણની સંધ્યાખોઇ,તુ દીલમાં ગઈ,નેસાંજ લટકતી થઈ
.                    …………………તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
લટકતી ચાલે તુ સરકી ગઈ,વહુ છટકી ગઈ,વિરહી આંખો થઈ
કળીયુગી કરતાર મળતીથઇ,વ્યાધીઓ લઈ,શાંન્તિ ભાગી ગઈ
.                   ………………….તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
નાઆગળ જઉ કેપાછળ જઉ,હું ભટકુ અહીં,જ્યાંપ્રીત ખોટી થઈ
મનમંદીરને તાળા વાગતાં,મારી નજર બગડી,નેરાહ વાંકી થઈ
.                   ………………….તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
ભટકી મારી આંખો ગઈ,ના સમજ રહી,ત્યાંમુંઝવણ મળતી ગઈ
ભોળી મુંઝવણ ભાગીગઈ,નાહાથમાં રહી,નિર્મળતાયચાલી ગઈ
.                  …………………..તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
મળતી શાંન્તિ ના સાથે રહી,દુર એ ભાગી ગઈ,ના જોડે મારે રહી
મુંઝવણનો ભંડાર આપતી,લટકતી ચાલે,આ જીંદગી બગડી ગઇ
.                …………………….તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
લેખના સુધરે ભટકી પડતાં,આફત આપી ગઈ,ના શક્તી કોઇ રહી
નામળતીઆજે કે નામળતીકાલે,તને જોઇ,મારીનજર બગડીગઈ
.                …………………….તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.

==========+++++++++++++==========

November 27th 2012

છગન મગન

.                         છગન મગન

તાઃ૨૭/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

છગનભાઇને તો છત્રી વ્હાલી,ને મગનભાઇને વ્હાલી માયા
કર્મની કેડીનો સંગ રહેતા,મળી જાય જીવને જગતમાં કાયા
.                     ………………….છગનભાઇને તો છત્રી વ્હાલી.
આગળ પાછળની ના ચિંતા,જ્યાં જીવે સ્નેહની વર્ષા થાય
અતિ આનંદને ના સહન થતાં જ,હાથમાં છત્રી આવી જાય
સ્નેહ ખેંચે જીવને અવનીએ,ભક્તિની છત્રીએ બચી જવાય
શ્રધ્ધા રાખી તેને પકડી રાખતાં,કોઇ પણ જીવથી છટકાય
.                     ………………….છગનભાઇને તો છત્રી વ્હાલી.
મુઠી ભરેલી માયાને સહેતા,મળી ગઈ મગનભાઇને માયા
અવનીપરના આગમનની આકેડી,મળીજાય જીવને લારા
માયાને થોડી મચક મળતા જ,જીવ અવનીએ જ અથડાય
છટકવાની નાકોઇજ કેડી,જે જન્મમરણથી દેહને છોડીજાય
.                   …………………….છગનભાઇને તો છત્રી વ્હાલી.

################################

 

November 25th 2012

પુનમ ચાંદ

.                       પુનમ ચાંદ

તાઃ૨૫/૧૧/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પુનમ તારા ચાંદની શીતળતા જોઇ,પ્રભાત પાછી ચાલી ગઈ
ઉજ્વળતાની મહેંક માનવીને મળતાં,નિર્મળતાજ વ્યાપી ગઈ
.                     ………………….પુનમ તારા ચાંદની શીતળતા .
એક જ કિરણની લહેર મળતાં,મળેલ દેહને શાંન્તિ મળી ગઈ
તારી દ્રષ્ટિ અવનીએ પડતાં,અનેક  જીવોને ટાઢક મળી ગઈ
માનવતાની મહેંક પ્રસરતા બધે,સાચી લાગણીય મળી ગઈ
મુંઝવણની નાકોઇ નજરપડે,એજ સાચી માનવતા બની ગઈ
.                   ……………………પુનમ તારા ચાંદની શીતળતા.
સ્નેહ પ્રેમની એકજ જ્યોત મળતાં,જગે  જીવો હરખાયા અહીં
કૃપા  જલાસાંઇની જીવોને મળતાં,માનવતા પણ મહેંકી ગઈ
પ્રભાતની ના અપેક્ષા કોઇનેય,જ્યાં પુનમનો ચાંદ દીઠો ભઈ
સરળ જીવનની કેડીજોતાં,મળેલ જન્મ સફળ થઇ ગયો અહીં
.                  …………………….પુનમ તારા ચાંદની શીતળતા.

========================================

November 23rd 2012

ઉજળી પ્રભાત

                       ઉજળી પ્રભાત

તાઃ૨૩/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં,માનવીનોદીવસ સુધરી જાય
નિખાલસતાનો સાથ રહેતાં,ના આફત કોઇ અથડાઇ જાય
.                      ………………..ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં.
પહેલા કિરણો લેતા સુરજના,શરીરને સ્વાસ્થ્ય આપી જાય 
દવા દારૂની મોંકણ છુટતા,નાખોટા કોઇ ખર્ચાઓ પણ થાય
રામનામની કેડી છે અનોખી,મેળવવા ભક્તિ પ્રેમથી થાય
ઉજ્વળ પ્રભાતને નિરખીલેતાં,પરમાત્માનોપ્રેમ મળી જાય
.                        ……………….ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં.
પ્રીત જલાસાંઇથી કરતાં,જીવનમાં ભક્તિ સાચી થઈ જાય
મનથી સ્મરણ શ્રધ્ધાએ કરતાં,માનવજીવન ઉજ્વળ થાય
લાગણી મોહ અને માયા તો છે,કળીયુગની ભીની ચાદર
પડીજાય જો દેહપર કદીક,તો માનવજીવન વેડફાઇ જાય
.                      ……………….ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં.

+++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »