December 5th 2012

સ્નેહની શીતળતા

.                  સ્નેહની  શીતળતા

તાઃ૫/૧૨/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની લહેર મળતાં,દીવસ મહેંકી જાય
શાંન્તિ આવી મનનેમળતાં,સ્નેહ શીતળ થઈ જાય
.             ………………….શીતળ પવનની લહેર મળતાં.
લાગણી કેરા વાદળ ઘુમતાં જ,પ્રેમની વર્ષા અનુભવાય
ના માયાના બંધન રહે દેહને,નેજીવને શાંન્તિ અડી જાય
પ્રભુકૃપાએ અણસાર મળે,જે સાચો ભક્તિમાર્ગ દઈ જાય
ઉજ્વળતાના સોપાન મળતાં,માનવ જીવન મહેંકી જાય
.              …………………..શીતળ પવનની લહેર મળતાં.
અનેક રૂપે સંગાથ મળે દેહને,જે સૌ કામ સરળ કરી જાય
પ્રેમની પાવન જ્યોત જલતાં,જીવનમાં ઉજાસ મળી જાય
સરળતાના વાદળ ઘેરાતા,શીતળ સ્નેહની વર્ષા થઈ જાય
મનની માગણી કોઇ નારહેતાં,ઉજ્વળ આજીવન થઈ જાય
.                …………………..શીતળ પવનની લહેર મળતાં.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment