December 19th 2012

કુદરતની કેડી

.                      .કુદરતની કેડી

તાઃ૧૯/૧૨/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયે શીતળતા મળે જીવનમાં,ને ભક્તિ માર્ગે સુખધામ
કુદરતની આ અજબકેડી,જે જીવને દેહે દઈ જાય છે કામ
.                 ………………….સમયે શીતળતા મળે જીવનમાં.
ઉજ્વળતાના વાદળની લહેરે,મોહમાયા દુર ભાગી જાય
શાંન્તિનો સહવાસરહેતા જીવનમાં,પાવનકર્મ થતા જાય
મળેઅણસાર ભક્તિનો જીવે,જ્યાં જલાસાંઇનીદ્રષ્ટિ થાય
નિર્મળતાનો સંગ મળતાં જગે,કુદરતની કેડી મળી જાય
.                …………………..સમયે શીતળતા મળે જીવનમાં.
આધી વ્યાધીને આંબી લેતાં,જીવને સદમાર્ગ મળી જાય
મુંઝવણ કદી નાઆવે બારણે,એ કુદરતની કૃપાકહેવાય
સુખશાંન્તિના વાદળ ઘેરાતા,જીવને અનંત શાંન્તિ થાય
સાચી ભક્તિનો સંગ મળતાં,દેહે પાવન કર્મે જીવ દોરાય
.                 …………………..સમયે શીતળતા મળે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++