December 25th 2012

ભોલે શંકર

.                      .ભોલેશંકર

તા:૨૫/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળાનાથની ભક્તિ કરતાંજ,મન મારું ખુબ હરખાય
ઉજ્વળ કેડી મળતા જીવને,પાવન કર્મ જીવથી થાય
.                   ……………………ભોળાનાથની ભક્તિ કરતાં.
સોમવારની શીતળ સવારે,શિવલીંગે દુધ અર્ચન થાય
ૐ નમઃશિવાયના સ્મરણથી,જીવન ઉજ્વળ થઈ જાય
મળે કૃપા માતા પાર્વતીની,સંગે ગજાનંદ પણ હરખાય
કર્મની સાચી કેડી મળતાં,સદકર્મ જીવનમાં થઈ જાય
.                  …………………….ભોળાનાથની ભક્તિ કરતાં.
સાચી શ્રધ્ધા રાખતાં જીવનમાં,પ્રભુની કૃપા મળી જાય
ગૌરીનંદન રાજીરહેતાં,જીવની આકેડી પવિત્ર થઇ જાય
મોહમાયા કાયાથી છુટતાં,પિતા ભોલેનાથની કૃપા થાય
જન્મમૃત્યુના બંધનતુટતાં,જીવનોજન્મ સફળ થઈ જાય
.                   ……………………ભોળાનાથની ભક્તિ કરતાં.
ભોલેશંકરના સ્મરણ માત્રથી,જીવે પાવનકર્મ થતાથાય
માતા પાર્વતીની દ્રષ્ટિ પડતાં,આ દેહ પવિત્ર થઈ જાય
નંદેશ્વરની એકજ ટપલીએ,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
જન્મ મરણના બંધન છુટતાંજ,સ્વર્ગની સીડી મળી જાય
.                    …………………..ભોળાનાથની ભક્તિ કરતાં.

*******************************************