ચરણ સ્પર્શ
. ચરણસ્પર્શ
તાઃ૩૦/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસ્કારના શીતળ સંગે રહેતા,જીવનમાં શાંન્તિ મળી જાય
વંદનકરીને ચરણ સ્પર્શતા,જીવને ઉજ્વળરાહ મળી જાય
. …………………..સંસ્કારના શીતળ સંગે.
સંતાનને સ્નેહ મળે માબાપનો,જ્યાં વંદન પ્રેમથી થાય
માબાપનોપ્રેમ પારખી લેતાં,સંતાનને હૈયે આનંદ થાય
શ્રધ્ધારાખી મહેનત કરતાં,મળેલ આશીર્વાદને સમજાય
સુખ શાંન્તિના વાદળ વરસતાં,આ જીવન ઉજ્વળ થાય
. ……………………સંસ્કારના શીતળ સંગે.
સંતોનો સહવાસ મળે જીવને,જ્યાં ચરણોમાં વંદન થાય
પરમાત્માની કૃપાએ,મળેલ દેહનો જન્મ સફળ થઈ જાય
અખંડઆનંદ અંતરમાં રહે,ને મળેલ જીવન પણ મહેંકાય
જલાસાંઇનાચરણે સ્પર્શતા,જીવને ભક્તિમાર્ગ મળી જાય
. …………………..સંસ્કારના શીતળ સંગે.
================================