December 15th 2012

શીતળ જીવન

.                       . શીતળ જીવન

તાઃ૧૫/૧૨/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની લહેરમળી,જ્યાં બારી ખોલી ભઇ
ઉજ્વળતાની  કેડી મળી,ત્યાં જીંદગી ઉજ્વળ થઇ
.             ………………..શીતળ પવનની લહેર મળી.
કીર્તી કેરા વાદળઘુમતાં,હાથમાં કલમ પકડાઇ ગઈ
શાંન્તિના સહવાસે જીવનમાં,નિર્મળતા  આવી ગઈ
સરળ પ્રેમનો સંગે જીવનમાં, સફળતા મળતી ગઈ
મળતા માનીકૃપા જીવને,કલમની કેડી પાવન થઈ
.            …………………શીતળ પવનની લહેર મળી.
મનથીથયેલ માયા કલમથી,હાથમાં એ આવી ગઈ
પ્રેમભાવ ને શ્રધ્ધા રાખતાં જ,આંગળી ચાલતી થઈ
મળી ગયો જ્યાં સ્નેહ સંગીનો,ત્યાં પ્રેરણા થતી ગઈ
અદભુતકેડી મળી જીવને,પાવનપ્રેમને સાચવીગઈ
.           ………………….શીતળ પવનની લહેર મળી.

=============================