December 31st 2012

વિદાય ૨૦૧૨ને

.                 વિદાય ૨૦૧૨ને

તાઃ૩૧/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન સંતશ્રીજલાસાંઇને કરતાં,જીવનમાં આનંદ થાય
આજકાલમાં સંકડાઇ રહેતા,આજે વિદાય ૨૦૧૨ને થાય
.               ………………વંદન સંત જલાસાંઇને કરતાં.
સુખદુઃખની સાંકળ  સ્પર્શે દેહને,મનને સમયે સમજાય
મળી જાય જ્યાં કૃપા જલાસાંઇની,જીવને શાંન્તિ થાય
વિતેલ વર્ષની યાદમાં,જીવને અનેક પ્રસંગ મળી જાય
મળેલ પ્રેમ એ સંભારણુબને,ના કોઇનાથી એને ભુલાય
.               ………………વંદન સંત જલાસાંઇને કરતાં.
હ્યુસ્ટનની સાહિત્ય કેડી સરળતાએ,નિર્મળ બની જાય
પ્રેમ મળ્યો છે સૌનોય મને,ના જીવનમાં એને ભુલાય
સરળતાએ સંગે રહેતા જીવનમાં,પ્રેમ મને મળી જાય
આજકાલની સંગે રહેતા કલમે,અનેક રચનાઓ થાય
.            …………………વંદન સંત જલાસાંઇને કરતાં.

=====++++++++======+++++++======