December 23rd 2012

ભવિષ્ય

.                        .ભવિષ્ય

તાઃ૨૩/૧૨/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભવિષ્ય ભાખી જીવનમાં,ના કદી ઉજ્વળતા મેળવાય
પ્રેમભાવથી ભક્તિકરતાં,જીવનમાં સફળતા મળીજાય
.                    ………………..ભવિષ્ય  ભાખી જીવનમાં.
માનવજીવન છે મર્યાદીત,ના કોઇથી જગતમાં અંબાય
ટકોર એકજ મળતાંજીવને,સમજણનો સંગાથમળીજાય
ભવિષ્યની ના આફત તેને,જ્યાં જલાસાંઇની દ્રષ્ટિ થાય
ઉજ્વળ જીવન મહેંકે જગતમાં,એજ કૃપા મળી કહેવાય
.                   …………………ભવિષ્ય  ભાખી જીવનમાં.
કલમ પકડી લેખ લખી જીવના,લાયકાત બતાવી જાય
કુદરતની જ્યાં કૃપામળે જીવને,નાકોઇથી આડુ અવાય
શાંન્તિનો સંગાથ મળતાં જીવનમાં,ના વ્યાધી અથડાય
આવતીકાલ ઉજળી જ છે,જ્યાં માયા મોહને તરછોડાય
.                   …………………ભવિષ્ય  ભાખી જીવનમાં.

====================================