December 2nd 2012

આફત આવે

.                       આફત આવે

તાઃ૨/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવે આફત દોડી જીવનમાં,જ્યાં મોહમાયા પકડાય
ઘરમાં આવે આફત દોડી,જ્યાં મનથી ભક્તિ નાથાય
.               …………………આવે આફત દોડી જીવનમાં.
જીવને મળતી કાયા જગે,ત્યાં પળપળનેના સચવાય
યુગના બંધન દેહને મળે,ક્યાંથી ક્યાં ક્યારે લઇ જાય
અદભુતછે આલીલા પ્રભુની,ના જગે કોઇથી સમજાય
ક્યારે આવે આફત દોડી,જગતમાં જીવને અડકીજાય
.              …………………આવે આફત દોડી જીવનમાં.
નિર્મળતાની સંગે ચાલતા,માનવી જીવન જીવી જાય
અવનીપર ના કોઇ અણસાર મળે,ક્યારે શુ થઈ જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.આવતી આફત થી બચાય
મળીજાય કૃપા જલાસાંઇની,તો જન્મ સફળ થઈજાય
.            ……………………આવે આફત દોડી જીવનમાં.

===================================