ભક્તિમાર્ગ
. ભક્તિમાર્ગ
તાઃ૨૨/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચી ભક્તિ પ્રેમથી કરતાં,જીવનમાં શાંન્તિ થાય
મોહમાયાનો ત્યાગ કરતાં,ભક્તિ માર્ગ મળી જાય
. …………………સાચી ભક્તિ પ્રેમથી કરતાં.
મંત્ર તંત્રનો ભેદ સમજી,સાચી ભક્તિ મનથી થાય
મનથી કરેલ માળા જીવે,સ્વર્ગીય શાંન્તિ સહેવાય
પ્રેમની સાચી રાહ મળતાં,સંત જલાસાંઇ હરખાય
મનને મળે શાંન્તિસાચી,એજ ભક્તિપ્રીત કહેવાય
. ………………….સાચી ભક્તિ પ્રેમથી કરતાં.
પ્રભાત સંધ્યાને પારખી લેતાં,સમય સમજાઇ જાય
કરતાંપ્રેમે સ્મરણ જલાસાંઇનું,મન પાવનથઈ જાય
કળીયુગની કેડી છુટતાં,મળેલ જન્મ સફળ થઇ જાય
મુક્તિમાર્ગ મળતાં જીવને,જગે કર્મ બંધન છુટી જાય
. …………………..સાચી ભક્તિ પ્રેમથી કરતાં.
*******************************************