December 24th 2012

વિચારનીકેડી

.                         વિચારનીકેડી

તાઃ૨૪/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલને આવકારતા જીવનમાં સવાર પડી ગઈ
.            શું કરવુ ને શું ના કરવુ તે વિચારતા સાંજ પડી ગઈ
માનવમનને ના મોકળાશ મળી કોઇ જીવનમાં અહીં
.           આફત આવે કે લાફત વાગે કાંઇજ સમજ આવે નહીં
જીવનને જકડતી કેડી મળતાં વ્યાધીઓ મળતી થઈ
.            લાગણીની પકડી લાકડી જીવે નિર્મળતા ભાગી ગઈ
સિધ્ધીના સોપાન શોધતા જ આવી પડ્યો નીચે અહીં
.            મનની મુંઝવણ ના સંગે ચાલે ઉજ્વળતા મળી  ગઈ
અંતરની છોડતા લાગણીઓને સાચીરાહ પકડાઇ ગઈ
.           સમજ સમજને શોધતાં અંતે વિચારની કેડી મળી ગઈ.

)(((((((((()(((((((((((((((((()))))))))))))))())))))))))))(

December 24th 2012

પ્રેમ અંતરથી

.                       પ્રેમ અંતરથી

તાઃ૨૪/૧૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ સ્નેહનો સંગ રાખતાં,જીવનમાં શીતળતા મળી જાય
ઉજ્વળ ભાવિ પારખી લેતાં,સાચોપ્રેમ અંતરથી મળી જાય
.                      ………………….સરળ સ્નેહનો સંગ રાખતાં.
પ્રીતનીકેડી તોપ્રભુને પ્યારી,સાચી માનવતાએ મળી જાય
જીવની જ્યોત પ્રગટતાં જગે,કૃપા જલાસાંઇની  મળી જાય
સત્કર્મોનો  સંગાથ જીવનમાં,સાચી ભક્તિ એ જ મળી જાય
માયામોહના ત્યાગસંગે,જીવને સાચોમુક્તિમાર્ગ મળી જાય
.                      ………………….સરળ સ્નેહનો સંગ રાખતાં.
લાગણી સાચી સ્નેહથી મળતાં,જગે સુખ શાંન્તિ મળી જાય
અંતરનો સાચો આનંદ મેળવતાં,નિશ્વાર્થભાવના મળી જાય
પકડી લેતા જ કેડી ભક્તિની,ઉજ્વળ રાહ જીવને મળી જાય
પામી લેતાં પ્રેમ સાચો જગતે,માનવતાની મહેંક મળી જાય
.                      …………………..સરળ સ્નેહનો સંગ રાખતાં.

+++++++++++++++++++++++++++++++++++