December 3rd 2012

માડીની મહેંર

.

 

 

 

.

 

 

 

 

 

 

.

.

.                          માડીની મહેંર

તાઃ૩/૧૨/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી મહેંર વરસતાં,જીવને સુખ સાગર મળી જાય
નિર્મળતાનો સંગ મળતાં,માડી તારી ભક્તિ પ્રેમથી થાય
.                    …………………….માડી તારી મહેંર વરસતાં.
મનમંદીરના દ્વાર ખુલતાં તો,પ્રદીપનું  જીવન મહેંકી જાય
ભક્તિ સાચી મનથીકરતાં,અવનીથી જીવનો ઉધ્ધાર થાય
માડી તારીકરુણા વરસતાં,જીવનમાં ઉજ્વળતા આવી જાય
આધીવ્યાધી નાઆવે બારણે,એજ માડી કૃપા તારી કહેવાય
.                      ……………………માડી તારી મહેંર વરસતાં.
સરળ જીવનમાં મળે સંગ તારો,જીવને અનુભવથી સમજાય
જન્મ મૃત્યુના બંધન છુટે જીવના,એજ કૃપા મા તારી કહેવાય
અનેક રૂપે અવનીએ આવીને,જીવની જ્યોત પ્રગટાવી જાય
માડી તારી એજ મહેંક છે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.                      …………………….માડી તારી મહેંર વરસતાં.

=======================================

December 3rd 2012

શીતળ કેડી

.                        શીતળ કેડી

તાઃ૩/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જીવને અવનીએ,અનેક કેડીઓ મળી જાય
ભક્તિપ્રેમની નિર્મળ કેડીએ,મળેલ જન્મસફળ થઈ જાય
.              ………………….જન્મ મળતાં જીવને અવનીએ.
આગમનના એંધાણ મળતાં,માતાને અનંત આનંદ થાય
સંતાનના દેહને નિરખતાં,માબાપના  હૈયા  ઉભરાઈ જાય
પાપા પગલીએ બાળકને,સંસારમાં શીતળ કેડી મળી જાય
આશીર્વાદ અંતરથી મળતાં,આ મળેલ દેહ આનંદે ઉભરાય
.                  …………………જન્મ મળતાં જીવને અવનીએ.
મનથી મહેનતનો સંગ રાખતાં,જીવને રાહ સાચી મળી જાય
સરળતાનો સાથ રહેતાં જ,દેહથી થતાં કામ સફળ થઈ જાય
માયામોહની ના કાતરચાલે,એ ઉજ્વળરાહ જીવનેમળી જાય
મળે પળેપળ શીતળતા જીવનમાં,સાચી એ જ કેડી સમજાય
.                  ………………….જન્મ મળતાં જીવને અવનીએ.

+++++++++++++++++++++++++++++++++