December 13th 2012

કીર્તીના વાદળ

.                        કીર્તીના વાદળ

તાઃ૧૩/૧૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રાવણની ના રાહ જોતા,કે ના વરસાદના કાળા વાદળ
હૈયાની એ ઉર્મી છે,જે જીવને દઇ જાય કીર્તીના વાદળ
.                    ……………………શ્રાવણની ના રાહ જોતા.
નિર્મળતાનો સંગ જીવનમાં,આપી જાય છે જગમાં પ્રેમ
સદા શાંન્તિની શીતળતાએ,ભાગી જાય છેજીવના વ્હેમ
આવી આંગણે ટકોર દઇ દે,એજ જગતમાં કીર્તીની ટેવ
મળે ના માગે પ્રેમ જીવને,જગતમાં છે એજ સાચી પ્રીત
.                    …………………… શ્રાવણની ના રાહ જોતા.
મનથી કરેલ કર્મ જીવનમાં,સાચી સિધ્ધીને આપી જાય
સફળતાનો  સંગ મળતા જીવના,સર્વ કાર્ય સુધરી જાય
મોહમાયાનો ત્યાગ થતાજ,શાંન્તિનો સંગાથ મળી જાય
આંગણુ ખોલતાજ આનંદ મળે,જ્યાં કીર્તીની વર્ષા થાય
.                     ……………………શ્રાવણની ના રાહ જોતા.

===================================