વિદાયની કેડી
. વિદાયની કેડી
તાઃ૧૧/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય ના પકડાયો શ્યામથી,કે ના મારા વ્હાલા રામથી
સીતાજીનુ હરણ થયુ વનમાંથી,એ જ લીલા કરતારની
. ………………….સમય ના પકડાયો શ્યામથી.
સમયનીકેડી છે સરળ જગતમાં,ના કોઇથીય જગે છટકાય
અવનીપરના આગમનથી જગતમાં,જીવને એ જકડી જાય
આડી અવળીય નદીના વહેંણે,પૃથ્વીએ પાણી પ્રસરી જાય
આવી રહેલ એંધાણ મળતાંય,ના કદી વિદાયથી છટકાય
. …………………..સમય ના પકડાયો શ્યામથી.
અવનીપર આગમન થતાં જીવ,મૃત્યુથી વિદાય પામી જાય
આજનો દીવસ ગઈકાલ બને,ના કદી આવતીકાલ કહેવાય
તકલીફના વાદળમાં ઘેરાતો જીવ,વિદાયને જ પકડવા જાય
નાપકડાય એ પ્રદીપથી હ્યુસ્ટનમાં,કેના વડીલ દીપકભાઇથી
. …………………..સમય ના પકડાયો શ્યામથી.
********************************************