નિર્મળતાનો સંગ
. .નિર્મળતાનોસંગ
તાઃ૧૮/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાનો સંગ મળતા જીવન,કર્મે પાવન થાય
શાંન્તિનો સહવાસ મળે ત્યાં,જન્મ સફળ થઈ જાય
. ………………નિર્મળતાનો સંગ મળતા જીવન.
દેહના સંબંધ સાથે જ ચાલે,ના કોઇનાથી છટકાય
અવનીપરના આગમન સંગે,સાથે કર્મબંધન હોય
લાગણી મોહ કે માયામળે,જ્યાં કળીયુગ સંગે હોય
સમજણનોસંગ રહે જીવનમાં,ત્યાંજ માનવતાહોય
. ……………….નિર્મળતાનો સંગ મળતા જીવન.
મન વિચારને વાણી સાચવતાં,પ્રભુ પ્રેમનીવર્ષા થાય
આવી મળે નિર્મળતા જીવને,ત્યાં ભેદભાવ ના હોય
સંગ મળે નિશ્વાર્થ ભાવનાએ,ત્યાં જ ઉજ્વળતા હોય
જલાસાંઇની કેડી પકડતા,જીવને મુક્તિમાર્ગ દેખાય
. ……………….નિર્મળતાનો સંગ મળતા જીવન.
=============================