November 22nd 2012
. લથડતી કાયા
તાઃ૨૨/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી માયા ને ઢળતી કાયાએ,આ દેહ લથડી જાય
સમજી વિચારી કેડી પકડતાં,માનવદેહ ઉજ્વળથાય
. ………………..મળતી માયા ને ઢળતી કાયાએ.
કુદરતની કૃપાએજ જગતમાં, સુંદરતા પ્રસરતી જાય
મહેંક મેળવવા જીવનમાં,નિર્મળ માનવતા સચવાય
માયાને જ્યાં મોતદીધુ,ત્યાં જીવનમાં સરળતાદેખાય
જલાસાંઇની ભક્તિ સંગે,મળેલ જન્મ સફળ થઈ જાય
. …………………મળતી માયા ને ઢળતી કાયાએ.
દેહ મળતા અવનીએ જીવને,ઉંમરને સાથે છે ગણાય
ના કદી એ અટકે જીવનમાં,એતો સમયની સાથે જાય
વધતીઉંમરે લથડેકાયા,ના જગતમાં કોઇથી છટકાય
મળેદેહથી મુક્તિજીવને,જ્યાં ભક્તિએ જીવનમહેંકાય
. …………………..મળતી માયા ને ઢળતી કાયાએ.
++++++++++++++++++++++++++++++++++++
November 7th 2012
. લાગણીપ્રેમ
તાઃ૭/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગણી એ અંતરથી નીકળે,ના દેખાવમાં ઉભરાય
કળીયુગની કેડીએ જોતાં,વ્યર્થ સમય થઈ વેડફાય
. …………………લાગણી એ અંતરથી નીકળે.
પ્રસંગ પારખી પારકી આંખે,થોડી આંખોય ભીની થાય
દેખાવના દરીયામાં ડુબી,આજુબાજુ જોઇ એ બદલાય
સમયની વાંકી કેડી લઈને,કળીયુગી પ્રેમ આવી જાય
બાથમાં ઘાલી સહાનુભુતી દ્વારે,જગને એ બતાવી જાય
. ………………….લાગણી એ અંતરથી નીકળે.
અંતરથી નીકળેલ પ્રેમને,ના કળીયુગ પણ સ્પર્શી જાય
સ્નેહની સાચી સાંકળ જોતાં જ,હૈયે મળેલ જીવો હરખાય
કુદરતની ન્યારી કેડીએ જીવતાં,સૌ માર્ગ સરળ થઇ જાય
લાગણી પ્રેમની પરખ મળે,જીવને સંબંધ સાચો સમજાય
. …………………..લાગણી એ અંતરથી નીકળે.
=====================================
November 6th 2012
. સંઘર્ષ ટળે
તાઃ૬/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મ મળે અવનીએ,દેહથી જેવા કર્મ કરે
નાછટકે જગતમાં કોઇ,જીવને વિવિધ સંઘર્ષો મળે
. …………………જીવને જન્મ મળે અવનીએ.
ઉજ્વળતાના સાથ મળે,જ્યાં ઉંચનીચને છોડાય
સરળતાની કેડીને લેવા,જીવના કર્મને સચવાય
મોહમાયાની ચાદર છુટતાં,ના વ્યાધી અથડાય
જીવનએવું જીવવુ જગે,જ્યાં માનવતા સચવાય
. ……………….જીવને જન્મ મળે અવનીએ.
માનવ જીવનને સફળ કરવા,સાચી ભક્તિજ થાય
મહેનત સાચી કરતાં જીવનમાં,સુખ શાંન્તિ દેખાય
લાગણી મોહને સમજી લેતાં,ખોટા સંબંધને છોડાય
સંઘર્ષની કેડી છુટતા જીવનો,જન્મ સફળ થઇ જાય
. …………………જીવને જન્મ મળે અવનીએ.
=================================
November 5th 2012
. મળ્યો અંધકાર
તાઃ૫/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવન જાવન રહેતુ સંગે,જ્યાં જીવનેદેહ મળી જાય
સરળતાનો સંગ મળે,જ્યાં ભક્તિની કેડી મળી જાય
. ……………………આવન જાવન રહેતુ સંગે.
દેહ મળે જીવને અવનીએ,ભક્તિએ સફળતા સહેવાય
કરેલ સત્કર્મોનો સંગ રહેતા,માનવજીવન મહેંકી જાય
પ્રભુ ભક્તિને પ્રેમથી કરતાં,શ્રધ્ધાનો સાથ મળી જાય
જલાસાંઈની જ્યોત પ્રકટતાં,આજન્મ સફળ થઈ જાય
. ………………….. આવન જાવન રહેતુ સંગે.
કળીયુગની એકજ લકીરે,આ જીવ જગતે ભટકી જાય
મળેઅંધકાર જીવનમાં જીવને,જ્યાં ત્યાં જઈ અથડાય
સુખનીકેડીદુરરહે જીવનમાં,ને દુઃખ વારેવારેમળીજાય
માનવ જીવન વ્યર્થ થતાં,આ જીવ અવનીએ ભટકાય
. ……………………આવન જાવન રહેતુ સંગે.
+++++++++++++++++++++++++++++++++++++
November 2nd 2012
. જીવનની પળ
તાઃ૨/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગીને છે સંબંધ દેહથી,જન્મમળતા એ મળી જાય
કરેલ કર્મ સમજતા જીવનમાં,પળપળ સચવાઇ જાય
. …………………જીંદગીને છે સંબંધ દેહથી.
ક્યારે મળશે કયો દેહ અવનીએ,ના કોઇનેય સમજાય
કર્મબંધન એ સંબંધ જીવનો,દેહ મળતાજદેખાઇ જાય
સમય ના પકડાય કોઇ જીવથી,પળપળ ના સમજાય
ભક્તિને પકડીને ચાલતા જીવનમાં,કૃપા પ્રભુની થાય
. …………………..જીંદગીને છે સંબંધ દેહથી.
માનવજીવન મહેંકીઉઠે,જ્યાં પ્રભાતપહોરને ઓળખાય
નિર્મળભાવના મનમાંરાખતા,કુદરતનો પ્રેમ મળીજાય
બાળપણથી ઉજ્વળતા મેળવવા,મહેનત મનથી થાય
જુવાનીનાસોપાન પારખતાં,જીંદગીમાં પળને પરખાય
. ……………………જીંદગીને છે સંબંધ દેહથી.
*****************************************
October 31st 2012
. શીતળ સાથ
તાઃ૩૧/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખ દુઃખ એતો સંસારની કેડી,માનવ જન્મે મળી જાય છે આજ
ભક્તિ પ્રેમની નિર્મળ જ્યોતે,આવી મળે જીવનમાં શીતળ સાથ
. ………………… સુખ દુઃખ એતો સંસારની કેડી.
દેહ એજ સાંકળ છે જીવની,જીવને જન્મો જન્મ એ જકડી જાય
પશુ પક્ષી પ્રાણી ને માનવદેહ મળે છે,જે કર્મબંધનથી જકડાય
કરુણા સાગરની એક પવિત્ર કેડી,જે જીવને શ્રધ્ધાએ સમજાય
મળે જીવને પ્રેમ જલાસાંઇનો,એ જીવને મુક્તિ માર્ગ દઈ જાય
. …………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.
લાગણી પ્રેમ હૈયામાં ઉભરે,જેને અંતરનો સાચો પ્રેમ કહેવાય
પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં એનો સહવાસ છે મેળવાય
શીતળતાનો સંગાથ મળતાં જીવનમાં,સુખની વર્ષા પણ થાય
લેખ લખેલ જીવનાઅવનીએ,સાચી શ્રધ્ધા ભક્તિએ છુટી જાય
. ……………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.
++++++++++++++++++++++++++++++++++++++
October 27th 2012
. .લફરાની લોટી
તાઃ૨૭/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લફરાની ભઈ લોટી એવી,ના પાણી તેમાં કદી ભરાય
ઉલેચવાની ઇચ્છા કરતાંજ,દેહપર તકલીફો છલકાય
. …………………લફરાની ભઈ લોટી એવી.
આ ગમ્યુ ને તે ગમ્યું ભઈ,તેમાં આ માનવ મન મુંઝાય
આંગળી પકડતાં હાથ છુટી જાય,ત્યાં દેહ ભોંયે ભટકાય
લાગણીને તો લાકડી સમજે,સૌ તેનાથી દુર ભાગી જાય
અંતેમળે એકલખોટી નાની,નાકોઇને કાંઇ એઆપીજાય
. ………………….લફરાની ભઈ લોટી એવી.
સમજેએમ કે મળીગયુમને,જીવનમાં સુખનુ આ સોપાન
ના માગણી જીવનમાં રહી હવે,છોને સૌ દુર ભાગી જાય
સમય આવતા શોધવુ પડે જીવનમા,ના સંતોષ કહેવાય
ઉલેચવાને જ્યાં લોટીશોધે,ત્યાં દુઃખસાગર છલકાઇ જાય
. ………………….લફરાની ભઈ લોટી એવી.
====================================
October 26th 2012
. ગુજરાતી
તાઃ૨૬/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસ્કાર મારું ભઈ સીંચન છે,ને ભાષા મારી ગુજરાતી
પ્રેમની સાંભળતા વાણી જીવનમાં,સૌને એ સમજાતી
. ………………….સંસ્કાર મારું ભઈ સીંચન છે.
ગુજરાતીનુ મને ગૌરવ છે,જેણે જગતમાં નામના દીધી
બાપુ ગાંધીનીસરળ શ્રધ્ધાએ,ભારતની આઝાદી લીધી
સરદાર પટેલને કેમ ભુલાય,જેણે લોખંડી તાકાત દીધી
અંગ્રેજોને ભુલ સમજાવી,ગુજરાતીની જગે હિંમત દીઠી
. …………………..સંસ્કાર મારું ભઈ સીંચન છે.
ભાષાનો છે ભાર જગતમાં,જેને ગુજરાતી ભાષા કહેવાય
ગરમ થાય જ્યાં ગુજરાતી,ત્યાં એ ભાષા જાય બદલાઈ
માર પડે જ્યાં શબ્દોનો તમને,ના કોઇનાથી એ સહેવાય
સંગે ચાલી જે પોતાના બનેલા,તરત દુર એ ભાગી જાય
. …………………..સંસ્કાર મારું ભઈ સીંચન છે.
સમય પારખીને ચાલતાં જગતમાંએ ગુજરાતી કહેવાય
માનવતાની કેડીને પકડી,એ સાચી પ્રભુ ભક્તિ કરી જાય
શિતળ સ્નેહના વાદળ સંગે,માનવ જીવન એ જીવી જાય
જન્મદીનના આનંદપ્રસંગે,હ્રદયથીઆશિર્વાદ મેળવીજાય
. …………………… સંસ્કાર મારું ભઈ સીંચન છે.
+++++++++++++++++++++++++++++++
October 25th 2012
. સાગર દીલ
તાઃ૨૫/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાગર જેવું દીલ રાખતાં,મને નદીઓ મળી ગઈ
આંગળીપકડી સંગેચાલતાં,વ્યાધીઓ ભાગી ગઈ
. …………………..સાગર જેવું દીલ રાખતાં.
માનવતાની મહેંક પ્રસરતાં,જીંદગી સચવાઇ ગઈ
સરળતાની કેડી મળતાંજ,મુંઝવણ પણ ટળી ગઈ
ભક્તિ પ્રેમની જ્યોત પ્રગટતાં,ભક્તિ પાવન થઈ
જલાસાંઇની રાહ મળતાં,આ જીંદગી ઉજ્વળ થઈ
. ………………… સાગર જેવું દીલ રાખતાં.
મારું તારુંની ઝંઝટ છોડતાં,સૌનુ થઈ ગયુ છે અહીં
આંગણે આવતાને પ્રેમ આપતાં,મનને શાંન્તિ થઈ
નિર્મળભાવના મનમાં રાખતાં,સરળતા મળી ગઈ
માનવતા મહેંકતા જીવે,પ્રદીપની ભક્તિસાચી થઈ
. ………………….સાગર જેવું દીલ રાખતાં.
વ્યાધી આવતી દુર ભાગે,જ્યાં સાચોપ્રેમ મળીજાય
ઉજ્વળતાના વાદળ વરસતાં,શ્રધ્ધા પણવધી જાય
મળેપ્રેમ વણમાગ્યો જીવને,સાચી ભક્તિએ કહેવાય
સંતોનોસાથ મળે જ્યાંજીવને,મુક્તિમાર્ગ મળી જાય
. …………………..સાગર જેવું દીલ રાખતાં.
++++++++++++++++++++++++++++++++++
October 19th 2012
. સાચોપ્રેમ
તાઃ૧૯/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જો સાચોપ્રેમ જીવનમાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળતાના સોપાન મળતાં,જન્મ સફળથઈ જાય
. ………………..મળે જો સાચોપ્રેમ જીવનમાં.
સિધ્ધીએ માનવીની કેડી,જે મેળવવા મહેનત થાય
સાચી શ્રધ્ધાનો સંગ રાખતાં,નિર્મળતાએ મળીજાય
પ્રેમ નિખાલસ મળે જીવને,જ્યાં સાચી શ્રધ્ધાદેખાય
ઉજ્વળતા એ સફળ કેડી છે,જે સાચા પ્રેમે મળી જાય
. …………………મળે જો સાચોપ્રેમ જીવનમાં.
સંસ્કાર મળે જીવનમાં,ત્યાં ના આફત કોઇ અથડાય
સફળતાની સીધી રાહે,સાચો પ્રેમ જીવને મળી જાય
અગમ નિગમના ભેદ એવાં,ના માનવીને સમજાય
ભક્તિની કેડી સાચી મળતાં,જીવન ઉજ્વળથઇજાય
. …………………મળે જો સાચોપ્રેમ જીવનમાં.
+++++++++++++++++++++++++++++