April 27th 2011

મંદ વાયરો

                           મંદ વાયરો

તાઃ૨૭/૪/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગઇ છે શાંન્તિ મનને,ને પ્રેમ કુદરતનો અપાર
મંદગતીએ વાયરો મળતાં,ઉજ્વળ સવાર થઈ જાય
                      …………મળી ગઇ છે શાંન્તિ મનને.
સહવાસ મળે જ્યાં કુદરતનો,ત્યાંપુણ્યકર્મ થઈ જાય
મળે પ્રેમ સગા સ્નેહીનો,આ જીવન પણ મહેંકી જાય
શાંન્તિ મળે ત્યાં મનને,જ્યાં દેહથી સત્કર્મો મેળવાય
જલાસાંઇની ભક્તિ લેતાં,મહેંક જીવનમાં પ્રસરીજાય
                     …………મળી ગઇ છે શાંન્તિ મનને.
આવે આંગણે પ્રેમ નિરાળો,ને ભવ પણ સુધરી જાય
મતીને મળે સંગાથસ્નેહીનો,જ્યાંમાનવી થઈજીવાય
જન્મમરણ ના બંધન નિરાળા,જે કર્મ થકી મેળવાય
ભક્તિની સાચીકેડીએ રહેતાં,આ જન્મસફળ થઇજાય
                      ………..મળી ગઇ છે શાંન્તિ મનને.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

April 22nd 2011

મસ્તી કુદરતની

                      મસ્તી કુદરતની

તાઃ૨૨/૪/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મધુર શીતળ વાયરો વાય,ને પ્રભાતપણ ઉજ્વળ હોય
જીવ તરસે જન્મઅવનીએ,જ્યાં કુદરતની મસ્તી હોય
                        ………….મધુર શીતળ વાયરો વાય.
કોયલ દે અણસાર જીવને,મધુર સુરથીજ એ ઓળખાય
મંદ પવનની ગતીમાણતાં,ઉજ્વળ સવાર આ થઈજાય
નિર્મળ એવી મતી બને દેહની,જે નિર્મળતા આપીજાય
પ્રભુ કૃપાને પામતા જગ પર,આ જન્મ સફળ થઈજાય
                         ………….મધુર શીતળ વાયરો વાય.
એક લહેર વાયરાની મુખ પર,પ્રેમથી બચી કરી જાય
બચપણ યાદ આવે દેહને,જે માના પ્રેમથી મેળવાય
મનને શાંન્તિ ને તનમે શાંન્તિ,ચારેકોર એ વસીજાય
મળીજાય આમસ્તી કુદરતની,જે સ્વર્ગસુખ દઈ જાય
                        ………….મધુર શીતળ વાયરો વાય.

===============================

April 21st 2011

મોરની લીલા

.

.

.

.

.

.

.

.

                    મોરની લીલા

તાઃ૨૧/૪/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટહુકો સાંભળી મોરનો આજે,મને હૈયે આનંદ થાય
જોઇ અજબ લીલા મોરની,પ્રભુને પ્રેમે વંદન થાય
                   …………ટહુકો સાંભળી મોરનો આજે.
દીધા પ્રભુએ પીંછા દેહે,જે ઢાલ કાયાની બની જાય
ઉભરો આનંદનો દેખાઇજાય,જ્યાં મુક્ત મને ખેલાય
મીઠી લહેરમળે પવનની,ત્યાંજ અનંત આનંદ થાય
આંખોમાં આનંદ દેખાતા,જીભે કુઉ કુઉનો ટહુકો થાય
                      ………..ટહુકો સાંભળી મોરનો આજે.
કુદરતનો ત્યાં સાથ મળે,જ્યાં માનવ થઈ જીવાય
સ્નેહપ્રેમને પકડી ચાલતા,દેહે સૌનો પ્રેમ મળીજાય
પ્રાણી પશુને પારખીલેતાં,આ જન્મસફળ પણ થાય
અજબલીલા કુદરતની છે,જે મોરની લીલાએદેખાય
                     ………..ટહુકો સાંભળી મોરનો આજે.

**********************************

April 19th 2011

સંસ્કૃતિ સિંચન

                         સંસ્કૃતિ સિંચન

તાઃ૧૯/૪/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાડી આડી ના આવે તો,તો જીવન વેડફાઇ જાય
પૅન્ટ,લેંઘી મળી જાય તો,તો સન્નારી ના રહેવાય
                              …………સાડી આડી ના આવે તો.
લટકુ અટકે ને મટકું અટકે,જ્યાં સન્માનને સચવાય
પતિ પરમેશ્વર બની રહે,ત્યાંજ સાચી સંસ્કૃતિ દેખાય
સમય સમયને સાચવીચાલતા,વ્યાધીઓ ભાગીજાય
મળે શાંન્તિ મનને ત્યાં,જ્યાં સંસ્કારનું સિંચન દેવાય
                           …………..સાડી આડી ના આવે તો.
કૃપા પામવા વડીલની જગે,વંદન મનથી જ થાય
આશીર્વાદની સીડી મળતાં,જીવન ધન્ય થઈ જાય
દેખાવની કેડી દુર રાખતાંજ,નિર્મળતા વહેતી થાય
દેખાવ મુકતાં માળીયે,મળેલ જન્મસફળ થઈ જાય
                          …………..સાડી આડી ના આવે તો.

——————————————————

April 17th 2011

અટારીએથી

                        અટારીએથી

તાઃ૧૭/૪/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અભિનયની અટારીએથી,કલાને પરખાઇ જાય
કરી લીધેલા પાત્રથી જ,ઓળખાણ બીરદાવાય
                ………….અભિનયની અટારીએથી.
મન મક્કમ ને શ્રધ્ધાએ,સદા સફળતા સહેવાય
મળી ગયેલા માનમાં,તેની લાયકાત છાઇ જાય
શબ્દેશબ્દની સાંકળમાં,બીજી કલાઓ મળી જાય
અંતે આનંદ હૈયે થાય,જે ના શબ્દથીય પરખાય
                    ………….અભિનયની અટારીએથી.
પ્રેક્ષક જોતા મઝા પડે,ત્યાં અટારીઓય ઉભરાય
મેળવેલ કળાની કેડીતો,આભારથી છલકાઇ જાય
ડગલુ માંડેલ સોપાન પર,ચાર ચાંદ લાગી જાય
ઉત્તમ મળેલ કૃપામાતાની,જે કલામાં દેખાઇજાય
                  ………….અભિનયની અટારીએથી.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-

April 14th 2011

કેમ કહેવાય

                               કેમ કહેવાય

તાઃ૧૪/૪/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતીને મળતી ગતી જગતમાં,ના કોઇથીય છોડાય
ગબડે જીવન ગાડી પાટેથી,એ કોઇનેય કેમ કહેવાય
                          ……….મતીને મળતી ગતી જગતમાં.
નિર્મળતાને ફેંકીને દુર,કળીયુગમાં દેખાવને પકડાય
સમજે જાણે મળશેમાનવતા,પણ કેમ કરી મેળવાય
હૈયાની આ સમજણ ખોટી,જે અધોગતીએ લઈ જાય
પડે જ્યાં પાટુપરમેશ્વરનું,ત્યાંજ મંદમતીએ સમજાય
                           ……….મતીને મળતી ગતી જગતમાં.
અજબઅનોખી રીત પ્રભુની,સમયે સમયે સમજાય
મતી સાચવી માયાછોડતા,મોહ પણ ભાગીજ જાય
સમજીને એક પગલું ભરતાં,બીજુ સાચવીને ભરાય
મુરખ આવી બારણે બોલે,સાચી વાત કોને કહેવાય
                       ……….મતીને મળતી ગતી જગતમાં.

====================================

April 12th 2011

જુઠાની જીત

                           જુઠાની જીત

તાઃ૨/૪/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જુઠાનો આ જમાનો ભઈ,ના સાચુ કોઇથી બોલાય
કુદરતની આ કરામતમાં,જુઠો જગમાં જીતી જાય
                      ……….જુઠાનો આ જમાનો ભઈ.
સાચાના સહવાસમાં રહેતા,સહન ઘણુ જ કરાય
સમાજની વાંકી દ્રષ્ટિ પડતાં,જીવનેય દુઃખ થાય
સહન કરતાં જીવપર,ઇશ્વરની અસીમ કૃપા થાય
જલાસાંઇની ભક્તિએતો,મનને શાંન્તિ મળી જાય
                      ……….જુઠાનો આ જમાનો ભઈ.
સતયુગમાં સત્યનો સાથ.ને કળીયુગમાંતો જુઠાઇ
શબ્દની ના કીંમત જગમાં,જ્યાં ખરૂખોટુ ભટકાય
મળતો આવી પ્રેમ દેખાવનો,તો જીવ ભટકીજાય
અંત તેનો અવળો આવે,ના કોઇને આ સમજાય
                     ………..જુઠાનો આ જમાનો ભઈ.

++++++++++++++++++++++++++++++

April 12th 2011

બાળપણની યાદ

                         બાળપણની યાદ

 તાઃ૨/૪/૨૦૧૧                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની કલમ છે ન્યારી,જે જીવની કૃપાએ લખાય
કર્મબંધન છે દેહના સંબંધ,એતો અવનીએ સમજાય
                        ………..કુદરતની કલમ છે ન્યારી.
મળે માતાનો અમુલ્ય પ્રેમ,જ્યાં બાળક દેહ કહેવાય
સમજણનો સથવાર મળતાં, જીવ કર્મથી જ બંધાય
વ્હાલ મળે માતાના ખોળે,ના સંતાનથી કદી ભુલાય
સંસ્કારનીકેડી ઉજ્વળબને,જે માના આશીર્વાદેલેવાય
                       …………કુદરતની કલમ છે ન્યારી.
ભીનુ કોરુ ના પારખે બાળક,ત્યાં માના હાથ સ્પર્શાય
રાતદીનનો નાસહવાસ દેહને,ત્યાં ધોડીયુ હાલી જાય
ભીનીઆંખ જોતા સંતાનની,માની મમતા વર્ષી જાય
આવે યાદ બાળપણની જીવને,એ કોઇથીય નાછોડાય
                        …………કુદરતની કલમ છે ન્યારી.

=================================

March 22nd 2011

કારેલાની કઢી

                           કારેલાની કઢી

તાઃ૬/૨/૨૦૧૧       (આણંદ)         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કારેલાની કઢી જ્યાં ખાધી,ત્યાં વ્યાધીઓ ભાગી દુર
આવી શાંન્તિ દેહને ત્યારેજ,મળે સુખ શાંન્તિ ભરપુર
                          ………….કારેલાની કઢી ખાધી.
અરે ઉજ્વળ દીઠી સવારસાંજ,ને ભુલાઇ ગઈ ગઈકાલ
દબાણ લોહીનુ બંધ થયું,ત્યાં સુધરી ગઈ સવાર સાંજ
દવાદારૂની જ્યાં ભાગી ટેવ,ત્યાંજ દવાખાનું દુર જાય 
મનને શાંન્તિ મળીજતાં ભઈ,મારા ઘરના સૌ હરખાય
                           ………….કારેલાની કઢી ખાધી.
ના આડી કે અસર ઉંધી,જ્યાં સાત્વીક શરીર મળીજાય
કેવી કુદરતની આ લીલા,જે સાદા ફળફુલથી મેળવાય
મળીમને કેડી જલાસાંઇની,ત્યારથી જીવ મારો હરખાય
તકલીફો ઉભી દુર રહે જ્યાં,મોટા ખર્ચા પણ બચી જાય
                            ………….કારેલાની કઢી ખાધી.

———————————————————-

February 10th 2011

વાણીવેગ

                              વાણીવેગ

તાઃ૬/૨/૨૦૧૧      (આણંદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વેગ મળતાં વાણીને,જીભથી શબ્દના સચવાય
તેજ નીકળતાં શબ્દથી,વ્યાધીઓ વળગી જાય
                            ………વેગ મળતાં વાણીને.
નિર્મળ વહેતી ધારામાં,જ્યાં પવન પ્રસરીજાય
વેગ મળતાં પાણીનો,ઘણુ બઘુય ડુબી જ જાય
એક રાહ હતી જીવનની,જેથી રાહજ મળી જાય
વધી જાય વણમાગી,ત્યાં કોમલતા ભાગી જાય
                         …………વેગ મળતાં વાણીને.
કુદરતની છે આ માયા,જે અનેક ઘણી જ દેખાય
દ્રષ્ટિ એક માનવની,વધુએ નિર્મળતાને ખોવાય
કદીક કદીક અણસાર મળે,જે સમજુથી સમજાય
અણસાર મળે છે એકને,ના કોઇથી એ મેળવાય
                         ………….વેગ મળતાં વાણીને.

—————————————————–

« Previous PageNext Page »