January 9th 2011
અમારો ચટકો
તાઃ૯/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અમે ચટકો એવો ભરીએ,જાણે વિજળી આભે થઈ
નાહકની શોધે ગોળીઓ,જ્યાં શરીરને વ્યાધી થઈ
અમે સાથે એવા સૌ રહીએ,સૌ એક બની જીવીએ
…………અમે ચટકો એવો ભરીએ.
અમને ભુખ જ્યારે લાગે,ત્યારે એક જ ચટકો ખઈએ
ના રાખીએ કોઇઅપેક્ષા,સંતોષીજીવન પણ જીવીએ
કદીક ભુખ વધારે લાગે,ત્યારે બે વાર ચટકી લઈએ
પણ મનમાં શાંન્તિ લઈને,અમે જીવન જીવી જઈએ
………..અમે ચટકો એવો ભરીએ.
માનવદેહને મળતી વ્યાધી,નાસમજમાં અમને આવે
ચટકો ભરતાં જ ચામડીએ,ડાઘ નાનામોટા થઈ જાય
ઝેર દેવા અમને વળતરે,ચામડીએ દવાઓ ચોપડાય
બદલો લેવા એક જીવનો,ચામડીએ સઘળા ચોંટી જાય
……………અમે ચટકો એવો ભરીએ.
================================
January 4th 2011
અંગ બદલે રંગ
તાઃ૪/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમર કહે હું સાચી જ છું,જગમાં સૌએ મને છે વાંચી
સમય આવતા ચાલે સંગે,એ જ મારો સાચો છે રંગ
………..ઉંમર કહે હું સાચી જ છું.
ઘોડીયે ઝુલતા નાનાદેહને,મળે માતા પ્રેમની જ્યોત
ભીનુ કોરુને પારખી લેતાંજ,ઝુલણા ઝુલાવે મા અનેક
બાળપણ છોડી પગલી માંડતાં,સમજણનો લાગે સંગ
સોપાન લેતાં જીવને,માયા છુટી મળે મહેનતનો રંગ
…………ઉંમર કહે હું સાચી જ છું.
લાકડી હાથનોટેકો બનતાં,જીવનમાં શોધે દેહ સંતાન
આધાર બને જ્યાંલાકડી,ત્યાં અંગનો બદલાય છે રંગ
આંખો કહે હું ઉંમર વાળી,સમજી વિચારી પગલુ જાણી
જન્મ સફળની જોવી દોરી,પ્રભુ ભક્તિએ મળેછે એવી
………..ઉંમર કહે હું સાચી જ છું.
++++++++++++++++++++++++++++++++
December 26th 2010
કુદરતની કળા
તાઃ૨૬/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મધુર મહેંક ધરતીની મળે,ને સંગે પવનની લહેર
જન્મ સફળ લાગે જીવને,પાવન થાય જીવ અનેક
……….મધુર મહેંક ધરતીની મળે.
કરુણા સાગરની મળે કૃપા,ત્યાં મોહમાયા જાય દુર
શાંન્તિનો સહવાસ મળતાં,મન ભક્તિમાંરહે આતુર
મારું તારું ના કદીય વળગે,એ છે પ્રભુકૃપાના મુળ
આવીપ્રેમ મળેસ્નેહીઓનો,ધન્ય જીવન થાય મધુર
……….મધુર મહેંક ધરતીની મળે.
સુર્યોદયનો સાથ છેસૌને,જે ભજીલે પ્રભાતે પળવાર
કુદરતની આ અજબ કળા છે,જે સમજી લે એકવાર
જીવની એકઓળખ નિરાળી,દેહથી નાકદી સમજાય
અંતનજીક આવતાંદેહનો,કુદરતની કૃપાએ પરખાય
……….મધુર મહેંક ધરતીની મળે.
`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`-`
December 11th 2010
સ્વરની ઓળખ
તાઃ૧૧/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજુ વાગે બાજુ વાગે,ફુક મારો ત્યારે જોરથી વાગે
કર્ણ પકડે છે જ્યારે તેને,એતો મધુરસંગીત છે લાગે
…………આજુ વાગે બાજુ વાગે.
શરણાઇનાએ સુર બને,લગ્નમંડપમાં એ જ્યારે વાગે
પ્રીતમ મળે જ્યાં ફેરાસાથે,જીવન ઉજ્વળ થતું લાગે
કુદરત કેરી મળતી માયા,મંગળફેરા એ ફરતી જ્યારે
સંભળાય સુર બંધનના,જે શરણાઇ સાંભળતા નચાવે
………આજુ વાગે બાજુ વાગે.
વાંસળી વાલમ વગાડે,ત્યારે પ્રીતડી પ્રેમની ઉભરાય
નિર્મળ પ્રેમ મળતો દેખાય,જ્યાં મનડાને મુકી દેવાય
ઉજ્વળ સ્નેહનીસાંકળ પકડતાં,અંતર પ્રેમને મેળવાય
સુરને સરગમના બંધન એવા,જે અંતરમાં ઉતરી જાય
……….આજુ વાગે બાજુ વાગે.
++++++++++++++++++++++++++++++++++++
November 29th 2010
કાતરી આંખ
તાઃ૨૯/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નજરના બાણ વાગતાંજ, હૈયેથી પ્રેમ મળી જાય
કાતરી આંખની નજરથી,બનતુ કામ બગડી જાય
……….નજરના બાણ વાગતાંજ.
મળે નજર એક ભાવથી,ત્યાં આત્મા રણકી જાય
સહવાસ મળતાં સંગથી,જગે બધુ જ મળી જાય
કુદરતની આ લીલા,જેને સાચાપ્રેમથી મેળવાય
ના મોહ માયાના વર્તન,જેમાં કળીયુગી ભટકાય
………નજરના બાણ વાગતાંજ.
સફળતાનાઆ સોપાનમાં,સરળતાય સંગાઇ જાય
મહેનત સાચી આવે સાથે,જ્યાં કામ મનથી થાય
મળતી સફળતાય અટકે,નેમહેનત પણ એળે જાય
કાતરી આંખની નજર પડે,ત્યાં સધળુય ઉંધું થાય
………..નજરના બાણ વાગતાંજ.
===============================
October 26th 2010
કસોટી
તાઃ૨૬/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સ્પર્શી ચાલે ઝંઝટ,અવનીએ મળે માનવ દેહ
સાચવી લેતા પગલાં એ,સમજાય આ જીવનનો ભેદ
………..જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
મિત્રતા માનવતા સમજી,નિખાલસતાએ મેળવાય
સરળ જીવનમાં સારીજ લાગે,ના ઝંઝટ કોઇ દેખાય
કરતાકામ ક્યારેક જીવનમાં,જ્યાં મિત્રતા નિરખાય
કસોટી મિત્રતાની થાય,જે સીધા સંબંધેજ સચવાય
…………જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
શ્રધ્ધાની એક રીત અનોખી,જે સંસ્કારે જ લેવાય
સુખદુઃખની કેડી સંસારમાં,સૌને જ એ મળી જાય
હોય સંસારી કે સાધુ દેહ,પણ કોઇથીય ના છુટાય
ભક્તિ કસોટી પાર કરતાં,મળીજાય મુક્તિનો દોર
………. જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
જીવનજીવતા માનવીનું,મન અહીંતહીં ભટકી જાય
સહવાસ ને સંગ સારો મેળવવા,ઘણી કસોટી થાય
અનુભવની અટારીએ આવતાં,જીંદગી આખી જાય
ભક્તિની કસોટીએ તો,દેહથી સત્કર્મોને જ સહેવાય
…………જીવને સ્પર્શી ચાલે ઝંઝટ.
+++++++++++++++++++++++++++++++
September 22nd 2010
અલબેલી ધરતી
તાઃ૨૨/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગણીનો તો દરીયો ઉભર્યો,ના પ્રેમની કોઇ છાલક
અવનવી આ દુનિયામાં ભઇ,ક્યાંથી આવ્યો માણસ
………..લાગણીનો તો દરીયો ઉભર્યો.
કળીયુગની આ કતાર લાંબી,પણ ના મળે કોઇ સાથ
સમજણસાચી શોધતાઅંતે,ડુબીગયો ભવમાં હું આજ
મનની મુંઝવણ લાંબી ચાલી,ના મળી શક્યો ઉપાય
અંતનાઆગમનને નિરખતા,વ્યર્થજન્મ આ થઇજાય
………..લાગણીનો તો દરીયો ઉભર્યો.
કદમ માંડતા પગલા મારા,ના દિશાનો છે અભ્યાસ
એક બે તો સમજી લીધા,પછી લપસી ગયાનો ભાસ
કૃપાની કેડીને નજીકલેતાં,ભાગી ભીતી મનથી આજ
ડગલુ પારખી ચાલતાં મને,હવે મળી ગયા સૌ સાથ
…………લાગણીનો તો દરીયો ઉભર્યો
==============================
September 20th 2010
બારણે આવી
તાઃ૨૦/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધીમેધીમે દોડતી આવી,સમયે હવે મને સમજાઇ
બારણે આવી છે ઇર્ષા મારે,લઇ મિત્રોનો સહવાસ
……….ધીમે ધીમે દોડતી આવી.
લાયકાતની લીધી પેન,ત્યાં લખાઇ ગયુ છે કંઇક
વાંચકોને ખુશીમળતાં,કલમ આગળ ચાલતી થઇ
એક બે કરતાં કરતાં,એ સૌનો પ્રેમ મેળવતી ગઇ
મિત્રોનો સહવાસ મળ્યો,એકબેને બાદ કરતાં ભઇ
……….ધીમે ધીમે દોડતી આવી.
ગળથુથીની ગાથાછે,જે નાકદી વર્તનથી બદલાય
છોને ઉભો અંબર પર,તોય ના ઇર્ષાને કદી છોડાય
લાગણી દેખાવ દુનીયા પર,અંતરથીએ ના દેવાય
શરમ શબ્દને ગળી જતાં,ભીખ માગતા એ દેખાય
………. ધીમે ધીમે દોડતી આવી.
==============================
September 18th 2010
માથુ મટી ગયું
તાઃ૧૦/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શિયાળો કે ગરમ ઉનાળો,શરીર સાચવો જીવન જીવતાં
ખાણી પીણી સાચવી લેતાં,જીવને શાંન્તિ મળીજ રહેતાં
………શિયાળો કે ગરમ ઉનાળો.
વરસાદની વેળા ટાઢક લાવે,દઇ દે દેહને ભીની શાંન્તિ
દેહની વ્યાધી ના પાસેઆવે,જ્યાં મેઘરાજા મહેંર લાવે
ઉનાળાની વાત જ કરતાં,શરીર પરસેવે વ્યાકુળ લાગે
શિયાળાની પ્રકૃતિ જાણી,જેની વાત નાકોઇને કરવાની
……….શિયાળો કે ગરમ ઉનાળો.
ઠંડીઆવે જ્યાં દોડી અવનીએ,કપડાંથી દેહને લપેટાય
માથાનાવાળની રામાયણમાં,નાટોપીથી એને જકડાય
દુઃખતા માથાને કપાળે,લવીંગ તેલ ઘસીને બચાવાય
ના ગોળીની કોઇ જરૂર પડે,કે ના આડઅસર કોઇ થાય
……….શિયાળો કે ગરમ ઉનાળો.
===============================
September 14th 2010
પેટ કે……
તાઃ૧૪/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ દેહને તો વ્યાધીઓ બહુ,સમજ ના આવે સૌ
એકને પટાવુ લાંબાગાળે,ત્યાં બીજીની વાત ક્યાં કહુ
……….માનવ દેહને તો વ્યાધીઓ.
શીતળ મળતીતી લહેર મને,મળ્યો દેખાવનો દરીયો
આવી આંગણે ઉભો રહ્યો એ,ચારે કોર મારી એ ફરતો
સર્જનહારની આ લીલા ભઇ,ત્યારે ના મળે કોઇ રસ્તો
અનહદ આવી મળે દેહને,ત્યારે એ નાપચાવી શકતો
………માનવ દેહને તો વ્યાધીઓ.
અતિનો છે અણસાર બુધ્ધિને,નાદેહ એ સમજી ચાલે
હદનીદીવાલ જ્યાં ઓળંગે,ત્યાં નાશરીર થોડુંય હાલે
અન્ન પારકુ પણ ના પેટ,મોંએ ખાધેલુ પચાવી જાણે
ના દીઠાનુ મળેલ જાણો,ત્યાં ના પેટ પટારાને તાણે
………માનવ દેહને તો વ્યાધીઓ.
==============================