September 14th 2010

પેટ કે….

                              પેટ કે……

તાઃ૧૪/૯/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ દેહને તો વ્યાધીઓ બહુ,સમજ ના આવે સૌ
એકને પટાવુ લાંબાગાળે,ત્યાં બીજીની વાત ક્યાં કહુ
                     ……….માનવ દેહને તો વ્યાધીઓ.
શીતળ મળતીતી લહેર મને,મળ્યો દેખાવનો દરીયો
આવી આંગણે ઉભો રહ્યો એ,ચારે કોર મારી એ ફરતો
સર્જનહારની આ લીલા ભઇ,ત્યારે ના મળે કોઇ રસ્તો
અનહદ આવી મળે દેહને,ત્યારે એ નાપચાવી શકતો
                       ………માનવ દેહને તો વ્યાધીઓ.
અતિનો છે અણસાર બુધ્ધિને,નાદેહ એ સમજી ચાલે
હદનીદીવાલ જ્યાં ઓળંગે,ત્યાં નાશરીર થોડુંય હાલે
અન્ન પારકુ પણ ના પેટ,મોંએ ખાધેલુ પચાવી જાણે
ના દીઠાનુ મળેલ જાણો,ત્યાં ના  પેટ પટારાને તાણે
                        ………માનવ દેહને તો વ્યાધીઓ.

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment