સુગંધ
સુગંધ
તાઃ૧૦/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુગંધ પ્રેમનીપ્રસરે જગતમાં,માનવતા મહેંકી જાય
સ્નેહ પ્રેમની આ સાંકળથી,વિશ્વે શાંન્તી પ્રસરી જાય
……..સુગંધ પ્રેમની પ્રસરે જગતમાં.
કેડી જીવનની સરળ પ્રભુથી,જો મળી જાય સહવાસ
આંગળી એતો ટેકો છે,જે જીવનને દઇજાય અણસાર
પ્રસરે જીવનમાં સુગંધ ભક્તિની,મળી જાય સન્માન
ઉજ્વળબને દેહથીજીવન,ના પડાય મોહમાં પળવાર
……..સુગંધ પ્રેમની પ્રસરે જગતમાં.
મળે સુગંધ મોગરાની ઘરમાં,સંત જલારામ હરખાય
પ્રસરેસુગંધ ગુલાબનીજ્યાં,ત્યાંસાંઇબાબા આવી જાય
મળીજાય જ્યાં મહેંક પ્રેમની,ત્યાં માણસાઇ મેળવાય
મળે સહવાસ સંસ્કારનો સંગે,જીવન ત્યાં મહેંકી જાય
……..સુગંધ પ્રેમની પ્રસરે જગતમાં.
+++++++++++++++++++++++++++++