September 12th 2010

ક્યાંથી મળે?

                         ક્યાંથી મળે?

તાઃ૧૨/૯/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

દોડુ દીવો હાથમાં લઇને,ને છાપરે ચઢી હું પોકારું
પ્રેમ ને આશીર્વાદની વર્ષા,ક્યાથી મળે ના જાણું.
                            ……..દોડુ દીવો હાથમાં લઇને.
આવ્યો અવનીએ દેહ લઇ,છે જન્મમરણના બંધન
મુક્તિ,માયા કે કર્મધર્મ,એ જીવની ગતીના સ્પંદન
લાગી જીવને જગની માયા,ના જડે મુક્તિની રીત
આજકાલની ઝંઝટમાંશોધુ,ક્યાંથીમળે પ્રભુની પ્રીત
                          ……….દોડુ દીવો હાથમાં લઇને.
અભિમાનની ચાદર મળી,ઓઢી ફરતો હું ચારે કોર
માનુ કે મને મળી ગયું બધુ,ના મારે કોઇની જરૂર
અહંમઆવ્યો આંગનેમારે,ભાગીગયા સૌ સ્નેહી દુર
પસ્તાવાની મળીકેડી,શોધુ ક્યાંથીમળે પ્રેમભરપુર
                        ……….દોડુ દીવો હાથમાં લઇને.

===============================