September 15th 2010

અરે વાહ.

                               અરે વાહ.

તાઃ૧૫/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટીકીટ લીધી મેં ડૉલરની,અને જીત્યો હું ડૉલર પાંચ
મહેનત મારી ભઇ પરસેવાની,મળી ગયા મને ચાર
                         ………..ટીકીટ લીધી મેં ડૉલરની.
સમજીલીધું મેં મનથી,કે લૉટરી લેતાં જરુર જીતાય
મહેનતકરતાં આ આગળેપડે,ના શરીરને દુઃખથાય
જોબથીઆવતાં હવે ટેવપડી,ટીકીટ દરરોજ લેવાય
આજે નહીંતો કાલેમળશે,તેમ સમજી નાણાં ખર્ચાય
અરે વાહ એક ખર્ચતા દસ મળે,સારુ એતો કહેવાય
                            ………ટીકીટ લીધી મેં ડૉલરની.
અચાનક અણસાર મળ્યો,મેં કેટલા ખર્ચ્યા આ સાલ
પગારઆપે મને કલાકનો,ને ખર્ચુ દસ ને મળે પાંચ
લૉટરીની લાલચમાંરહેતા,ગુમાવ્યા મળ્યાથી વધાર
લાલચમાયા હતી નાંણાની,અંતે મળીગયો અણસાર
અરે વાહ લત લૉટરીની છુટતાં,બચ્યા ડૉલર અપાર
                            ……….ટીકીટ લીધી મેં ડૉલરની.

$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$