તારી નજર
તારી નજર
તાઃ૨૧/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નજર પડી મા તારી મુજ પર,પ્રભુ પ્રેમની પ્રીત લઇ
સાર્થક જીવનની કડીઅહીં,ઉજ્વળ રાહને મળતી ગઇ
……… નજર પડી મા તારી મુજ પર.
પ્રભાતના અણસારમાં,મારા મનથી ભક્તિ થતી ગઇ
દરેક માળાના મણકે મા,તારી કૃપા પણ મળતી થઇ
અંતરમા આનંદ અનેરો એવો,ના શબ્દે કોઇ સમજાય
સંતાન બની જીવન જીવતા,મા જીવન મારુ હરખાય
……..નજર પડી મા તારી મુજ પર.
શીતળ સ્નેહ મળે સૌનો,ના અપેક્ષા જીવનમાં રખાય
આશીર્વાદની વર્ષાએ તો,પળપળ જીવન મકેંકી જાય
સફળ જીવનને મળે સહારો,માતારી કૃપાય અપરંપાર
માતારી અમી દ્રષ્ટિ એક પડતાં,જન્મ મરણ ટળી જાય
………. નજર પડી મા તારી મુજ પર.
===============================