September 22nd 2010

અલબેલી ધરતી

                           અલબેલી ધરતી

તાઃ૨૨/૯/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણીનો તો દરીયો ઉભર્યો,ના પ્રેમની કોઇ છાલક
અવનવી આ દુનિયામાં ભઇ,ક્યાંથી આવ્યો માણસ
                    ………..લાગણીનો તો દરીયો ઉભર્યો.
કળીયુગની આ કતાર લાંબી,પણ ના મળે કોઇ સાથ
સમજણસાચી શોધતાઅંતે,ડુબીગયો ભવમાં હું આજ
મનની મુંઝવણ લાંબી ચાલી,ના મળી શક્યો ઉપાય
અંતનાઆગમનને નિરખતા,વ્યર્થજન્મ આ થઇજાય
                     ………..લાગણીનો તો દરીયો ઉભર્યો.
કદમ માંડતા પગલા મારા,ના દિશાનો છે અભ્યાસ
એક બે તો સમજી લીધા,પછી લપસી ગયાનો ભાસ
કૃપાની કેડીને નજીકલેતાં,ભાગી ભીતી મનથી આજ
ડગલુ પારખી ચાલતાં મને,હવે મળી ગયા સૌ સાથ
                    …………લાગણીનો તો દરીયો ઉભર્યો

==============================