September 19th 2010

તારા વિના

                            તારા વિના

તાઃ૧૯/૯/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખોમાં ઉજાસ દીસે,જ્યાં તારા પ્રેમનો સહવાસ
બને દરેકપળ વિરહની,નેછે તારા વિના અંધકાર
                               ……….આંખોમાં ઉજાસ દીસે.
ઉજ્વળ જીવનમાં કેડી મળે,ને ઉમંગ પણ વારંવાર
મળતા તારો સાથ જીવનમાં,દરેક પળને સચવાય
અંતરમાં ઉભરો આનંદનો,જે જીભથીય ના કહેવાય
તારા પ્રેમની એકકડીએ,સાગરને પણ તરી જવાય
                              …………આંખોમાં ઉજાસ દીસે.
મળ્યો મનેઅણસાર જીવનમાં,લીધો મેં એક ઉમંગ
મળી મને પ્રભાત ભક્તિની,જેનો અમૃત જેવો સંગ
આવી જીવનમાં શાંન્તિ,જ્યાં મને થઇ તારી પ્રીત
ભક્તિ તારો સંગ મળ્યો,આ કૃપાની અનોખી રીત
                           …………આંખોમાં ઉજાસ દીસે.

+++++++++++++++++++++++++++++