September 11th 2010

સ્નેહની કાંકરી

                        સ્નેહની કાંકરી

તાઃ૧૧/૯/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમનો પત્થર પડે દેહપર,ના ઉચકાય એ કોઇથી
મળે સ્નેહની નાની કાંકરી,ઉજ્વળ જીવન ત્યાંથી
                    ………પ્રેમનો પત્થર પડે દેહ પર.
દેખાવનો ઉલેચે દરીયો,ને છે હાથમાં નાની સોટી
ઝેરની છોને વિશાળ નહેર,પણઉત્તમ અમૃતનુંટીપુ
માગે નામળતી પ્રેમની કેડી,છોને હોય મોટી સીડી
સાચાપ્રેમની એક કાંકરીએ,મળે જીવને સાચી કેડી
                    ……….પ્રેમનો પત્થર પડે દેહ પર.
દુનીયાની છે શીતળમાયા,જે વળગે છે આકાયાને
એક જ કેડી સીધી મળતાં,મહેંકે જીવન સાથી સંગે
નિર્મળ જીવન ભક્તિ સંગે,દેહને સભાનતા દઇજાય
મૃદુ જીવનમાં પ્રેમ મળે,જે જીવન સાર્થક કરી જાય
                       ………પ્રેમનો પત્થર પડે દેહ પર.

===============================