September 6th 2010

અમુલ

                               અમુલ

તાઃ૬/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માનવીની તાકાત જગતમાં,શોધી શકે કોઇ મુલ
શ્રધ્ધા ભક્તિ અને વિશ્વાસ,અવની પર એ છે અમુલ
                  ……….ના માનવીની તાકાત જગતમાં.
સાચીશ્રધ્ધા મનથીરાખી,કોઇપણ કામને હાથ દેવાય
રાહત રાખી સરળતાસંગે,એ કામ પુરણ કરી જવાય
મહેનત દેહથી ને નિર્મળ ભાવે,જ્યાં સંગ સ્નેહે થાય
થઈ જાય એ કામ જગતમાં,જેને અમુલ કહી શકાય
                   ………ના માનવીની તાકાત જગતમાં.
જીવને મળેલ ઝંઝટએવી,નાદેહ થકી કોઇથી છોડાય
સમજ સાચી મનનેમળતાં,ભક્તિનો સંગ છે લેવાય
ભક્તિનો સંબંધ તો જીવને,મુક્તિનો માર્ગ દઈ જાય
અંતરથી જે થાય ભક્તિ જીવથી,અમુલ તે કહેવાય
                  ………ના માનવીની તાકાત જગતમાં.
મનને રોકી વિચારકરતાં.અનેક રસ્તાઓ મળી જાય
સંયંમનો  સહવાસ મેળવતાં,સૌકામ સરળ થઈજાય
વિશ્વાસની આ કેડી પકડતાં,અડચણ દુર ભાગી જાય
મળી જાય સફળતા જગમાં.અમુલ તેને છે કહેવાય
                  ……..ના માનવીની તાકાત જગતમાં.

*************************************