સંસ્કારી જીવન
સંસ્કારી જીવન
તાઃ૫/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માબાપથી મળતા સંસ્કારે,પાવન જન્મ કરી જવાય
પિત્તળસોનુ પારખીલેતાં,અનેક જીવોને પ્રેરણા થાય
………માબાપથી મળતા સંસ્કારે.
મમતા માની તરસી રહે,જ્યાં બાળક ઘોડીયે ઝુલાય
ઉંઆ ઉંઆ સાંભળવા માતા,પારણા પાસે બેસી જાય
દેહનાબંધન છે અનોખા,પાપાપગલીથી માને દેખાય
ઉજ્વળ આવતીકાલ બને,જે સંસ્કાર માતાથી લેવાય
……… માબાપથી મળતા સંસ્કારે.
મહેનત સાચી મનથી કરતાં,ત્યાં સફળતાને સહેવાય
આશીર્વાદ મળતાં વડીલના,તકલીફો સૌ ભાગી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતાં,જીવ પર પ્રભુ કૃપા થઇ જાય
સંસ્કારી જીવન જીવતાંતો,આ જન્મ સફળ પણ થાય
……….માબાપથી મળતા સંસ્કારે.
==============================