મનની વાત
મનની વાત
તાઃ૧૭/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આતો વાત અજબની ભઇ,ના સમજાય જગતમાં અહીં
કેવી કરુણાસાગરની આ લીલા,દેહને ક્યારેક દઇદે પીડા
……….આ તો વાત અજબની ભઇ.
સહવાસ અને સંગાથનો સંગ,લાવે જીવનમાં એ ઉમંગ
મળે મનને શાંન્તિ ત્યારે,લાવે જીવનમાં સુખ એ સાથે
અનેરો ઉભરો આવે જીવનમાં,મનને લાગે એજ પહેલો
વાતમનની કહેવાજેવી,આવે મિત્રો લઇને પ્રેમનીથેલી
……….આ તો વાત અજબની ભઇ.
અભિમાનમાં આળસઆવે,જીવનમાં એકલતા એ લાવે
સુખદુઃખની છે વહેંચણીએવી,માનવતાએ જીવવાજેવી
રહીજાય જ્યાં વાત મનનીમનમાં,દઇ જાય એ ભીતી
ના અણસાર ઉજ્વળતાનો,ને વેડફાય આ માનવજન્મ
………..આ તો વાત અજબની ભઇ.
==============================