ઇર્ષા આવી
ઇર્ષા આવી
તાઃ૭/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અહંમનો દરીયો વિશાળ છે,જે મનને નવરાવી જાય
સ્પર્શી જાય જેમાનવીને,તેનીઇચ્છા કદી પુરીનાથાય
………અહંમનો દરીયો વિશાળ છે.
બારણુ એ ખખડાવતી ફરે,ને ભોળા મનને વળગીજાય
માનવીમન જો નાવિચારે,તો આજીંદગી વેડફાઇ જાય
એક સંભાળતા બગડે બીજુ,ને ત્રીજાનો ના કોઇ વિચાર
ઇર્ષા જગમાં એવી છે ભઇ,જે તમને કરી જાય બરબાદ
……….અહંમનો દરીયો વિશાળ છે.
કલમને બંધન કક્કો બારાખડી,જે બુધ્ધિએ જ સમજાય
મળીજાય ત્યાં માનવતા,જ્યાં જીવપર કૃપામાની થાય
નિર્દોષ ભાવને પારખતાં,પ્રભુથી નિર્મળતાય મેળવાય
ઇર્ષા ભાગે દુર બારણેથી,ત્યાંતો સંગાથીઓ મળી જાય
……….અહંમનો દરીયો વિશાળ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~